If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વર્તુળના ક્ષેત્રફ્ળનું પુનરાવર્તન

વર્તુળના ક્ષેત્રફ્ળનું પુનરાવર્તન કરો, અને કેટલાક મહાવરાના પ્રશ્ન માટે પ્રયત્ન કરો.

વર્તુળનું ક્ષેત્રફળ

વર્તુળનું ક્ષેત્રફળ એ વર્તુળ દ્વારા રોકાયેલ જગ્યા દર્શાવે છે. આપણે તેને વર્તુળની અંદર રહેલી કુલ જગ્યા તરીકે પણ વિચારી શકીએ.
વર્તુળનું ક્ષેત્રફળ શોધવા, આપણે નીચે આપેલ સૂત્રનો ઉપયોગ કરી શકીએ:
વર્તુળનું ક્ષેત્રફળ=π×ત્રિજ્યા2
વર્તુળને લગતા શબ્દો (જેવા કે પાઇ, ત્રિજ્યા, અને વ્યાસ) ની સમજ મેળવવી છે? ચકાસો આ આર્ટિકલ અથવા આ વિડીયો.
વર્તુળના ક્ષેત્રફળ વિશે વધુ શીખવા માંગો છો? ચકાસો આ વિડીયો.

ઉદાહરણ 1: ત્રિજ્યા આપેલ હોય ત્યારે ક્ષેત્રફળ શોધવું

ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળનું ક્ષેત્રફળ શોધો.
વર્તુળના ક્ષેત્રફળ માટેનું સમીકરણ છે:
A=πr2
A=π52
A=π25
આપણે અહીં પૂરું કરી શકીએ અને આપણો જવાબ 25π તરીકે લખી શકીએ. અથવા π માટે 3.14 કિંમત મૂકીએ અને ગુણાકાર કરીએ.
A=3.1425
A=78.5 ચોરસ એકમ
વર્તુળનું ક્ષેત્રફળ 25π ચોરસ એકમ છે અથવા 78.5 ચોરસ એકમ છે.

ઉદાહરણ 2: વ્યાસ આપેલ હોય ત્યારે ક્ષેત્રફળ શોધવું

વ્યાસ 16 હોય તેવા વર્તુળનું પરિઘ શોધો.
સૌ પ્રથમ, ત્રિજ્યા શોધીએ:
r=d2r=162r=8
હવે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ.
વર્તુળના ક્ષેત્રફળ માટેનું સમીકરણ છે:
A=πr2
A=π82
A=π64
આપણે અહીં પૂરું કરી શકીએ અને આપણો જવાબ 64π તરીકે લખી શકીએ. અથવા π માટે 3.14 કિંમત મૂકીએ અને ગુણાકાર કરીએ.
A=3.1464
A=200.96 ચોરસ એકમ
વર્તુળનું ક્ષેત્રફળ 64π ચોરસ એકમ છે અથવા 200.96 ચોરસ એકમ છે.

મહાવરો

પ્રશ્ન 1
7 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો.
π ના સંદર્ભમાં ચોક્કસ જવાબ લખો અથવા π માટે 3.14 નો ઉપયોગ કરો અને દશાંશ તરીકે તમારો જવાબ લખો.
એકમ2

વર્તુળના ક્ષેત્રફળના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? ચકાસો આ સ્વાધ્યાય.