મુખ્ય વિષયવસ્તુ
પરિકરનો ઉપયોગ કરીને ખૂણા માપવા 2
સેલ પરિકર દ્વારા ઘણા ખૂણાઓને માપે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વિડિઓમાં જુદાં જુદાં ખૂણાઓનું માપન કરીશું. તેના માટે આપણે આ કોણમાપકનો ઉપયોગ કરીશું.તમે જે રીતે કોણમાપકનો ઉપયોગ કરીને કોઇપણ ખૂણાને માપો છો,અહીં પણ તે જ રીતે કરવાનું છે.તમે અહીં આ કોણમાપકનું કેન્દ્ર છે એટલે કે અહીં આ બિંદુ તેને a બિંદુ આગળ મૂકો જ્યાં બે રેખાઓ છેદે છે.જ્યાં આ બે લીટીઓ છેદે છે.ત્યારબાદ આ કોણમાપકને એવી રીતે ફેરવો જેના કારણે આ 0 ની બાજુ આ બંને બાજુ માંથી કોઈપણ એક બાજુની ઉપર આવે તો હવે આપણે આ શૂન્યની ધારને આ લીટી પર મૂકીશું તેના માટે હું કોણમાપક ને ફેરવીશ કંઈક આ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કઈંક આ રીતે,તમે અહીં શૂન્યની બાજુને તદ્દન આ લીટીની ઉપર જોઈ શકો હવે તમે અહીં જોઈ શકો કે આ જે બીજી બાજુ છે તે 90 અંશના ખૂણે છે માટે આપણે અહીં જે ખૂણાનું માપ શોધવાનું પ્રયત્ન કરી રહ્યા છીએ તે 90 અંશનો ખૂણો છે તો આપણે અહીં જવાબ તરીકે 90 અંશ લખીશું. આપણે જવાબ ચકાસીએ અને હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ.હું અહીં આના કેટલાંક ઉદાહરણ કરીશ તો ફરીથી આ કોણમાપકના કેન્દ્રને આ બંને લીટીઓ જ્યાં છેદે છે તે બિંદુ આગળ મૂકીશું. આ પ્રમાણે, ત્યારબાદ તેની આ શૂન્ય તરફની બાજુને આ બંને લીટીઓમાંથી કોઈપણ એક લીટીની ઉપર મૂકીએ.આપણે તેને કંઈક આ પ્રમાણે મૂકીશું.આ રીતે, તમે અહીં જોઈ શકો કે હવે આપણું કોણમાપક આ ખૂણાની ઉપર છે હવે આ બીજી લીટી કયા માપ આગળ આવે છે? તે જોઈએ તમે અહીં જોઈ શકો કે 20 અને 30 ની વચ્ચે અડધે છે એટલે કે આ ખૂણાનું માપ 25 થાય. આપણે જવાબ લખીને ચકાસીએ.વધુ એક ઉદાહરણ જોઈએ,અહીં પણ આપણે તે જ પ્રમાણે કરીશું.આ કોણમાપકના કેન્દ્રને બે લીટીઓના છેદબિંદુ આગળ મૂકીશું.ત્યારબાદ આ શૂન્ય તરફની બાજુને આ લીટી પર મૂકીશું.કઈંક આ પ્રમાણે,આ રીતે, હવે જો તમે આ બીજીબાજુને જોશો તો તે 160 અને 170 ની વચ્ચે છે એટલે કે આ ખૂણાનું માપ 165 અંશ હોય એવું લાગે છે તમે અહીં એ પણ જોઈ શકો કે જેમ જેમ ખૂણાનું માપ વધારે તેમ તેમ આ બંને કિરણો વચ્ચેની જગ્યા વધારે છે તો આપણે અહીં 165 અંશ લખીએ અને જવાબદાર ચકાસીએ.હવે આપણે એક વધારે ઉદાહરણ જોઈએ હવે હું તમને એ બતાવીશ કે તમારે શું નથી કરવાનું? તેના માટે આપણે કોણમાપકના કેન્દ્રને આ બંને લીટી જ્યાં છેદે છે ત્યાં જ મૂકીશું.આ પ્રમાણે પરંતુ હવે તમે કદાચ એ વિચારો કે આપણે આ શૂન્ય તરફની બાજુને આ બાજુએ મૂકીએ.કંઈક આ પ્રમાણે, તમે કદાચ તેને આ પ્રમાણે મૂકવા માંગો પરંતુ તમે અહીં જોઈ શકો કે કોણમાપકમાં ખૂણાનો સમાવેશ થતો નથી પરિણામે તમે આ ખૂણાનું માપન કરી શકશો નહિ.અહીં તમને જે બહારની તરફ મળે છે તે પણ ખૂણો જ છે પરંતુ આપણને પ્રશ્નમાં તે પૂછવામાં આવ્યું નથી તો આપણે આ કોણમાપકને થોડું ફેરવીશું અને આપણે તેને આ પ્રમાણે મૂકીશું,કઈંક આ રીતે,હવે તમે અહીં જોઈ શકો કે આપણને જે ખૂણો મળે છે તે 100 અંશનો છે માટે અહીં 100 લખીએ.જવાબ ચકાસીએ.આશા છે કે તમને સમજ પડી ગઈ હશે.