If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પતંગનું ક્ષેત્રફળ

પતંગનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય તે શીખો. પતંગ એક પ્રકારનો ચતુષ્કોણ છે જે તેના કોઈપણ એક વિકર્ણ ફરતે સંમિત છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય ? આ આકૃતિને કોઈક વખત પતંગ પણ કહેવાય છે. પતંગ કે જેને આપણે આકાશમાં ઉડાવીએ છીએ. અને બીજી રીતે વિચારીએ તો,પતંગએ એક પ્રકારનો ચતુષ્કોણ છે કે જે વિકર્ણોની આસપાસ સપ્રમાણ એટલે કે સરખું છે . અહીં આ ચતુષ્કોણનો વિકર્ણ છે અને તે આ વિકર્ણની આસપાસ સપ્રમાણ છે એટલે કે આ ઉપર અને નીચેનો ભાગ અરીસામાં મળતાં પ્રતિબીંબ જેવો છે તો વિચારો કે જો આપણને પતંગની પહોળાઈ અને ઊંચાઈ આપવામાં આવી હોય તો તેનું ક્ષેત્રફળ કઈ રીતે કઈ રીતે શોધીશકાય અથવા આ રીતે પણ લઇ શકાય. આ 14 સેન્ટિમીટર તેની  ઊંચાઈ છે , અને આ 8 સેન્ટિમીટર તેની પહોળાઈ છે. તો આ બને માપ પરથી તેનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય અને તે કરવા માટે, આપણે પતંગના અડધા ભાગને કોપી અને પેસ્ટ કરીએ છીએ આ પતંગ નો અડધો ભાગ છે જેને હું અહીં મુકું છું હવે આપણે પતંગનાં ઉપરનાં અડધા ભાગને લઈએ આમ, આપણી પાસે આ અધડો લાલ ભાગ છે. કે જેમાં રંગ પૂરું છું આ લાલ રંગ નો અડધો ભાગ છે  અને આપણે આ લીટી ફરીથી દોરીએ કે તેથી તે સરળતાથી અલગ દેખાઈ આવે આ લીલા રંગની લીટી છે આ લીટી ને લીલા રંગ થી દર્શાવ્યું આ લીટી ને જાંબલી રંગ થી દર્શાવેલ છે આમ આપણો લાલ રંગ નો અલગ ભાગ છે જેને આપણે અહીં દર્શાવેલ છે આ ઉપર નો લાલ ભાગ છે અને આપણે આ ત્રિકોણને ભૂરા રંગ વડે દર્શાવીએ આ બીજો ત્રિકોણ છે જેને આપણે ભૂરા રંગ વડે દર્શાવીએ છે તે ત્રિકોણ પતંગ નો ઉપરનો ભાગ છે આપણે આ નીચેની લીટી ને કેસરી રંગ વડે દર્શાવીએ ચાલો, આપણે આ લાલ ત્રિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. વિચારો કે આ ત્રિકોણને આપણે ઊલટાવીએ અને તેને નીચે લાવીએ તો,તે શેનાં જેવો દેખાશે આમ, કરવાથી આ લીલી બાજુ અહીં આવશે. ને જાંબલી બાજુ અહીં આવશે. અને આપણો લાલ ત્રિકોણ કંઈક આવો દેખાશે. આ આપણો લાલ ત્રિકોણછે. ચાલો, હવે આ જ બાબત આપણે આ ભૂરા ત્રિકોણ માટે કરીએ. તેને પણ ઉલટાવીને નીચે લાવીએ એટલે કે તેને ફેરવી દઈએ,  અને નીચે અહીં લાવીએ  તો આ લીલી બાજુ અહીં આવશે. અને આ કેસરી બાજુ અહીંઆવશે. અને આપણો ભૂરો ત્રિકોણ કંઈક આ રીતે દેખાશે અને આવું ખરેખર થઇ શકે છે આ આપણો ભૂરો ત્રિકોણ છે. કારણ કે આ આકાર તેનાં વિકર્ણોની આસપાસ સપ્રમાણ છે. તેથી આ લંબાઈ અને આ લંબાઈ સમાન થાય માટે તે સંપૂર્ણપણે અહીં બંધબેસે છે આપણે જે અહીં બનાવ્યું તે એક લંબચોરસ છે. જેની લંબાઈ 14 સેન્ટિમીટર છે. તેથી આ માપ 14 સેન્ટિમીટર થાય 4 સેન્ટિમીટર અનેહોળાઈ 8 સેન્ટિમીટરછે. પરંતુ આ પહોળાઈ નું અડઘું હોવાથી આ માપ 4 સેન્ટિમીટર થશે આમ,4 સેન્ટિમીટર એ તેની પહોળાઈ છે ને આપણને તેનું ક્ષેત્રફળ શોધતાં આવડે છે. તેથી A બરાબર 4 સેન્ટિમીટર ગુણિયાં 14 સેન્ટિમીટર બરાબર,4 ચોક 56 ચોરસ સેન્ટિમીટર અથવા સેન્ટિમીટર નો વર્ગ આમ, પતંગનું કુલ ક્ષેત્રફળ,પહોળાઈનું અડધું ગુણ્યાં લંબાઈ જેટલું થાય.