If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:33

સરવાળા અને બાદબાકી: ખૂટતું મૂલ્ય શોધો (2 માંથી ભાગ 1)

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણે થોડા ઉદાહરણ દ્વારા સમજીશું કે કોઈ પણ ધન કે ઋણ સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કેવી રીતે થાય તમને જરૂર લાગે ત્યાં વિડીયો અટકાવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરજો  માટે જો ઋણ એક બરાબર સાત ઓછા ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા બરાબર શું થાય ધન સંખ્યા આવશે કે ઋણ સંખ્યા તે શૂન્ય પણ હોઈ શકે તે કઈ સંખ્યા હશે ચાલો તે આપણે સંખ્યારેખાની મદદ થી સમજીએ અહીંએક સંખ્યારેખા છે પહેલા આપણે સંખ્યારેખા પર ઋણ 1 દર્શાવીએ જે અહીં મળશે અને આપણે સાતથી શરૂ કરીશું આથી આ પાંચ, છ અને સાત અહીં સાત છે હવે આપણે અહીં સાતમાંથી શું બાદ કરીએ તો આપણને ઋણ એક મળે આમ, આપણે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ એકમ ડાબી બાજુ ખસીશું આથી આપણે સાત માંથી આઠ બાદ કર્યા તેમ ગણાશે આમ અહીં આઠ બાદ કરવા પડશે. આમ -1 બરાબર 7 ઓછા 8 હવે આવું બીજું એક ઉદાહરણ જોઈએ ઋણ 10 વત્તા ખાલી જગ્યા બરાબર ઋણ 5 થાય ફરીથી સંખ્યારેખા લેતા આપણે ઋણ 10 થી શરૂ કરીએ જુઓ ઋણ 10 માં કંઇક ઉમેરવાનું છે, જેથી પરિણામે ઋણ 5 મળે છે જુઓ કે ઋણ 5 અહીં છે તો જો આપણે ધન સંખ્યા ઉમેરીએ તો સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું પડે આથી અહીં ઋણ 10 થી ઋણ 5 તરફ જઈશું આમ, આપણે ધન સંખ્યા ઉમેરી રહ્યા છીએ જો ઋણ સંખ્યા ઉમેરીએ તો ડાબી બાજુ  જવું પડે તો હવે કેટલા ઉમેરવા પડશે ચાલો ગણીએ આપણે એક, બે, ત્રણ, ચાર અને પાંચ આપણે ધન 5 ઉમેરી રહ્યા છીએ માટે ઋણ 10 વત્તા 5 બરાબર ઋણ 5 અહીં ફક્ત 5 ઓછા ઋણ થયા તેમ પણ વિચારી શકાય વધુ એક ઉદાહરણ લઈએ 4 બરાબર ઋણ 2 વત્તા ખાલી જગ્યા બીજા ઉદાહરણોની જેમ આપણે આનો પણ ઉકેલ મેળવી શકીએ તો તે પણ સંખ્યારેખા દ્વારા જ મેળવીએ અહીં એક સંખ્યારેખા છે એકરીતે કહી શકાય કે આપણે 4 મેળવવાના છે આથી આ એક, બે, ત્રણ, અને ચાર અહીં 4 મળે હવે  ઋણ 2 થી શરૂ કરીએ અહીં લખીએ -2 અહીં કહી શકાય કે 4 એ ઋણ 2 વત્તા કોઈક સંખ્યાને સમાન છે. આપણે અહીં જમણી બાજુ ખસવાનું છે જમણી બાજુ એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ એકમ ખસીએ પરિણામે આપણે છ ઉમેર્યા તેમ કહેવાય આમ, ઋણ 2 વત્તા 6 બરાબર 4 થાય વધુ એક ઉદાહરણ લેતા ધારોકે આપણી પાસે 6 વત્તા ખાલી જગ્યા બરાબર ઋણ 8 છે તમે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી શકો છો ફરીથી એક સંખ્યારેખા લેતા હવે આપણે અહીં 6 થી શરૂ કરી રહ્યા છીએ અહીં 5 અને આ 6 આપણે ઋણ 8 મેળવવાના છે આ ઋણ 5, ઋણ 6, ઋણ 7 અને અહીં ઋણ 8 મળે આપણે આ સ્થાન પર પહોંચવાનું છે આથી હવે શું કરીએ જેથી 6 પરથી ઋણ 8 સુધી પહોંચીએ 6 થી ઋણ 8 તરફ જવા સંખ્યારેખા પર ડાબી બાજુ જવું પડશે પણ તે કેટલા એકમ ખસવું પડે ચાલો તે ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 એકમ ડાબી તરફ ખસ્યા આથી ડાબી બાજુ 14 ખસવાથી કહી શકાય કે આપણે 14 બાદ કર્યા છે અને જો ચોક્કસ રીતે લખવું હોય તો 6 વત્તા શું બરાબર ઋણ 8 થાય આમ 6 વત્તા ઋણ 14 બરાબર ઋણ 8 થાય જો એમ કહેવું હોય કે 6 ઓછા કોઈ સંખ્યા તો તો 6 ઓછા 14 થાય પરંતુ જો આમ કહેવામાં આવે કે 6 વત્તા કોઈ સંખ્યા બરાબર ઋણ 8 તો તે થશે 6 વત્તા ઋણ 14