મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 5
Lesson 4: સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળસમાંતરબાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધવી
જયારે ક્ષેત્રફળ અને પાયાની લંબાઈ આપેલી હોય ત્યારે સમાંતરબાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચે દર્શાવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ અથવા 24 એકમનો વર્ગ છે ખૂટતી ઊંચાઈ શોધો તો અહીં આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પેરેલેલો ગ્રામ અહીં આ બાજુની લંબાઈ 6 છે આ બાજુની લંબાઈ 5 છે અને આપણે આ ખૂટતી ઊંચાઈ શોધવાની છે આપણને તેનું ક્ષેત્રફળ આપવામાં આવે છે તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો અહીં સૌથી મહત્વની બાબત એ છે કે ક્ષેત્રફળને પાયો અને ઊંચાઈ સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય તેને ઉકેલવા માટેની મહત્વની ચાવી એ છે કે ક્ષેત્રફળને પાયો અને ઊંચાઈ સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણનું ચતુષ્કોણ એટલે કે એરિયા બરાબર પાયો ગુણ્યાં ઊંચાઈ થશે પાયો ગુણ્યાં ઊંચાઈ હવે અહીં આ પ્રશ્નમાં પાયો કયો થાય તમે આ લંબાઈને પાયા તરીકે જોઈ શકો જેના બરાબર આ બાજુની લંબાઈ થશે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ એક સમાન હોય છે સામસામેની બાજુઓની લંબાઈ એક સમાન હોય છે સમાંતર બાજુઓની લંબાઈ સમાન હોય છે માટે આ બાજુની લંબાઈ 6 થશે અને અહીં આ પાયો 6 થાય હવે આપણે આ ઊંચાઈ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હું ઉંચાઈની જગ્યાએ h લખીશ જે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ આપણને ક્ષેત્રફળ આપવામાં આવ્યું છે અહીં તેનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ છે આમ 24 = 6 ગુણ્યાં ઊંચાઈ 24 6 ગુણ્યાં કેટલા કરીએ તો આપણને 24 મળે 6 ગુણ્યાં 4 બરાબર 24 થાય માટે આપણે અહીં કહી શકીએ કે h = 4 એકમ થાય ઊંચાઈ 4 એકમ થશે