If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:21

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

1 પૂર્ણાંક 3 /4 ગુણ્યાં 7 પૂર્ણાંક 1 /5 નો ગુણાકાર કરો. તમારા જવાબનું સાદુંરૂપ આપી મિશ્ર સંખ્યા સ્વરૂપે લખો સૌપ્રથમ આ મિશ્ર સંખ્યાઓને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ મિશ્ર સંખ્યાઓનો સીધો ગુણાકાર કરવો થોડું અઘરૂ છે પણ તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા તે સરળ થઇ જાય. તો ચાલો તેમ કરીએ આમ, 1 પૂર્ણાંક 3 /4 બરાબર છેદમાં 4 જ મુકાય. છેદ તેનો તે જ રહે અને અંશમાં મળશે 4 ગુણ્યાં 1 ગુણ્યાં 1 વત્તા 3 હવે આવું શા માટે થાય ? તેનું કારણ છે કે 1 એટલે 4 /4 અથવા 1/4 ના 4 ગણા બરાબર 1 મળે 1 બરાબર 4/4 વત્તા આ બીજા 3 /4 આમ કુલ 7/4 મળે  1 પૂર્ણાંક 3/4 બરાબર 7/4 હવે, 7 પૂર્ણાંક 1/5 માટે તેમ કરીએ. આ રીતે જ કરીએ 7 પૂર્ણાંક 1/5 બરાબર અહીં પણ છેદમાં 5 જ આવશે. હવે 5 ગુણ્યાં 7 કરીએ કારણ કે 7 એ 35/5 ને બરાબર જ છે. માટે 5 ગુણ્યાં 7 કરીએ અને તેમાં આ અંશ ઉમેરીએ અને તેમાં આ અંશ ઉમેરીએ આમ, 7 બરાબર 35/5 તેમજ વધુ એક પંચમાંશ તેથી 35 વત્તા 1, બરાબર 36 તેથી 35 વત્તા 1, બરાબર 36/5 આમ, આ બંનેનો ગુણાકાર કરવા 7/4 ગુણ્યા 36/5 નો ગુણાકાર કરીએ અને હવે તેનો ગુણાકાર કરી શકાય. અંશમાં છે 7 ગુણ્યાં 36 અને છેદમાં 4 ગુણ્યાં 5 પણ તેનો ગુણાકાર કરવા મોટી સંખ્યા મળે 36 ગુણ્યાં 7 કરવાથી મોટો જવાબ મળે માટે પહેલા જોઈએ કે છેદ ઉડાડીને સાદુંરૂપ આપી શકાય કે નહિ જુઓ કે અંશ અને છેદ બંનેમાં એવી સંખ્યા છે જે 4 વડે વિભાજ્ય છે. તો ચાલો અંશ અને છેદ બંનેને 4 વડે ભાગીએ માટે અંશમાં 36 ને 4 વડે ભાગતા આપણને મળે 9 જો અંશમાં કોઈ સંખ્યાને 4 વડે ભાગીએ તો છેદમાં પણ કોઈ સંખ્યાને 4 વડે ભાગવું પડે અહીં 4 ને 4 વડે ભાગી શકાય 4 એકા 4 માટે હવે અંશમાં 7 ગુણ્યાં 9 કરવાથી આપણને મળે 63 છેદમાં 1 ગુણ્યાં 5 બરાબર 5 હવે આપણી પાસે જે જવાબ છે તે અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં છે. પણ તેમણે કહ્યું છે કે જવાબ મિશ્ર સંખ્યા સ્વરૂપે લખો તો હવે 63/5 નું શું થશે તે જાણવા 63 ભાગ્યા 5 કરીએ 5 એકા 5 6 ઓછા 5 બરાબર 1 ઉપરથી ઉતારીએ 3 5 દુ 10 13 માંથી 10 જાય તો શેષ વધે 3 આમ, જુઓ 63 માં 5 એ 12 વખત મળે અને બાકી વધે 3 માટે 63/5 બરાબર લખાય 12 પૂર્ણાંક ભાગફળને પૂર્ણાંક તરીકે લખાય. અને જે શેષ વધે તે અંશમાં લખાય માટે 12 પૂર્ણાંક 3 ના છેદમાં 5 છેદ તેનો તે જ રહે માટે છેદમાં 5 આમ, 12 પૂર્ણાંક 3/5 જુઓ આ સંખ્યા પરથી હવે આ સંખ્યા મેળવવી હોય તો, 12 એ 60 પંચમાંશ ને બરાબર છે અથવા 60/5 છે તેમ કહેવાય વત્તા બીજા 3/5 બરાબર 63/5 આમ, આ બંને બાબતો સમાન છે તેમ કહેવાય આ અશુદ્ધ અપૂર્ણાંક છે અને આ તેનું મિશ્ર સંખ્યાનું સ્વરૂપ છે તેથી આ આપનો જવાબ છે -  12 પૂર્ણાંક 3/5