મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 3
Lesson 7: પૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકીસરવાળા અને બાદબાકી: ખૂટતું મૂલ્ય શોધો (2 માંથી ભાગ 2)
સેલ કેટલાક વધુ ખૂટતાં મૂલ્ય શોધવાના પ્રયત્ન કરે છે: 4 = -8 - __ અને __ - (-2) = -7 અને -4 = __ - 9.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ધન અને ઋણ સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના થોડા વધુ ઉદાહરણો
જોઈએ ધારોકે આપણી પાસે 4 બરાબર ઋણ 8 ઓછા ખાલી જગ્યા છે વિડીયો અટકાવીને તમે પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ કે આ ખાલી જગ્યામાં શું મુકવાથી આ ગાણિતિક વિધાન સત્ય બને . ઋણ આઠ ઓછા ખાલીજગ્યા બરાબર 4 મળેછે ચાલો હવે એક સંખ્યારેખા દ્વારા સમજીએ અહીં એક સંખ્યારેખા છે આપણે ઋણ 8 થી શરુ કરીએ તો અહીં જુઓ ઋણ 5, ઋણ 6, ઋણ 7,અને ઋણ 8 આપણને અહીં મળે ઋણ 8 થી શરૂ કરીને 4 સુધી જવાનું છે આમ અહીં એક, બે, ત્રણ, ચાર ધન 4 હવે, ઋણ 8 થી ધન 4 સુધી પહોંચવા શું કરીશું આપણે જમણી બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, અને 12 એકમ ખસવું
પડે અથવા બીજી રીતે વિચારીએ કે, ઋણ 8 થી ધન 4 સુધી પહોંચવા માટે આપણે 12 ઉમેરવા પડે જુઓ કે ઋણ 8 થી શૂન્ય સુધી જવા માટે 8 એકમ જવું પડે અને પછી શૂન્યથી બીજા ચાર એકમ ખસીએ તો 8+ 4 બરાબર 12 ઉમેરવા પડે પણ અહીં તો કહ્યું છે કે -8 માંથી કઈક બાદ કરીને 4 મળે છે અહીં આપણે જોયું કે ધન 12 મળે છે તો અહીં શું કરીએ તે માટે અહીં આપણે ઋણ સંખ્યાને બાદ કરવી પડશે. જો તમે ઋણ 12 ને બાદ કરીએ તો તે ધન 12 ને ઉમેરવા બરાબર થાય હું અહીં નીચે ફરીથી લખું છું ચાર બરાબર ઋણ 8 ઓછા ઋણ 12 ઋણ સંખ્યાને બાદ કરતા શું થાય તે ધન થઈને સરવાળો થશે આમ ઋણ 8 વત્તા ધન 12 અથવા 4 બરાબર ઋણ 8 વત્તા 12 જુઓ અહીં આપણે 8 ઉમેરીએ તો શૂન્ય મળેછે ઋણ આઠ વત્તા આઠ બરાબર શૂન્ય અને વધુ 4 ઉમેરીએ તો તમે ધન 4 મળેછે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ આપણી પાસે ખાલી જગ્યા ઓછા ઋણ બે બરાબર ઋણ સાત છે. હવે અહીં કઈ રીતે વિચારીએ સૌપ્રથમ આપણે અહીં જે ઋણ સંખ્યા બાદ કરીને દર્શાવેલ છે તેનું સાદુરૂપ
આપીએ માટે જો ઋણ 2 ને બાદ કરીએ અથવા ધન 2 ને ઉમેરીએ તો એ બંને સમાન થશે માટે અહીં ફરીથી લખીએ ખાલીજગ્યા + 2 બરાબર ઋણ 7 ફરીથી સંખ્યારેખાને આધારે તે સમજી લઈએ આપણે ઋણ 7 મેળવવાના છે અહીં જુઓ ઋણ પાંચ, ઋણ છ અને ઋણ સાત અહીંયા લખીએ ઋણ 7 ઋણ 7 મેળવવા કોઈ સંખ્યામાં 2 ઉમેરવાના છે આમ 2 ઉમેરવાનો અર્થ છે કે આપણે 2 સ્થાન જમણી તરફ ખસીએ છીએ આમ અહીં લખીએ ધન 2 તો તે આપણે ક્યાં અંકથી શરુ કરીએ આપણે 2 ઉમેરીને ઋણ 7 સુધી પહોંચવાનું છે માટે ઋણ 7 ની ડાબી બાજુથી શરુ કરીએ જો આપણે 2 એકમ ડાબી બાજુ જઈએ એટલે કે આપણે અહીં થી શરુ કરીએ
છીએ હવે 2 એકમ જમણી તરફ જતા આ આપણે 2 ઉમેર્યા તેમ કહેવાય તો આ અંક કયો હશે જુઓ કે ઋણ સાત, આઠ અને ઋણ નવ આમ આપણને ઋણ નવ મળે છે ઋણ 9 વત્તા 2 બરાબર ઋણ 7 આમ જો ઋણ નવ થી શરૂ કરીને બે એકમ જમણી બાજુ જઈએ તો આપણને ઋણ 7 મળે છે અથવા એમ કહી શકાય કે, ઋણ નવ ઓછા ઋણ બે કારણ કે અહીં ઋણ બે ને
બાદ કરવાના છે તો તેમ કરતા આપણે જમણી તરફ ખસીએ છીએ જો તમે ધન 2 બાદ કરવાના હોય તો ડાબી બાજુ જવું પડે પણ જો ઋણ સંખ્યા બાદ કરવી હોય તો તેટલા એકમ જમણી બાજુ ખસવું પડે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે ઋણ ચાર બરાબર ખાલી જગ્યા ઓછા નવ છે ફરીથી સંખ્યારેખા લેતા અહીં આપણને કોઈ એક સંખ્યામાંથી નવ બાદ કરીને ઋણ ચાર મેળવવાના છે ઋણ ચાર આપણને અહીં મળે હવે કોઈ સંખ્યામાંથી નવ બાદ કરવાનો અર્થ છે કે તે સંખ્યાથી નવ સ્થાન ડાબી બાજુ ખસવું જુઓ કે આપણે 9 બાદ કરવાના છે ધારોકે અહીં કોઈ સંખ્યા છે અને હું તેનાથી 9 એકમ ડાબી તરફ ખસું છું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ નવ અને અહીં આપણને મળે છે -4 આમ અહીં ખાલીજગ્યામાં જે જવાબ મળશે તે શોધવા માટે તે સંખ્યામાંથી 9 બાદ કરવા તેનાથી 9 એકમ ડાબી તરફ ખસવું પડશે માટે કહી શકાય બીજીરીતે વિચારીએ તો તે અંક ઋણ ૪ થી 9 એકમ જમણી
તરફ હશે હવે તે અંક કયો હશે તે જોઈએ હવે જોઈએકે ઋણ 4 થી 9 એકમ જમણી તરફ કયો અંક મળે છે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ નવ અહીં 9 એકમ પર આપણને ધન 5 મળેછે આમ તે સંખ્યા હશે ધન 5 ચાલોજોઈએ કે તે સાચું છે કે નહિ આપણે ધન 5 થી શરુ કરીએ અને 9 બાદ કરીએ માટે ડાબી તરફ ખસીએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ એકમ જુઓ આપણે અહીં ઋણ 4 પર પહોંચ્યા આમ આપણે 9 બાદ કર્યા જુઓકે આપણે અહીં ઋણ 4 પર પહોંચ્યા આમ ઋણ 4 બરાબર 5 ઓછા 9