જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

2-અંકની સંખ્યાઓનો ગુણાકાર

બે અંકની સંખ્યાનો ગુણાકાર કરતા શીખો. આ વિડિઓમાં આપણે 36 x 27 કરીશું. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓ માં આપણે ૩૬ અને ૨૭ નો ગુણાકાર કરીએ અહીં આપણે બે અંક ની સંખ્યા નો બીજી ને બે અંક સંખ્યા સાથે ગુણાકાર કરી રહ્યા છે આપણે તેને આ રીતે કરી શકીએ પ્રથમ ૩૬ ગુણિયા સાત કરીએ અને પછી ૩૬ ગુણ્યાં ૨૦ કરી શું બન્ને સંખ્યા નો સરવાળો કરીશું પ્રથમ હું તમને બે અંક ની સંખ્યા ઓ ના ગુણાકાર ની પ્રક્રિયા બતાવવા ઇચ્છુ છુ અને પછી દરેક અંક શું દર્શાવે છે એ વિશે વિચારીએ તો ચાલો ગુણાકાર ની પ્રક્રિયા શરૂ કરીએ હું ૩૬ ગુણ્યાં સાત અથવા સાત ગુણ્યાં ૩૬ કરીશ એકમ ના સ્થાન થી શરૂ કરીએ સાત ગુણ્યાં છ બરાબર ૪૨ બે અહીં નીચે લખીએ અને આ ચાર જે ૪૦ દર્શાવે છે તે દશક ના સ્થાને મૂકીએ સાત ગુણ્યાં ત્રણ બરાબર ૨૧ વત્તા ચાર બરાબર ૨૫ તો અહીં ૨૫ લખીશ બે ને વધી લેવા માટે આગળ કોઈ સંખ્યા નથી અહીં બે અહીં જ લખીશ આથી અહીં સૌ ના સ્થાને બે લખાયા છે આગળ વધીએ આને છેકી નાખીએ જેથી આગળ ગુંચવડ ન થાય હમણાં આપણે સાત ગુણ્યાં ૩૬ શોધ્યા તે ૨૫૨ છે હવે ૩૬ ગુણ્યાં ૨૦ વિશે જોઈએ અને હવે આપણે અહીં શું કરીશું કે પેહલા એક શૂન્ય મૂકીએ કારણ કે આપણે ૩૬ નું દશક સ્થાન સાથે ગુણાકાર કરી રહ્યાં છીએ આ માત્ર બે નથી તે ૨૦ છે તો આપણે આંકડાઓ વિશે પેહલા જોઈએ અને પછી સ્થાન કિંમત વિશે વિચારીએ બે ગુણ્યાં છ બરાબર બાર અહીં બે લખીએ એક વદ્ધિ લઈએ બે ગુણ્યાં ત્રણ બરાબર છ વત્તા એક બરાબર સાત તો ૩૬ ગુણ્યાં ૨૦ બરાબર ૭૨૦ થશે હવે અહીં શું થયું તે વિશે વિચારીએ જો આપણે અહીં શૂન્ય ન મૂક્યું હોત તો ૩૬ ગુણ્યાં બે કરી હોત તો તે ૭૨ મળતે પરંતુ આ બે માત્ર બે નથી તે ૨૦ છે તો ૩૬ ગુણ્યાં ૨૦ બરાબર ૭૨૦ થશે અને હવે આ બન્ને નો સરવાળો કરીએ કારણ કે ૩૬ ગુણ્યાં ૨૭ એ ૩૬ ગુણ્યાં ૨૦ વત્તા ૩૬ ગુણ્યાં સાત જેટલીજ સંખ્યા છે તો ચાલો આ બન્ને સંખ્યા નો સરવાળો કરીએ બે વત્તા શૂન્ય બરાબર બે પાંચ વત્તા બે બરાબર સાત બે વત્તા સાત બરાબર નવ અને આપણ ને ૯૭૨ મળ્યા હવે આજ કોયડા ને હું ફરીથી કરીશ પરંતુ આ વખતે આ અંક શું દર્શાવે છે તે વિશે જોઈએ તમે અહીં પ્રથમ વખત માં પ્રક્રિયા ની માહિતી મેળવી લીધી છે તો આપણે ૩૬ ગુણ્યાં સાત કરીએ પેહલા સાત ગુણ્યાં ૬ બરાબર ૪૨ બે ને એકમ ના સ્થાને લખીએ અને પછી ૪૦ અહીં દશક ના સ્થાને આ ચાર એ ૪૦ દર્શાવે છે સાત ગુણ્યાં ૩૦ બરાબર ૨૧૦ વત્તા ૪૦ બરાબર ૨૫૦ અને આ બે એકમ ના સ્થાને હતો આથી ૨૫૨ ૩૬ ગુણ્યાં સાત બરાબર ૨૫૨ હવે આને છેકી લઈએ હવે આગળ ગુણાકાર કરીએ ૨૦ ગુણ્યાં છ બરાબર ૧૨૦ થશે ૨૦ અહીં દશક ના સ્થાને લખીએ અને પછી સો વદ્ધિ લઈએ અથવા એક વદ્ધિ જે સો દર્શાવે છે ૨૦ ગુણ્યાં ૩૦ બરાબર ૬૦૦ થશે વત્તા સો બીજા બરાબર ૭૦૦ થશે આમ આપણે ૩૬ ગુણ્યાં ૨૦ બરાબર ૭૨૦ મેળવ્યા સાત એ સો ના સ્થાને છે બે એ દશક ના સ્થાને છે અને પછી તે બન્ને નો સરવાળો કરીએ જે રીતે આપણે આગળ કર્યું હતું તો આપણ ને અહીં ૯૭૨ મળે