મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
ખૂણા ઓળખવા
સેલે ડાયાગ્રામ અને આકૃતિમાં લઘુકોણ, ગુરુકોણ, અને કાટકોણ ઓળખી કાઢ્યા. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેની આકૃતિ જુઓ અને પ્રશ્નના ઉત્તર આપવાનો પ્રયત્ન કરો નીચે લીલા રંગમાં દર્શાવેલો ખૂણો કયા પ્રકારનો છે અહીં બે કીડી ખાઉં પ્રાણી કીડી તરફ જઈ રહ્યા હોય એવું લાગે છે આ કીડી ખાઉં પ્રાણી સીધું જ નીચેની તરફ જાય છે અને અહીં આ કીડી ખાઉં પ્રાણી સીધું જ ડાબી બાજુએ જાય છે હવે આ સીધું જ નીચે જાય છે અને આ સીધું જ ડાબી બાજુએ જાય છે માટે આ બંને વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય એટલે કે કાટખૂણો હોય એવું લાગે છે કારણ કે આ સીધું નીચે જાય છે અને આ સીધું ડાબી બાજુએ જાય છે જો મારે આ ત્રણ વિકલ્પ માંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવાનો હોય તો હું અહીં કાટકોણને પસંદ કરીશ જો અહીં આ બંને વચ્ચેનો ખૂણો લઘુકોણ હોત તો અહીં આ ખૂણો આના કરતા પણ નેનો હોત આ કીડી ખાઉં પ્રાણી કદાચ આ દિશા માંથી આવી રહ્યું હોય અને જો ગુરુકોન પ્રકારનો ખૂણો હોત તો અહીં આ બંને વચ્ચેનો ખૂણો આના કરતા પણ વધારે હોત તેથી આપણે કાટકોણ પસંદ કરીશું અને જવાબ ચકાસીશુ અહીં આપણો જવાબ સાચો છે આપણે થોડા અવધારે પ્રશ્ન ઉકેલીએ અહીં ખૂણો A કાયા પ્રકારનો ખૂણો છે અહીં ખૂણો A 90 અંશ કરતા નાનો છે જે તે 90 અંશ માટે તે લઘુકોણ થશે જો તેનું મૂલ્ય 90 અંશ હોય તો તે કાટકોણ થાય અનેજો તેનો મૂલ્ય 90 અંશ કરતા મોટું હોય તો તે ખૂણો ગુરુકોણ થાય માટે હું અહીં લઘુકોણ વિકલ્પને પસંદ કરીએ આપણે જવાબ ચકાસીએ હવે વધુ એક ઉદાહરણ જોઈએ આકૃતિમાં કયા ખૂણા લઘુકોણ છે લાગુ પડતા તમામ જવાબો પસંદ કરો યાદ કરીએ કે લઘુકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તે અહીં ખૂણો B અને ખૂણો D 90 અંશ કરતા મોટા લાગે છે પરંતુ ખૂણો A અને ખૂણો C 90 અંશ કરતા નાના હોય એવું લાગે છે તેથી આપણે ખૂણો A અને ખૂણો C પસંદ કરીશું જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ નીચે લીલા રંગમાં દર્શાવેલો ખૂણો કયા પ્રકારનો છે અહીં આ ખૂણો 90 અંશ કરતા મોટો છે જો આ ખૂણાનું માપ 90 અંશ હોત તો અહીં આ જે લીટી છે તે આ પ્રમાણે બહાર આવે માટે અહીં આ ખૂણો લઘુકોણ થાય આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને ખૂણા ઓળખતા આવળી ગયું હશે