If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પરિઘનું પુનરાવર્તન

પરિઘના પાયાનું પુનરાવર્તન કરો અને કેટલાક પ્રશ્નનો મહાવરો કરવાનો પ્રયત્ન કરો.

પરિઘ શું છે?

પરિઘ એટલે વર્તુળને ફરતું અંતર (તેની પરિમિતિ!)
Want a review of circle vocabulary terms (like pi, radius, and diameter)? ચકાસો આ વિડીયો.

વર્તુળનું પરિઘ શોધવું

વર્તુળનું પરિઘ શોધવા, આપણે નીચેનામાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ:
પરિઘ=π×વ્યાસ
પરિઘ=2×π×ત્રિજયા
આ સૂત્રો શા માટે કામ કરે છે તે જાણવા માંગો છો? ચકાસો આ આર્ટિકલ.

ઉદાહરણ 1: વ્યાસ આપેલ હોય ત્યારે પરિઘ શોધવું

વ્યાસ 3 હોય તેવા વર્તુળનું પરિઘ શોધો.
વ્યાસનો ઉપયોગ થતો હોય તેવું પરિઘનું સૂત્ર છે:
C=πd
C=π3
C=3π
આપણે અહીં પૂરું કરી શકીએ અને આપણો જવાબ 3π તરીકે લખી શકીએ. અથવા π માટે 3.14 કિંમત મૂકી શકીએ.
C=3.143
C=9.42 એકમ
વર્તુળનું પરિઘ 3π એકમ અથવા 9.42 એકમ છે.

ઉદાહરણ 2: ત્રિજ્યા આપેલ હોય ત્યારે પરિઘ શોધવું

ત્રિજ્યા 8 હોય તેવા વર્તુળનું પરિઘ શોધો.
ત્રિજ્યાનો ઉપયોગ થતો હોય તેવું પરિઘનું સૂત્ર છે:
C=2πr
C=2π8
C=16π
આપણે અહીં પૂરું કરી શકીએ અને આપણો જવાબ 16π તરીકે લખી શકીએ. અથવા π માટે 3.14 કિંમત મૂકી શકીએ.
C=3.1416
C=50.24 એકમ
વર્તુળનું પરિઘ 16π એકમ અથવા 50.24 એકમ છે.

અભ્યાસ

પ્રશ્ન 1
ધારો કે વર્તુળની ત્રિજ્યા 5 છે. તેનું પરિઘ શું છે?
π ના સંદર્ભમાં ચોક્કસ જવાબ દાખલ કરો અથવા π માટે 3.14 નો ઉપયોગ કરો અને દશાંશ તરીકે તમારો જવાબ દાખલ કરો.

વર્તુળના પરિઘના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? ચકાસો આ સ્વાધ્યાય.