મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 5
Lesson 1: ક્ષેત્રફળ શોધવા માટે ચોરસ એકમની ગણતરીવિવિધ ચોરસ એકમ દ્વારા લંબચોરસ માપવા
સલ વિવિધ એકમો સાથેના એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણી પાસે બે એક સરખા લંબચોરસ છે . અને આપણે એ માપવાનું છે કે ,તે દરેક આ સ્ક્રીન પર કેટલી જગ્યા રોકે છે . જે આપણે બે જુદા જુદા એકમ લઈને કરીશુ . સ્પષ્ટ રૂપે આ બને સરખા લબચોરસ છે કે જે એક સરખા જ્થ્થામાં જગ્યા રોકે છે તેમનું ક્ષેત્રફળ એક સરખું થશે . પરંતુ , આપણે તેમનું ક્ષેત્રફળ જુદા જુદા એકમ દ્વરા માપવાનું છે . સોપ્રથમ આ આકૃતિ ની લંબાઈ1 ફૂટ છે . અને પહોળાઈપણ 1 ફૂટ છે . તેથીચોરસ નો અર્થ થાય , કે તેમાં સરખી લંબાઈ અને સરખીપહોળાઈ દરેક ના પરિણામ એટલે કે માપ 1 છે તેથી આ એક ચોરસ ફૂટ છે તો ચાલો હવે આપણે જોઈએ કે ,કેટલા ચોરસ આ લંબચોરસ માં બધ બેસે છે . આપણે ખરેખર તો તેનું ચોરસ ફિટ માં ક્ષેત્રફળ માપી રહયા છીએ . આપણે આને એકબીજા પર ઢંકાય નહીં તે રીતે મુકીશું આ 1 ,આ 2 ,આ 3 ,આ 4 , 5 અને 6 . 6 પ્રથમ હરોળ માં અને પછી 7 , 8 , 9 , 10 , 11 અને 12 બીજી હરોળ . તે આ નીચેના લંબચોરસ જેવો દેખાય છે હવે જો હું ચોરસ ફિટ માં માપું , તો આ ક્ષેત્રફળ બરાબર , તો આપણી પાસે છે , 1 , 2 , 3 , 4 , 5 , 6 , 7 , 8 , 9 , 10 , 11 ,અને 12 ચોરસ ફિટ . ક્ષેત્રફળ બરાબર12 ચોરસ ફિટ . હવે , આપણે એ જ ક્ષેત્રફળ બીજા એકમ દ્વરા માપી એ . આપણે જરા જુદી રીતે કરીએ . આ વિડીયો પૂરતું આપણે તેને (Furgle) કહીશું Furgle એટલે 1 પરિમાણ માટે ફૂટ નું બમણું . એટલે ફૂટ બે ગણું આપણે આ અંતર ને Furgle કહીએ . એક Furgle . આ શબ્દ ફક્ત આ વિડીયો માટે જ બનાવ્યો છે . આમ ,પહોળાઈ એક Furgle છે . અને લંબાઈ એક Furgle છે . તેથી આ ચોરસ 1 ચોરસ Furgle છે . હવે જોઈએ કે ,આનું ક્ષેત્રફળ એટલે કે , આ 12 ચોરસ ફિટ જેટલા ક્ષેત્રફળ માટે કેટલા ચોરસ Furgle અહીં મળશે આમ , આ એક ચોરસ Furgle ,આ બીજો ચોરસ Furgle,અને ત્રીજો ચોરસ Furgle , તેથી આપણે ને 1 , 2 , 3 અને ચોરસ Furgle મળે છે માટે , ક્ષેત્રફળ બરાબર , 3 ચોરસ Furgle અહીં ફરીથી યાદ રાખો કે Furgle એવો કોઈ શબ્દ નથી પરંતુ આ વિડિઓ પરંતુ બનાવવામાં આવ્યો છે Furgle બરાબર ફૂટ નું બમણું હું ઇચ્છુ છું કે તમે વિચારોકે ,કેટલા ચોરસ ફિટ બરાબર એક ચોરસ Furgle થાય ?