મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 3
Lesson 2: ઋણ સંખ્યાઓને ક્રમમાં ગોઠવોઋણ સંખ્યાઓને ક્રમમાં ગોઠવવી
સલ -25, -30, -7, -10, અને -40 ને ચડતા ક્રમમાં ગોઠવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણી પાસે પાંચ સંખ્યા છે. જેને નાની થી મોટી ક્રમમાં એટલે કે ચઢતા ક્રમમાં ગોઠવવું છે તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યાઓ ઋણ છે ચાલો વિચારીએ કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે. તમે કહેવા માંગો છો ને કે હા અમને ખબર છે.... જો આ બધી ધન સંખ્યા હોય તો 40 એ સૌથી મોટી સંખ્યા થાય. તમે કદાચ કહેશો કે ઋણ 40 એ સૌથી મોટી સંખ્યા છે. તમારે એ જાણી લેવું જોઈએ કે આ ઋણની નિશાની શું સૂચવે છે, અને તેના વિષે વિચારીએ એમ વિચારો કે આ બધી તમારા બેંક ખાતામાં રહેલી રકમો છે તમે તમારા ખાતામાં ઋણ 7 રૂપિયા હોય એવું ઈચ્છો કે ઋણ 40 હોય એવું ઈચ્છો છો ઋણ 40 એટલે કે તમારે બેન્કને 40 રૂપિયા આપવાના છે એટલે કે ખાતામાં કઈ જ નથી પણ તેને બદલે 40 રૂપિયા આપવાના છે. ઋણ 7 નો અર્થ એ કે તમારે બેન્કને 7 રૂપિયા આપવાના છે તો આ પરિસ્થિતિમાં ઋણ 40 એ ઋણ 7 થી નાની સંખ્યા છે. એમ કહી શકાય કે આ બધી સંખ્યામાંથી ઋણ 40 એ સૌથી નાની છે આમ, ઋણ 40 એ સૌથી નાની રકમ છે, જે તમારા બેંક ખાતામાં હોઈ શકે. ઋણ 40 એટલે કે તમારે બેન્કને રૂ. 40 ચૂકવવાના છે. ત્યારબાદ ઋણ 30 એ સૌથી નાની સંખ્યા થશે. તેના પછી ઋણ 25 એ નાની સંખ્યા છે ત્યારબાદ ઋણ 10 એ નાની સંખ્યા છે અને અંતે ઋણ 7 એ સૌથી મોટી સંખ્યા છે એમ કહી શકાય. અને જો હજી સમાજ ના પડી હોય તો, તમે એને તાપમાનના સંદર્ભ માં વિચારી શકો. આમાંથી કઈ સંખ્યા સૌથી ઠંડુ તાપમાન સૂચવે છે ? તે ફેરનહિત કે સેલ્સિયસ કઈ પણ હોય શકે. - 40 એ સૌથી ઠંડુ હવામાન સૂચવે છે. - 7 એ બધામાંથી ગરમ તાપમાનનું સૂચન કરે છે - 7 પર હવામાં ગરમીનું સૌથી વધુ પ્રમાણ હશે બીજી રીતે વિચારીએ કે અહીં એક સંખ્યારેખા છે. ધારોકે અહીં 0 (શૂન્ય) છે અને તેની જમણી તરફ +7 મૂકીએ +7 આમાંથી કોઈ સંખ્યા નથી. હવે આપણે આ બધી સંખ્યાઓને સંખ્યારેખા પર મૂકીએ ધારો કે અહીં -7 હશે, ત્યારબાદ -10 હશે થોડું વધુ આગળ જતા -25 લઇએ ડાબી તરફ જ વધુ આગળ જઈએ તો -30 મળે અને જો હજુ ડાબી તરફ આગળ વધો તો તમે - 40 મેળવી શકો, જો આ રીતે વિચારીએ તો ડાબી તરફ જે સૌથી દૂરની સંખ્યા છે તે સૌથી નાની સંખ્યા છે અને જે જમણી તરફની સૌથી દૂરની સંખ્યા તે સૌથી મોટી સંખ્યા થશે.