If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યારેખા પર ઋણ સંખ્યાને ઉમેરવી

સેલ દર્શાવે છે કે ઉભી સંખ્યારેખાનો ઉપયોગ કરીને 6 + (-2) નું મોડેલ કેવી રીતે બનાવવું.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે ધન અને ઋણ પૂર્ણાંકો વિશે સમજ મેળવી છે તેમજ તને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તે પણ જોયું છે હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંકોને કઈ રીતે ઉમેરી શકાય કે બાદ કરી શકાય અહીં કહ્યું છે કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યાને ઉમેરવી અને પ્રશ્ન છે કે સંખ્યા રેખાનું કયું મોડેલ પદાવલિ 5 /2 + 3 દર્શાવે છે 5 ના છેદમાં 2 ને આપણે અઢી અથવાતો 2 .5 તરીકે પણ દર્શાવી શકીએ અહીં બંને સંખ્યાઓ ધન છે પહેલા વિકલ્પમાં જુઓ કે અહીં સંખ્યા રેખા આવી રીતે ઉપર અને નીચે તરફ આપેલી છે આપણે અત્યાર સુધી જે સંખ્યા રેખા જોઈ તે ડાબીથી જમણી તરફ રેખા સ્વરુપે હતી એ જ રેખાને અહીં ઉભી કરી દીધી છે માટે હવે ધન સંખ્યાઓ 0 થી ઉપર તરફ અને ઋણ સંખ્યાઓ 0 થી નીચે તરફ જોવા મળે છે પહેલા વિકલ્પને ચકાસીએ અહીં 0 થી નીચે તરફ 2 .5 એકમ જેટલું તિર અહીંયા ખસે છે તો તેને આપણે -5 /2 તરીકે જોઈ શકીએ અને ત્યાર બાદ તેનાથી વધુ 3 એકમ નીચે આ તીર જોવા મળે છે માટે તે -3 દર્શાવે છે તેથી તે આપણો જવાબ હોઈ શકે નહિ બીજા વિકલ્પને ચકાસીએ અહીં પણ 0 થી નીચે તરફ -2 .5 એટલે કે -5 /3 છે જયારે આપણી પાસે પ્રશ્નમાં 5 /2 એ ધન છે તેથી આ પણ આપણો જવાબ નથી ત્રીજા વિકલ્પને ચકાસીએ આ અહીં 0 થી ઉપર તરફ 2 .5 એટલે કે 5 /2 છે તેનો અર્થ છે કે તે ધન 5 /2 બતાવે છે અને તેનાથી વધુ 3 એકમ ઉપર તરફ માટે 3 પણ અહીં ધન છે એટલે કે 3 ઉમેરવાના છે તેથી આપણો જવાબ મળે છે 5 .5 આમ આ આપણો સાચો જવાબ છે બંને ધન સંખ્યાઓ છે એટલે બંને તીર અહીં ઉપર તરફ છે આપણે જવાબ ચકાસીએ જે સાચો છે વધુ એક પ્રશ્ન જોઈએ અહીં પ્રશ્ન છે કે સંખ્યા રેખાનું કયું મોડલ પદાવલિ -1 ના છેદમાં 2 + 5 /4 દર્શાવે -1 /2 + 5 /4 એટલે કે આ -1 /2 દર્શાવતું તીર સંખ્યા રેખા પર ડાબી બાજુ જતું હોવી જોઈએ પહેલા વિકલ્પમાં તીર ડાબી બાજુતો જાય છે પણ -3 /4 પર છે માટે તે આપણો સાચો જવાબ ન હોય અહીં 0 ને ડાબી તરફ -1 /4 છે પછી -2 /4 છે હવે જો 2 /4 ને બીજી રીતે જોઈએ તો તે 1 /2 જ છે આમ તે 2 અને 4 વડે ભાગ ચાલે માટે 2 એક 2 અને 2 દુ 4 આમ આ -1 /2 છે ત્યાર બાદ તેમાં 5 /4 ઉમેરવાના છે માટે -2 /4 થી એટલે કે -1 /2 થી જમણી બાજુ 5 એકમ ખસવું પડે જે આપણે અહીં જોઈએ છીએ 1 ,2 ,3 ,4 અને 5 એકમ આમ જવાબ મળે છે 3 /4 માટે આ આપણો વિકલ્પ સાચો છે ત્રીજા વિકલ્પમાં પણ ચકાસી લઈએ અહીં જમણી તરફ 2 /4 એટલે કે 1 /2 છે જે ધન છે જયારે આપણા પ્રશ્નમાં અહીં -1 /2 છે માટે તે આપણો જવાબ હોઈ શકે નહિ આને પણ ચકાસી લઈએ વધુ એક ઉદાહરણ જોઈએ અહીં -2 માં -7 ઉમેર્યા છે તો -2 એટલે કે ૦ થી બે એકમ ડાબી તરફ જે અહીં પહેલા વિકલ્પમાં જોવા મળે છે 0 થી 2 એકમ ડાબી તરફ ત્યાર બાદ વધુ -7 ઉમેરવાના છે એટલે કે વધુ 7 એકમ ડાબી તરફ જવાનું છે તો અહીં થી આપણે જોઈ શકીએ છીએ કે 1 ,2 ,3 ,4 ,5 ,6 અને 7 એકમ ડાબી તરફથી જાય છે માટે આપણે -9 ઉપર પહોંચીએ છીએ આમ આ વિકલ્પ સાચું છે બીજા વિકલ્પ ઉપર નજર ફેરવીએ અહીં 0 થી 5 એકમ ડાબી તરફ છે માટે આ જવાબ હોઈ શકે નહિ અહીં 0 થી 2 એકમ જમણી તરફ છે જે ધન 2 દર્શાવે છે જ્યારે પ્રશ્નમાં અહીં -2 છે માટે આ પહેલો વિકલ્પ સાચો છે વધુ એક પ્રશ્ન લઈએ અહીં પણ સંખ્યા રેખા આવી રીતે ઉભી આપી છે અને આપણને અહીં -2 પૂર્ણાંક 1 /2 માં -5 ઉમેરવાનું કહ્યું છે -2 પૂર્ણાંક 1 /2 ને આપણે -2 .5 તરીકે પણ જોઈ શકીએ માટે ૦ થી 2 .5 જેટલા એકમ નીચે તરફ કારણ કે અહીં ઋણ છે તો તે આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં 2 .5 ઋણ છે ત્યાં આપણે પહોંચીએ છીએ અને ત્યાર બાદ તેમાં -5 ઉમેરવાના છે માટે આપણે 5 એકમ વધુ ડાબી તરફ જવાનું છે જયારે અહીં તો આ તીર ઉપર તરફ એટલે કે જમણી તરફ જાય છે જે સંખ્યા રેખા ઉપર ધન 2 .5 દર્શાવે છે તેથી આ આપણો જવાબ હોઈ શકે નહિ બીજા વિકલ્પમાં જોઈએ તો અહીં 0 થી 2 .5 એકમ નીચે તરફ જે સાચું છે -2 પૂર્ણાંક 1 /2 અને વધુ -5 ઉમેરવાના છે એટલે કે વધુ ડાબી તરફ અથવા તો એમ કહીએ કે નીચે તરફ 5 એકમ જવાનું છે માટે અહીં આપણે -7 .5 ઉપર પહોંચીએ છીએ જે આપણો સાચો જવાબ છે -2 .5 થી 5 એકમ વધુ ઋણ તરફ આમ આ આપણો જવાબ સાચો છે તેને પણ ચકાસી લઈએ આ રીતે તમે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા ઉમેરવાનું વધુ મહાવરો કરી શકો