If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નિરપેક્ષ મૂલ્યના ઉદાહરણો

5, -10 અને 12 નું નિરપેક્ષ મૂલ્ય શોધતા શીખો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયારે x=5 ,x=-10 ને x=-12 છે તો x નું નિરપેક્ષ મુલ્ય શોધો આ જે રીતે નિરપેક્ષ મુલ્ય લખવામાં આવે છે તે વાસ્તવમાં છે એના કરતા વધુ ગુચવણ ભર્યું લાગેછે વાસ્તવમાં નિરપેક્ષ મુલ્ય એ 0 થી કેટલું અંતર છે તે દર્શાવે છે તો અહીં એક સંખ્યારેખા દોરીએ અહીં 0 દર્શાવીએ આપણે 0 થી અંતર વિષે વિચારી રહ્યા છીએ તો નિરપેક્ષ મુલ્ય વિષે વિચારીએ જયારે x બરાબર 5 છે તો x નું નિરપેક્ષ મુલ્ય શું થશે તો તે મુલ્ય 5 જેટલું થશે આપણે અહીં x ને બદલે 5 મૂકી શકીએ હવે 5 નું નિરપેક્ષ મુલ્ય એ 0 થી 5 સુધીનું અંતર છે તો 0 1 2 3 4 5 5 એ 0 થી જમણી બાજુ 5 છે આમ 5 નું નિરપેક્ષ મુલ્ય 5 જ છે જુઓ આ ખુબ સરળ અને સ્પષ્ટ છે હવે એને થોડું વધારે રસપ્રદ બનાવીએ હવે x=-10 હોય ત્યારે તેનું નિરપેક્ષ મુલ્ય શું છે આપણે x ને બદલે -10 લખીએ આ 0 થી -10 સુધીનું અંતર છે -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 આપણે આ સંખ્યારેખાને થોડું લંબાવીએ આમ અહીં આ -10 છે તો તે શૂન્ય થી કેટલું દુર છે તે શૂન્ય થી ડાબી બાજુ 10 છે આથી અહીં આ 10 લખીએ અને સામાન્ય રીતે નિરપેક્ષ મુલ્ય હંમેશા ધન સંખ્યામાં જ લખાય છે જયારેનિરપેક્ષ મુલ્ય વિષે વિચારીએ ત્યારે તે માત્ર જે તે સંખ્યાની ધન સંખ્યા હોય છે વધુ એક જોઈએ જયારે x બરાબર -12 હોય તો x નું નિરપેક્ષ મુલ્ય શોધવાનું છે તો અહીં -12 નું નિરપેક્ષ મુલ્ય આપણને હવે સંખ્યારેખા પર જોવાની જરૂર નથી તે 12 ધન સંખ્યા સ્વરૂપે છે અને આ એમ દર્શાવે છે કે -12 એ શૂન્યથી 12 અંતર દુર છે અને અહીં તે દોરી શકીએ આ 11 આ -12 અહીં છે તે શૂન્ય થી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અંતરે છે