If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આંકડાકીય સમીકરણના ઉદાહરણનું અર્થઘટન કરવું

સેલ પૂર્ણાંક સમીકરણ 3 + (-7) નું સાચુ અર્થઘટન પસંદ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેના માંથી કયું અર્થ ઘટન અભિવ્યક્તિ 1 + 6 માટે સાચું છે આપણે વિકલ્પો જોઈએ તે પહેલા તે સંખ્યા રેખા પર 1 + 6 નો અર્થ શું થાય તે સમજીએ આપણે અહીં 1 થી શરૂઆત કરીએ છીએ જે 0 થી જમણી બાજુ એક એકમ જેટલું છે ત્યાર બાદ આપણે તેમાં 6 ને ઉમેરી રહ્યા છીએ એટલે કે આપણે 6 એકમ જમણી બાજુ જઈશું જે 0 થી 7 એકમ જમણી બાજુ થશે પરિણામે આપણને અહીં જવાબ 7 મળે હવે વિકલ્પ જોઈએ સંખ્યા રેખા પર 6 ની ડાબી બાજુ એક એકમ પરની સંખ્યા હવે અહીં આપણી પાસે જે સંખ્યા રેખા છે તે પ્રમાણિત સંખ્યા રેખા છે શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ આવે અને 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે 6 ની ડાબી બાજુ એક એકમ એટલે તેનો અર્થ એ થાય કે તમે 6 માંથી 1 ને બાદ કરી રહ્યાં છો પરંતુ આપણે અહીં 1 માં 6 ને ઉમેરી રહ્યા છીએ સંખ્યા રેખા પર 1 ની જમણી બાજુ 6 એકમ પરની સંખ્યા આ સાચું છે આપણે અહીં 6 એકમ ઉમેરી રહ્યા છીએ જો તમે ઉમેરો તો તમે સંખ્યાની જમણી બાજુએ જાઓ માટે અહીં આ જવાબ સાચો છે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ નીચેના માંથી કયું અર્થ ઘટન અભિવ્યક્તિ -2 + -7 માટે સાચો છે આપણે વિકલ્પો જોતા પહેલા તેનો અર્થ શું થાય તેના વિશે વિચારીએ અહીં આપણે -2 થી શરૂઆત કરીએ છીએ ત્યાર બાદ આપણે -2 થી 7 એકમ ડાબી બાજુએ જઈએ કારણ કે અહીં આપણે ઋણ સંખ્યાને ઉમેરી રહ્યા છીએ અહીં આ -2 ઓછા 7 ને સમાન જ થાય તેથી મારે -2 થી 7 એકમ ડાબી બાજુએ જવું પડે સંખ્યા રેખા પર 7 ની ડાબી બાજુ 2 એકમ પરની સંખ્યા અહીં આ ખોટું છે કારણ કે આપણે -2 થી શરૂઆત કરીએ છીએ તેવી જ રીતે અહીં પણ -2 ની જગ્યાએ 2 આપ્યું છે માટે આ બંને વિકલ્પ ખોટા છે હવે પછીનો વિકલ્પ સંખ્યા રેખા પર -2 ની ડાબી બાજુ 7 એકમ પરની સંખ્યા જે સાચું છે આપણે -2 થી શરૂઆત કરીને 7 એકમ ડાબી બાજુ જઈએ છીએ માટે સાચો જવાબ આ થશે જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદા જોઈએ હવે તેઓ 2 - -7 કહી રહ્યા છીએ તેના વિશે વિચારવાની બીજી રીત એ છે કે જો તમે ઋણ સંખ્યાને બાદ કરી રહ્યા હોવ તો તે તેની ધન સંખ્યાને ઉમેરવાને એક સમાન થાય માટે અહીં તે 2 + 7 ને સમાન જ થશે આપણે 2 થી શરૂઆત કરીએ છીએ અને પછી 7 એકમ જમણી બાજુ જઈએ છીએ કારણ કે ફરીથી અહીં આ 2 + 7 ને સમાન જ થાય 2 ઓછા -7 = 2 + 7 જ થાય તેથી આપણે 2 થી શરૂઆત કરીએ છીએ અને 7 એકમ જમણી બાજુ જઈએ છીએ જે આપણો આ વિકલ્પ થશે અહીં આ 2 + 7 ને એક સમાન થાય જેના બરાબર આ અભિવ્યક્તિ થશે માટે આ આપણો જવાબ છે