મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 3: ગુણાકાર: સ્થાન કિંમત અને ક્ષેત્રફળના નમુના- ગુણાકાર માટે ક્ષેત્રફ્ળ મોડેલ અને ગુણધર્મોનો ઉપયોગ કરવો
- વિભાજનના ગુણધર્મની મદદથી 2-અંક વડે1-અંકનો ગુણાકાર કરો
- વિભાજનના ગુણધર્મ વડે ગુણાકાર
- ક્ષેત્રફળના નમૂના વડે ગુણાકાર: 6 x 7981
- ક્ષેત્રફળના નમૂના વડે ગુણાકાર: 78 x 65
- ક્ષેત્રફળના મૉડેલ સાથેના ગુણાકારને પ્રમાણભૂત અલ્ગોરિધમ સાથે સરખાવો
- 2-અંકોની સંખ્યાઓનો ક્ષેત્રફળના નમૂના વડે ગુણાકાર કરો.
- ક્ષેત્રફળના મોડેલ વડે 2-અંકોનો 1-અંક વડે ગુણાકાર
- વિભાજનના ગુણધર્મની મદદથી 3- અને 4-અંકનો 1-અંક વડે ગુણાકાર કરો
- આંશિક ગુણાકારનો ઉપયોગ કરી ગુણાકાર કરો
- આંશિક ગુણાકાર વડે ગુણાકાર કરો (2-અંકની સંખ્યા)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ક્ષેત્રફળના નમૂના વડે ગુણાકાર: 6 x 7981
સલ 6x7981 નો ગુણાકાર કરવા ક્ષેત્રફળના નમૂનાનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો 6 ગુણ્યા 7981 કરીએ અને હમણાં આપણે એ રીતે કરીએ કે 7981 નું વિસ્તરણ કરીએ તો 7000+900+80+1 6 ગુણ્યા 7981 એ 6 ગુણ્યા 7000 વત્તા 6 ગુણ્યા 900 વતા 6 ગુણ્યા 80 વતા 6 ગુણ્યા 1 બરાબર છે આપણે બધાનો 6 સાથે ગુણાકાર કર્યો જે મદદરૂપ છે આપણે 6 સાથે ગુણાકાર કરીએ હું અહીં ખાના દોરું છું તો આ 6 છે અને આપણે વિચારવાનું છે કે 6 ગુણ્યા 7000 શું છે 6 ગુણ્યા 900 શું છે 6 ગુણ્યા 80 શું છે અને 6 ગુણ્યા 1 આ લંબચોરસ ખાના તે દરેક માટે છે આપણે તે કરીએ 6 ગુણ્યા 7000 શું છે જુઓ 6 ગુણ્યા 7 બરાબર 42 તો 6 ગુણ્યા 7000 બરાબર 42000 6 ગુણ્યા 9 ફરીથી 6 ગુણ્યા 9 બરાબર 54 તો 6 ગુણ્યા 900 બરાબર 5400 6 ગુણ્યા 80 જુઓ 80 એ 8 દશક છે આ 48 દશક અથવા 480 થશે અને છેલ્લે 6 ગુણ્યા 1 બરાબર 6 તો ઉકેલ મેળવવા માટે આપણે આ બધાનો સરવાળો કરીશું 6 ગુણ્યા 7000 વત્તા 6 ગુણ્યા 900 વતા 6 ગુણ્યા 80 વતા 6 ગુણ્યા 1 તો આપણે અહીં કરીએ 42000 વતા 5400 વત્તા 480 વત્તા 6 બરાબર એકમ ના સ્થાને માત્ર 6 છે દશકના સ્થાને 8 સો ના સ્થાને 4 વત્તા 4 બરાબર 8 હાજરના સ્થાને 2 વત્તા 5 બરાબર 7 અને પછી દસ હજારના સ્થાને 4 છે તો આપણને 47,886 મળે છે તો આને બરાબર 47,886 છે અને હું ઈચ્છીશ કે આપણે અહીં જે કર્યું તે વિષે વિચારો આપણે પરંપરાગત રીતે જે ગુણાકાર કરીએ છીએ તેનાથી બહુ અલગ નથી અને આ ખરેખર ઉપયોગી છે કારણકે શું થઇ રહ્યું છે તે તમે સમજી શકો છો અનેવાસ્તવ માં તમે અને હું મનમાં ગણતરી કરીએ ત્યારે આ જ કરીએ છીએ કોઈ પૂછે કે 6 ગુણ્યા 7981 શું છે અને મારી પાસે કાગળ ન હોયતો 6 ગુણ્યા 7000 શું છે હું કહીશ કે 42000 હું તે યાદ રાખીશ પછી 6 ગુણ્યા 900 તે 5400 છે હવે જો તેનો 42000 સાથે સરવાળો કરીએ તો તે 47,400 છે પછી 6 ગુણ્યા 80 શું છે 480 તેને 47400 માં ઉમેરીએ તો 47,880 અને પછી 6 ગુણ્યા 1 તે 6 છે તેને 47,880 માં ઉમેરીએતો 47,886 મળે આમ ઘણા બધા આંકડાવાળી સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે આ ખુબ ઉપયોગી છે મનમાં ગુણાકાર કરવા માટે આ ઉપયોગી પદ્ધતિ છે