If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2 અંકનો 1 અંક સાથે ગુણાકાર કરવો

2 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે સમૂહ બનાવ્યા વિના ગુણાકાર કરતા શીખો. આ વિડિઓમાં આપણે 32x3 નો ગુણાકાર કરીશું. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો 3 ગુણ્યા 32 કરીએ આપણે આને ફરીથી લખીએ હું એવી રીતે લખીશ કે મોટી સંખ્યા ઉપર હોય અહીં 32 છે અને નાની સંખ્યા નીચે લખું છું આ નાની સંખ્યા એક જ અંક ની સંખ્યા છે તે એકમનો અંક છે તેને મોટી સંખ્યાના એકમ ના અંક નીચે લખું છું આથી અહીં 3 લખું છું અને પછી ગુણાકાર ની સંજ્ઞા અને આને તમે 32 ગુણ્યા 3 વાચી શકો પરંતુ 32 ગુણ્યા 3 એ 3 ગુણ્યા 32 જેટલી જ કિંમત છે ગુણાકાર ના ક્રમ થી કોઈફરક પડતો નથી હવે ગણતરી કરીએ ફરીથી ગુણાકાર કરવાની આ એક રીત છે ઘણીબધી રીતો દ્વારા તે થઇ શકે આપણે અહીં 3 થી શરૂઆત કરીએ અને આપણે તેનો 32 ના બંને અંક સાથે ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા 2 થી શરૂઆત કરીએ જુઓ ગુણાકાર ના ઘડિયામાં તે આપણે કરી શકીએ 3 ગુણ્યા 2 તે 6 છે તો 3 ગુણ્યા 2 હું અહીં એકમના સ્થાને 6 લખીશ હવે 3 ગુણ્યા 3 શોધીએ ફરીથી આપણને ખબર છે 3 ગુણ્યા 3 બરાબર 9 છે અને અહીં દશક ના સ્થાને ગુણાકાર કરીએ છીએ આથી હું અહીં દશકના સ્થાને લખીશ આ થઇ ગયું 32 ગુણ્યા 3 બરાબર 96 અને વિચારવાનું એ છે કે આ ઉપયોગી કેવી રીતે છે હું તમને થોડી સુચના આપું છું આ કેવી રીતે ઉપયોગી છે યાદરાખો 3 ગુણ્યા 32 એ 3 ગુણ્યા 30 વત્તા 3 ગુણ્યા 2 જેટલી જ કિંમત છે અને આ રીતે વિચારીએ તો આ જ પ્રક્રિયા અહીં થઇ તે જ છે 3 ગુણ્યા 2 બરાબર 6 ,3 ગુણ્યા 30 બરાબર 90 બંને નો સરવાળો કરો તો 90 વત્તા 6 બરાબર 96