મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 7: વધુ અંકની સંખ્યાઓનો ભાગાકાર (શેષ વિના)2- અંકની સંખ્યાના ભાગાકાર સાથે પરિચય
સલ 2- અંકની સંખ્યાના ભાગાકાર માટે અનુમાનની રીતનો ઉપયોગ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે અહીં આ વિડિઓમાં 2 અંકોની સંખ્યા વડે ભાગાકાર કરવાની શરૂઆત કરીશું,અહીં આ એક ખૂબ જ અગત્યનો કૌશલ્ય છે જે તમને બાકીના ગણિતમાં ઉપયોગી થશે તો હવે 186 ભાગ્યા 31 શું થાય? તે ગણવાની શરૂઆત કરીએ,આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ,186 ભાગ્યા 31,તમે વિડિઓ અટકાવો અને જાતે તે કરવાનો પ્રયત્ન કરો, હવે આપણે તે સાથે મળીને કરીશું, આશા છે કે તમે તે ગણતરી કરી હશે,મને અહીં 31 નો ઘડીયો યાદ નથી તેથી હું તમને આનો જવાબ તરત આપી શકું નહીં પરંતુ મારું મગજ આ બંને સંખ્યાઓને આશરે લેવાનો પ્રયત્ન કરી રહી છે, તેથી મારી પાસે જે ઘડિયાનું જ્ઞાન છે તે ઉપયોગી થશે, ઉદાહરણ તરીકે અહીં આ જે 31 છે તે 30 ની નજીક છે,31 એ 30 ની નજીક છે,હવે જો હું 30 ના અવયવીઓ વિશે વિચારૂ તો તે ફક્ત વધારાના 0 સાથે 3 ના જ અવયવીઓ થાય અથવા તે 3 ગુણ્યાં 10 ના અવયવીઓ થશે માટે 30 ના અવયવીઓ 30,60,90, 3 ગુણ્યાં 4 ની જગ્યાએ 30 ગુણ્યાં 4 જે 120 થાય,15 ની જગ્યાએ 150 અને 18 ની જગ્યાએ 180, 30 ગુણ્યાં 6 ,180 થાય માટે તે 186 ની નજીક હોય એવું લાગે છે,અહી આ 186 એ 30 ગુણ્યાં 60 ની નજીક છે, 186 એ 30 ગુણ્યાં 60 ની નજીક છે અને અહીં આ 30 ની નજીક છે તો કદાચ આ 6 હોઈ શકે, હું અહીં પ્રશ્નાર્થ ચિન્હ મૂકીશ કારણ કે તે સાચું છે કે નહીં તે આપણે હજુ સુધી જાણતાં નથી, આપણે તે શોધવાનો પ્રયત્ન કરી શકીએ 31 ગુણ્યાં 6 શું થાય છે? તે જુઓ, શું અહીં આનો જવાબ 6 આવશે? ભાગાકાર કરવો એ એક પ્રકારની કળા છે અને આપણે અહીં આ કળાનો ઉપયોગ કરીને એક ખૂબ જ સારું અનુમાન લગાવ્યું છે, હવે ખરેખર તેનો જવાબ 6 આવે છે કે નહીં તે ચકાસીએ, 31 ગુણ્યાં 6 શું થાય? 1 ગુણ્યાં 6 , 6 થશે અને 3 ગુણ્યાં 6 જે ખરેખર 30 ગુણ્યાં 6 છે,તેના બરાબર 180 થાય આપણને અહીં જવાબ તરીકે 186 મળે છે તેથી તે રીતે કામ કરે છે, આમ,186 ભાગ્યા 31 બરાબર ખરેખર 6 જ થાય તો આપણે અહીં આ પ્રશ્નાર્થ ચિન્હને દૂર કરી શકીએ તો હવે આપણે એક બીજું ઉદાહરણ જોઇએ,ધારો કે હું હવે 338 ભાગ્યા,338 ભાગ્યા 48 શું થાય તે શોધવા માંગુ છું,તમે વિડિઓ અટકાવો અને જાતે જ તેના માટે પ્રયત્ન કરો, હું તેને આ પ્રમાણે વિચારીશ, અહીં આજે 48 છે તે 50 ની નજીક છે અહીં 48 છે તે 50 ની નજીક છે, હવે આપણે આના વિશે વિચારીએ જો 50 ના અવયવીઓની વાત કરીએ તો તેના અવયવીઓમાં 300 પણ આવે, 300 એ 50 ગુણ્યાં 6 થાય ત્યારબાદ 350 આવે જે 50 ગુણ્યાં 7 થશે કારણ કે 7 ગુણ્યાં 5, 35 થાય,50 ગુણ્યાં 6 , 50 ગુણ્યાં 6 , 300 થાય, જે 5 ગુણ્યાં 6 ગુણ્યાં 10 ને સમાન જ છે, ત્યારબાદ 50 ગુણ્યાં 7 , 50 ગુણ 7 , 350 થાય જે 5 ગુણ્યાં 7 ગુણ્યાં 10 ને સમાન છે પરંતુ અહીં આ જે સંખ્યા છે તે 300 અને 350 ની વચ્ચે આવે છે માટે આપણે કહી શકીએ કે અહીં આનો જવાબ ક્યાં તો 6 હોઈ શકે અથવા ક્યાં તો 7 હોઈ શકે,તેનો સાચો જવાબ શોધવા હું આ બંને માટે પ્રયત્ન કરીશ, 48 ગુણ્યાં 6 શું થાય? તેનો પ્રયત્ન કરીએ 48 ગુણ્યાં 6, આ પ્રમાણે, 8 ગુણ્યાં 6,48 થાય, 8 અને 4 અહીં 6 ગુણ્યાં 4 , 24 અને પછી 24 માં 4 ઉમેરીએ તો આપણને 28 મળે તો અહીં આ જવાબ 338 કરતા થોડો ઓછો લાગે છે, જો આપણે ચોક્કસ વાત કરીએ તો તે 338 કરતા 48 જેટલો ઓછો છે તેથી મને એવું લાગે છે કે જો આપણે આ જવાબમાં 48 ઉમેરીએ તો આપણને 338 મળી જશે,આપણે 338 ને 7 એકસરખા 48 ના સમૂહ માં વિભાજીત કરી શકીએ પરંતુ આપણે તેની ગુણાકાર કરીને ચકાસણી કરીશું,અહીં આ 6 એ ખોટો જવાબ છે માટે 48 ગુણ્યાં 7, 48 ગુણ્યાં 7, 8 ગુણ્યાં 7, 56 થાય,આ રીતે લખીએ, 4 ગુણ્યાં 7, 28 થાય અને પછી 28 માં 5 ઉમેરીએ તો આપણને 33 મળે, આમ, અહીં આ 7 કામ કરે છે 336 ભાગ્યા 48 , 7 થશે.