If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:30

અપૂર્ણાંકોની સરખામણી

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

30/45 અને 54/81 એ સમઅપૂર્ણાંક છે કે નહીં તે નક્કી કરો તે ઉકેલવાનો સરળ ઉપાય એ છે કે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવો અને જો તે સમાન મળે તો તે સમઅપૂર્ણાંક છે તેમ કહી શકાય આમ 30 /45 હવે વિચારો કે 30 અને 45 નો સૌથી મોટો સામાન્ય અવયવ શું છે 15 ના ઘડીયામાં 30 અને 45 બંને સંખ્યાઓ મળે આમ 30 ને 2 ગુણ્યા 15 તરીકે લખી શકાય જયારે45 ને લખાય 3 ગુણ્યા 15 હવે અંશ અને છેદ બંને ને 15 વડે ભાગીએ આમ જો બંને ને 15 વડે ભાગીએ તો શું થાય 15 નો 15 સાથે છેદ ઉડે નીચે પણ 15 નો 15 સાથે છેદ ઉડે અને આપણી પાસે રહે 2/3 અથવા 2/3 આમ 30/45 નું અતિ સંક્ષિપ્ત રૂપ થાય 2/3 હવે 54/81 વિષે વિચારીએ 54/81 હવે જુઓ બંને સંખ્યા 9 વડે વિભાજ્ય છે માટે લખીએ 54 બરાબર 6 ગુણ્યા 9 અને 81 માટે લખાય 9 ગુણ્યા 9 અંશ અને છેદ ને 9 વડે ભાગતા 9 નો 9 સાથે છેદ ઉડશે આમ તેની કિંમત મળે 6/9 હવે જુઓ 6 ને 2 ગુણ્યા 3 તરીકે લખી શકાય અને 9 બરાબર લખાય 3 ગુણ્યા 3 આ બંનેનો અહીંજ છેદ ઉડાડી શકાય અથવા અંશ અને છેદનો 3 વડે ભાગાકાર પણ કરી શકો અથવા બંને ને 1/3 વડે ગુણીએ આ બધીજ ક્રિયાઓ સરખી જ છે ભાગ્યા 3 કે ગુણ્યા 1/3 તરીકે પણ લખી શકાય અત્યારે આપણે ભાગ્યા 3 જ લખીએ આપણે આગળ જતા અપૂર્નાકોના ગુણાકાર પણ શીખીશું 3 ભાગ્યા 3 બરાબર 1 3 ભાગ્યા 3 બરાબર 1 અને અંતે બાકી રહે 2/3 આમ બંને અપૂર્નાકોનું સાદુરૂપ આપ્યા પછી આપણને મળે છે 2/3 માટે બંને સમ-અપૂર્ણાંક સમાન છે તેમ કહી શકાય