મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 5
Lesson 3: પરિમિતિ- પરિમિતિ: પરિચય
- ક્ષેત્રફળ અને પરિમિતિનો ખ્યાલ
- આકારની પરિમિતિ
- ચોરસ એકમની ગણતરી કરીને પરિમિતિ શોધો
- એકમની ગણતરી વડે પરિમિતિ શોધો
- જ્યારે બાજુની લંબાઈ ખૂટતી હોય ત્યારે પરિમિતિ શોધવી
- જ્યારે બાજુની લંબાઈ આપવામાં આવી હોય ત્યારે પરિમિતિ શોધો
- જ્યારે બાજુની લંબાઈ ખૂટતી હોય ત્યારે પરિમિતિ શોધવી
- જ્યારે પરિમિતિ આપેલ હોય ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
- જ્યારે પરિમિતિ આપેલ હોય ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
- ક્ષેત્રફળ અને પરિમિતિના વ્યવહારિક પ્રશ્ન
- પરિમિતિ સમીક્ષા
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
આકારની પરિમિતિ
સલ વિવિધ આકારની પરિમિતિ શોધે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેની જાળીઓનું દરેક ચોરસ એક ચોરસ એકમ છે તો લંબચોરસની પરિમિતિ શું થાય લંબચોરસની પરિમિતિ શોધવા આપણે આ દરેક ભૂરી લીટીની લંબાઇઓનો સરવાળો કરવાનો છે અને તેઓ એ આ દરેક ભૂરી લીટીને એક જાળી પર મુકેલી છે આપણને કહેવામાં આવ્યું છે કે આ દરેક ચોરસ એક ચોરસ એકમનું છે એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એક એકમ છે તો આપણે અહીંથી ગણતરી કરવાની શરૂઆત કરીએ આપણે એ વાતની ખાતરી રાખવાની છે કે આપણે કોઈ પણ લીટીની બે વાર ગણતરી ન કરીએ માટે આ લંબચોરસની પરિમિતિ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 ,11 ,12 ,13 ,14 ,15 ,16 એકમ જેટલી છે અહીં આપણે 16 લખીશું અથવા આપણે પરિમિતિ બીજી રીતે પણ શોધી શકીએ તમે આ દરેક બાજુની લંબાઇઓનો સરવાળો કરી શકો આ બાજુની લંબાઈ 2 થશે તેવી જ રીતે આ બાજુની લંબાઈ પણ 2 થાય અહીં આ બાજુની લંબાઈ 6 એકમ થાય અને આ બાજુની લંબાઈ 6 એકમ થાય માટે 2 + 2 + 6 + 6 જેના બરાબર આપણને 16 એકમ મળે તો અહીં આપનો જવાબ 16 એકમ થશે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં આ ભૂરા ચોરસની પરિમિતિ શું છે જો આપણે ચોરસની આ બાજુને જોઈએ તો તેની આ બાજુની લંબાઈ 5 એકમ છે અને વ્યાખ્યા પ્રમાણે આપણે જાણીએ છીએ કે ચોરસની દરેક બાજુની લંબાઈ સમાન હોય છે ચોરસની 4 બાજુ હોય છે અને તે દરેક બાજુની લંબાઈ 5 એકમ છે તેથી આપણે કહી શકીએ કે આ ચોરસની પરિમિતિ 5 + 5 + 5 + 5 થશે અથવા તેની પરિમિતિ 4 ગુણ્યાં 5 એકમ થાય માટે અહીં આપણો જવાબ 20 એકમ છે જવાબ ચકાસીએ અને વધુ એક ઉદાહરણ જોઈએ અહીં આ લંબચોરસની પરિમિતિ શું થાય જો આપણે લંબચોરસની આ બાજુ જોઈએ તો તે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 એકમ લાંબી છે તેવી જ રીતે અહીં આ બાજુ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 એકમ લાંબી છે આમ લંબચોરસની પરિમિતિ 9 એકમ + 8 એકમ + 9 એકમ + 8 એકમ થશે માટે અહીં આ લંબચોરસની પરિમીરી 34 એકમ થાય જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે