If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યારેખા પર 1 કરતા મોટા અપૂર્ણાંકો

.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બિંદુને સંખ્યારેખા પર 5 ચતુર્થાંશ પર ખસેડો,તમે અહીં આ બિંદુને ખસેડી શકો,વિડિઓ અટકાવો અને સંખ્યારેખા પર આ 5 ચતુર્થાંશ ક્યાં આવશે? તે શોધવાનો પ્રયત્ન કરો. હવે આપણે તે સાથે મળીને કરીએ,તેઓ અહીં આપણને કહે છે કે જો આપણે 0 થી શરૂઆત કરીએ અને આ પ્રથમ લીટી આગળ જઈએ તો તે 1 ચતુર્થાંશ છે માટે અહીં આ જે દરેક ખાલી જગ્યા દેખાય છે તે 1 ચતુર્થાંશ છે તો અહીં આ 1 ચતુર્થાંશ,આ 2 ચતુર્થાંશ,આ 3 ચતુર્થાંશ,આ 4 ચતુર્થાંશ અને આ 5 ચતુર્થાંશ, અહી આ દરેક જગ્યા 1 ચતુર્થાંશ દર્શાવે માટે આ 1,2,3,4, અને 5 ચતુર્થાંશ થશે માટે અહીં આ સંખ્યારેખા પર 5 ચતુર્થાંશ થશે. હવે તેઓ આપણને આ બીજી રીતે પણ પૂછી રહ્યા છે તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યારેખા પર કયું બિંદુ 4 તૃત્યાંશ પર છે?અહીં આપણે એક જવાબ પસંદ કરવાનો છે એના માટે તેઓએ કેટલાંક વિકલ્પ આપ્યા છે તો આમાંથી કયો વિકલ્પ સંખ્યારેખા પર 4 તૃત્યાંશ બતાવે છે?વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો,હવે આપણે આ દરેક વિકલ્પ જોઈશું, હવે જો આપણે આ પ્રથમ વિકલ્પ જોઈએ તો 0 અને 1 વચ્ચેની આ જગ્યા 3 એકસમાન ભાગમાં વિભાજિત થયેલી છે માટે જો આપણે 0 થી આ પ્રથમ લીટી પર જઈએ તો તે 1 તૃત્યાંશ થશે.તો અહીં આ 1 તૃત્યાંશ,2 તૃત્યાંશ,3 તૃત્યાંશ અને આ 4 તૃત્યાંશ થશે, આપણું બિંદુ અહીં આવે પરંતુ તેઓએ આપણને આ બિંદુ કહ્યું છે અને અહીં આ બિંદુ 2 તૃતીયાંશ બતાવે છે માટે આ વિકલ્પ ખોટો છે.હવે જો આપણે વિકલ્પ b ની વાત કરીએ તો અહીં પણ 0 અને 1 વચ્ચેની જગ્યા એકસમાન 3 ભાગમાં વિભાજીત થયેલી છે માટે આ દરેક આ દરેક લીટી 1 તૃત્યાંશ બતાવે,આ 1 તૃત્યાંશ,અહીં આ 2 તૃત્યાંશ,આ 3 તૃત્યાંશ જેના બરાબર 1 જ થાય અને આ 4 તૃત્યાંશ માટે અહીં આ આપણો જવાબ થશે.આપણે 4 તૃત્યાંશ જ બતાવવા માંગીએ છીએ તેથી વિકલ્પ b ને પસંદ કરીશું હવે આપણે જાણીએ છીએ કે આ વિકલ્પ c ખોટો છે પરંતુ તે શું બતાવે છે?તે જોઈ લઈએ, અહીં 0 અને 1 વચ્ચેની જગ્યાને 1,2,3,4 એકસમાન ભાગમાં વિભાજીત કરવામાં આવી છે માટે આ દરેક લીટી 1 ચતુર્થાંશ બતાવે,આ 1 ચતુર્થાંશ,આ 2 ચતુર્થાંશ, આ 3 ચતુર્થાંશ અને આ 4 ચતુર્થાંશ પરંતુ આપણે અહીં 4 તૃત્યાંશ બતાવવા માંગીએ છીએ માટે આ વિકલ્પ પણ ખોટો થશે તેથી અહીં સાચો જવાબ b વિકલ્પ છે. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યારેખા પર કયો અપૂર્ણાંક a બિંદુ પર આલેખવામાં આવ્યો છે?વિડિઓ અટકાવો અને વિચારો,અહીં આ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે કેટલા એકસમાન વિભાગ છે? તે બન્નેની વચ્ચે 1 2 અને 3 એકસમાન વિભાગ છે માટે અહીં આ દરેક ઉભી લીટી 1 તૃત્યાંશ બતાવે,1 તૃત્યાંશ,2 તૃત્યાંશ,3 તૃત્યાંશ જેના બરાબર 1 થાય ત્યારબાદ 4 તૃત્યાંશ,5 તૃત્યાંશ,6 તૃત્યાંશ જેના બરાબર 2 થશે અને અહીં આ 7 તૃત્યાંશ થાય માટે આપણો જવાબ 7 ના છેદમાં 3 થાય.અહીં આપણે પૂરું કર્યું.