મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 4: વધુ અંકોના ગુણાકાર- 2 અંકનો 1 અંક સાથે ગુણાકાર કરવો
- 3 અંકનો 1 અંક સાથે ગુણાકાર કરવો
- સમૂહ બનાવ્યા વિના ગુણાકાર
- 3 અંકનો 1 અંક સાથે ગુણાકાર (સમૂહ બનાવીને)
- 4 અંકનો 1 અંક સાથે ગુણાકાર (સમૂહ બનાવીને)
- સમૂહ બનાવીને ગુણાકાર કરો
- 2-અંકની સંખ્યાઓનો ગુણાકાર
- 2-અંકની સંખ્યાઓનો ગુણાકાર
- વધુ અંકોની સંખ્યાનો ગુણાકાર
- વધુ અંકોના ગુણાકાર
- પ્રમાણભૂત અલગોરિધમ વડે 1-અંકની સંખ્યાનો ગુણાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
3 અંકનો 1 અંક સાથે ગુણાકાર (સમૂહ બનાવીને)
3 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે સમૂહ બનાવીને ગુણાકાર કરતા શીખો. આ વિડિઓમાં આપણે 7x201 નો ગુણાકાર કરીશું. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
7 * 253 કરીએ અને જોઈએ કે શું ઉકેલ મળેછે પાછલા ઉદાહરણની જેમ હું આ ફરીથી લખીશ મોટી સંખ્યા ઉપર લખીશ તો તે 253 છે અને પછી નાની સંખ્યા નીચે લખવી અને જે તે સ્થાનકિંમત પ્રમાણે તો 7 તે એકમનું સ્થાન છે આથી 7 અહીં લખું છું 253 ની નીચે એકમના સ્થાને પછી ગુણાકારની સંજ્ઞા મુકીએ તો તેને 253 *7 વાચી શકીએ જે 7*253 જેટલું જ છે અને હવે ગણતરી કરી શકાય અને આ ઘણી રીતે થઇ શકે પરંતુ આ એક ઉપયોગી રીત છે તો હું 7 થી શરૂઆત કરુંછું અને અહીં ઉપરના દરેક અંક સાથે તેનો ગુણાકાર કરીશ તો પ્રથમ 7 ગુણ્યા 3 થી આપણે શરૂઆત કરીએ જુઓ 7 * 3 બરાબર 21 આ મન માં પણ ગણી શકાય પરંતુ આ સંખ્યા ક્યાંથી મળી તે સ્પષ્ટ કરવા અહીં લખું છું અને આ પદ્ધતિમાં હું શું કરીશ કે 21 માંથી 1 અહીં લખીશ અને 2 એ દશકના સ્થાને વદી લઈશ હવે 7 ગુણ્યા 5 શું છે ગુણાકારના ઘડિયા આપણને ખબર છે 7 ગુણ્યા 5 બરાબર 35 હવે આપણે અહી 35 એમજ લખી શકીએ નહી હજુ અહીં વાડી 2 પણ છે તો 7 ગુણ્યા 5 બરાબર 35 પછી 2 ઉમેરીએ તો 35 + 2 બરાબર 37 હવે 7 અહીં દશકના સ્થાને લખીએ અને 3 વદી લઈએ હવે 7 ગુણ્યા 2 કરીએ જુઓ 7 ગુણ્યા 2 બરાબર 14 આપણને ગુણાકારના ઘડિયા ખબર છે આપણે અહીં માત્ર 14 લખી શકીએ નહિ 3 ઉમેરવા પડશે તો 7 * 2 બરાબર 14 વત્તા 3 બરાબર 17 છે આમ આપણે અહીં 17 લખી શકીએ કારણકે 2 એ છેલ્લી સંખ્યા છે જેની સાથે ગુણાકાર કરવાનો છે અને આપણો જવાબ મળી શકે 7 ગુણ્યા 253 બરાબર 1771 છે