If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:36

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ભાગાકાર કરો અને જવાબ મિશ્રસંખ્યા સ્વરૂપે લખો અહીં ૩\૫ભાગ્યા ૧\૨ આપેલ છે હવે જયારે આપણે કોઈ પણ અપૂર્ણાંકો નું ભાગાકાર કરીએ તે યાદ રાખો કે અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવા નો અર્થ છે કે તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરવો માટે આપણે તેને ત્રણ ના છેદ માં પાંચ ગુણિયા અહીં જુઓ કે ભાગાકાર ની નિશાની ની બદલે ગુણાકાર ની નિશાની આવશે અને ૧\૨ નું વ્યસ્ત થાય બે ના છેદ માં એક આમ ૧\૨ વડે ભાગાકાર કરવો બે ના છેદ માં એક સાથે ગુણાકાર કરવા જેવું જ છે હવે આપણે સીધો ગુણાકાર કરી શકીએ ત્રણ દુ છ માટે આપનો નવો અંશ મળે છ પાંચ એકા પાંચ છેદ માં પાંચ આમ ૩\૫ ભાગ્યા ૧\૨ ની કિંમત એક અશુદ્વ અપૂર્ણાંક સ્વરૂપે મળી ૬\૫ પ્રશ્ર્ન માં કહ્યું છે કે જવાબ મિશ્રસંખ્યા સ્વરૂપે લખો માટે છ ના પાંચ ભાગ કરીએ જોઈએ કે તેમાં પાંચ કેટલી વખત સમાયેલા છે તે આપણી મિશ્ર સંખ્યા નો પૂર્ણ ભાગ થશે અને જે બાકી રહે તે થશે અપૂર્ણાંક નો અંશ તેના છેદ માં પાંચ જ રહેશે તે માટે છ ભાગ્યા પાંચ કરીએ પાંચ એકા પાંચ છ માંથી પાંચ જાય તો એક વધે આમ શેષ મળે એક તેથી ૬\૫ બરાબર એક પૂર્ણાંક એટલે કે ૫\૫ અને બીજા ૧\૫ આ જે અંશ માં એક છે તે અહીં જે શેષ મળી તે દર્શાવે છે આમ તે થઈ ગયું ૩\૫ ભાગ્યા ૧\૨ બરાબર એક પૂર્ણાંક ૧\૫ હવે આ કહી રીતે થયું ૧\૨ વડે ભાગાકાર કરવો એ બે સાથે ગુણાકાર કરવા જેવું કેમ છે બે ના છેદ માં એક ફક્ત બે પણ કહી શકાય તે જાણવા માટે એક સરળ ઉદાહરણ જોઈએ તેન થી તે વધુ સ્પષ્ટ થશે તે માટે અહીં ચાર વસ્તુ દોરીએ આ ચાર વસ્તુ છે એક, બે,ત્રણ ,ચાર ,આમ આ ચારવસ્તુ અને જુઓ તેને બે ભાગ માં વિભાજીત કરવું હોય તો જુઓ આ બે નો એક સમૂહ બને અને આ બે નો બીજો સમૂહ કે ભાગ તો જુઓ કેટલા સમૂહ મળ્યા ચાર ભાગ્યા બે કરવાથી આપણે ને બે ના બે સમૂહ મળ્યા આમ ચાર ભાગ્યા બે બરાબર બે હવે પરીથી ચાર વસ્તુ લઈએ ચાર વસ્તુઓ હવે બે વડે ભાગવા ને બદલે તેને ૧\૨ ના સમૂહ માં વિભાજીત કરીએ તેનો અર્થ છે કે વસ્તુ નો અડધો ભાગ મળશે આમ આ એક સમૂહ આ બીજું ભાગ ત્રીજો ભાગ ચોથો પાંચમો છટ્ટો ભાગ આ સાતમો અને આ આઠમો ભાગ તમે જોઈ શકો છો કે દરેક સમૂહ માં અડધું અડધું મળે છે આમ ૧\૨ ના આઠ સમૂહ મળ્યા તો જુઓ દરેક વસ્તુ આઠ ભાગ માં વહેંચાઈ ગયી માટે કહી શકાય ચાર વસ્તુ છે જે દરેક બે સમૂહ બની ગયી માટે અર્પણ ને મળ્યા આઠ સમૂહ ૧\૨ સાથે ભાગાકાર કરવો એબે સાથે ગુણાકાર કરવા જેવું જ છે તમે બીજી સંખ્યા લઈને પણ વિચારી શકો છો