જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ખૂણાના પ્રકારોની સમીક્ષા

નીચેના પ્રકારના ખૂણાઓની સમીક્ષા કરો: લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, અથવા સરળકોણ.  કેટલાક વ્યવહારુ કોયડાઓઓમાં ખૂણાના પ્રકારો ઓળખો અને દોરો.  

ખૂણા માપનું સારાંશ

ખૂણાનો પ્રકારખૂણાનું માપ (અંશ માં)
લઘુકોણ0 અને 90 ની વચ્ચે
કાટકોણબરાબર 90
ગુરુકોણ90 અને 180 ની વચ્ચે
સરળકોણબરાબર 180

કાટ ખૂણો

કાટકોણ એ 90 અંશનો ખૂણો છે. તે બરાબર ખૂણા આકાર નો હોય છે, જેમ કે કોઈ લંબચોરસ પાનાનો ખૂણો. કાટકોણનો દાખલો નીચે આપેલ છે.

સરળ ખૂણો

સરળ ખૂણો એક 180 અંશ નો ખૂણો છે. એક સરળ ખૂણો કોઈ સીધી રેખા જેવો દેખાય છે. સરળ ખૂણાનો દાખલો નીચે આપેલ છે.

લઘુકોણ

લઘુકોણ એવા ખૂણો છે જેના અંશનું માપ 90 કરતા ઓછુ હોય. લઘુકોણનો દાખલો નીચે આપેલ છે.
જયારે આપણે લઘુકોણને કાટ ખૂણા સાથે સરખાવીએ, ત્યારે આપણે જોઈ શકીએ કે લઘુકોણ એ 90 કરતા ઓછો છે.

ગુરુકોણ

ગુરુકોણ એવો ખૂણો છે જેના અંશનું માપ 90 કરતા વધુ હોઈ પરંતુ 180 કરતા ઓછુ. ગુરુકોણનો દાખલો નીચે આપેલ છે.
જયારે આપણે ગુરુકોણને કાટ ખૂણા સાથે સરખાવીએ, ત્યારે આપણે જોઈ શકીએ કે લઘુકોણ એ 90 કરતા વધુ છે.
જયારે આપણે ગુરુકોણને સરળ ખૂણા સાથે સરખાવીએ, ત્યારે આપણે જોઈ શકીએ કે ગુરુકોણ એ 180 કરતા ઓછો છે.
આ પ્રકારના ખૂણા વિશે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.

મહાવરાનો ગણ 1: ખૂણા ઓળખો

પ્રશ્ન 1A
આપેલ ખૂણા લઘુકોણ, ગુરુકોણ કે સરળકોણ છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ પ્રકારના વધુ પ્રશ્નો અજમાવવા છે? તપાસો આ મહાવરો.

મહાવરાનો ગણ 2: આકૃતિઓ અને ચિત્રોમાં ખૂણાઓ

પ્રશ્ન 2A
નીચે આપેલ લીલા રંગમાં પ્રકાશિત કરેલ ખૂણો કયા પ્રકારનો છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ પ્રકારના વધુ પ્રશ્નો અજમાવવા છે? તપાસો આ મહાવરો.

મહાવરાનો ગણ 3: ખૂણાના પ્રકાર દોરવા

પ્રશ્ન 3A
A પર શિરોબિંદુ મુકવા, ખૂણાના શિરોબિંદુને ખસેડો.
ખૂણા પરના બીજા બિંદુને ખસેડીને એક એવું કિરણ બનાવો જે બિંદુ B માંથી પસાર થાય.
એક સરળકોણ બનાવવા એવું એક બીજું કિરણ મેળવો જે નામ ન ધરાવતા કોઈ એક કાળા બિંદુ માંથી પસાર કરો.
શિરોબિંદુ પાસે ચાંપની જે સંજ્ઞા છે તે દર્શાવે છે કે ખૂણાનું માપન થાય છે.

આ પ્રકારના વધુ પ્રશ્નો અજમાવવા છે? તપાસો આ મહાવરો.