મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 1: ગુણાકારનો પરિચય- ગુણાકારનો પરિચય
- સમાન જૂથ
- સમાન જૂથ
- સમાન સમૂહ તરીકે ગુણાકાર
- ગુણાકાર તરીકે દરેક જૂથને સમજો
- પુનરાવર્તિત સરવાળા તરીકે ગુણાકાર
- સંખ્યારેખા પર ગુણાકાર
- ગુણાકારની સંખ્યારેખા પર રજૂઆત
- એરે સાથે ગુણાકાર
- ગોઠવણી વડે ગુણાકારની સમજુતી
- ગોઠવણી સાથે ગુણાકાર
- માહિતીના જૂથનો ઉપયોગ કરી ગુણાકારની સમજુતી
- માહિતીના જૂથનો ઉપયોગ કરી ગુણાકાર
- ગુણાકાર કરવાની રીતો
- મૂળભૂત ગુણાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ગુણાકારનો પરિચય
સલ ગુણાકારને સમાન જૂથ તરીકે રજુ કરે છે. ગણતરી અને પુનરાવર્તિત સરવાળાને દુર કરવા માટે તે ગુણાકારને સાંકળે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણી મિત્ર ખિસકોલી છે તેને એકોન ભેગા કરવાનું ખુબ જ ગમે છે કારણ કે તે એકોન ખાઈને જ પોતાનું જીવન ચલાવે છે ધારો કે તે રોજ જ ત્રણ એકોન ભેગા કરે છે હવે હું એ જાણવા ઉત્સુક ચુ કે આવું કરતા કરતા 5 દિવસ પછી તેની પાસે કેટલા એકોન હશે તેના વિશે જો બીજી રીતે વિચારીએ તો તે દરરોજ ત્રણ એકોનનો એક સમૂહ ભેગો કરે છે માટે તમે અહીં આને પ્રથમ દિવસે તમે જે સમૂહ ભેગો કર્યો તેના સંધર્ભમાં જોઈ શકો ત્યાર બાદ બીજા દિવસે પણ તે 3 એકોનનો એક સમૂહ ભેગો કરે છે તેવી જ રીતે ત્રીજા દિવસે પણ તે 3 એકોનનો એક સમૂહ ભેગો કરે છે આમ રોજ તે 3 એકોનનો એક સમૂહ ભેગો કરી રહી છે આ પ્રમાણે ચોથા દિવસે 3 અને પાંચમા દિવસે પણ 3 પાંચ દિવસને અંતે તેયે કેટલા એકોન ભેગા કાર્ય જો તમે તે શોધવા માંગતા હોવ તો તમે ફક્ત આ સંખ્યાની ગણતરી કરી શકો અથવા તમે એવું વિચારી શકો કે તેની પાસે 3 એકોનના 5 સમૂહ છે 3 એકોનના 5 એક સમાન સમૂહ માટે 3 એકોનના ત્રણ એકોનના 5 સમૂહ એકોન એ એક પ્રકારનું ફળ છે માટે અહીં કુલ સંખ્યા 5 વખત 3 થાય 5 વખત 3 ઉમેરાયેલા છે તમે તેને તે રીતે જોઈ શકો તેથી 3 + 3 + 3 + 3 + 3 હવે જો તમે આ સંખ્યા શોધવા માંગતા હોવ તો તમે 3 ના ઘડિયા પ્રમાણે વિચારી શકો તેથી 3 ,6 ,9 ,12 ,15 જો આપણે આ ત્રણમાં 3 ઉમેરીએ તો 6 મળે બીજા 3 ઉમેરીએ તો 9 મળે બીજા 3 ઉમેરીએ તો 12 મળે બીજા ત્રણ ઉમેરીએ તો 15 મળે આમ તમે આના પરથી કહી શકો કે તમારી પાસે હવે 15 એકોન છે પરંતુ આપણે હવે ગણિતના એક ખુબ જ મૂળભૂત ખ્યાલની શરૂઆત કરી રહ્યા છીએ અત્યાર સુધી આપણે તેનો ઉપયોગ કરતા જ હતા પરંતુ આપણે તે શબ્દનો ઉપયોગ નથી કર્યો પરંતુ આપણે તેના માટેનો શબ્દ નથી જોયો આપણે અહીં ગુણાકાર કરી રહ્યાં છીએ આપણે અહીં ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ ગુણાકાર એટલે કંઈકના એક સમાન ઘણા બધા સમૂહ માટે આપણે અહીં જે કરી ગયા તેને દર્શાવવાનીબીજી પણ એક રીત છે હું અહીં તમને એક નવી સંજ્ઞાનો પરિચય આપી રહી છું આપણે જે કહ્યું કે 5 વખત 3 તેને બીજી રીતે પણ લખી શકાય 5 ગુણ્યાં 3 અહીં આ બધી જ બાબતો એક સમાન છે તમે આવા એક સામન સમૂહ ઘણી બધી વખત જોયા છે અને તમે કોઈક સંખ્યાનો ઘણી બધી વખત સરવાળો પણ કર્યો છે જયારે તમે આ બધું કરો છો ત્યારે તમે એક રીતે ગુણાકાર કરી રહ્યા છો એવું કહેવાય માટે જયારે તમને કોઈક 5 ગુણ્યાં 3 કહે ત્યારે તમે તેને 3 ના 5 સમૂહ એમ વિચારી શકો અથવા તમે તેને 5 વખત 3 એવું પણ વિચારી શકો અથવા તે 3 + 3 + 3 + 3 + 3 થશે જેને તમે 15 કહી શકો માટે અહીં આના બરાબર 15 થાય ખાન એકેડેમી પર આના ઘણા બધા દાખલ આપ્યા છે તમે તેનો મહાવરો કરો અને તમને આ ખ્યાલ સમજાઈ ગયો તેની ખાતરી કરો પરંતુ તમે જોશો કે આ ખુબ જ મૂળભૂત ખ્યાલ છે જે તમારા આખા જીવનમાં તમને હંમેશા ઉપયોગી થશે