If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

યામ સમતલના આલેખનના વ્યવહારિક કોયડા

સલમાન યામ સમતલના ચરણ 1 પરના બિંદુ વચ્ચેના અંતરને સમાવતા વ્યવહારિક કોયડાને ઉકેલે છે.   સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને કહેવામાં આવ્યું છે કે અમુલ આઈસ્ક્રીમ તેની નવી દુકાન અમદાવાદ અને વડોદરા શહેરની બરાબર વચ્ચે બનાવવા માંગે છે અમદાવાદ 2 ,4 પાર સ્થિતિ છે અને વડોદરા 12 ,4 પર સ્થિત છે યાં સમતલ પર અમદાવાદ વડોદરા અને નવી આઈસ્ક્રીમની દુકાન દર્શાવો અહીં અમદાવાદ 2 ,4 પાર સ્થિત છે એટલે કે તેનો x યામ 2 છે અને y આમ 4 છે આપણે ઉગામ બિંદુથી શરૂઆત કરીને બે એકમ જમણી બાજુ અને પછી ચાર એકમ ઉપરની તરફ જઈશું અહીં આ અમદાવાદની દુકાનનું સ્થાન દર્શાવે છે અને તેવી જ રીતે વડોદરાની દુકાન 12 ,4 પર સ્થિત છે તેથી તેનો x યામ 12 અને y યામ 4 થશે x યામ 12 અને y યામ 4 થશે અને હવે તે પોતાની દુકાન અહીં આ વડોદરાની દુકાનનું સ્થાન દર્શાવે છે અને હવે તે પોતાની નવી દુકાન બરાબર આ બંને શહેરની વચ્ચે બનાવવા માંગે છે તમે અહીં યામ સમતલ પર આ બંને શહેર વચ્ચેના અંતરની ગણતરી કરી શકો તેને કરવા માટેની બે રીત છે આપણે આ ચોરસની ગણતરી કરી શકીએ અહીં 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 એકમ જેટલો તફાવત છે અથવા અહીં આ બંને બિંદુના y યામ એક સમાન છે તેથી તમે તેમના x યામનો તફાવત લઇ શકો તે બંનેના x યામનો તફાવત 12 - 2 એટલે કે 10 થશે અને હવે 10 નું અડધું 5 થાય કારણ કે અમુલ આઈસ્ક્રીમ તેની નવી દુકાન આ બંને શહેરોની બરાબર વચ્ચે બનાવવા માંગે છે આપણે અહીંથી શરૂઆત કરીએ 1 ,2 ,3 ,4 ,5 માટે અમુલ આઇસ્ક્રીમે તેની નવી દુકાન અહીં બનાવી જોઈએ એ અમદાવાદ અને વડોદરા શહેરની બરાબર વચ્ચે છે અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે અમુલ આઈસ્ક્રીમને તેની નવી દુકાન કયા યામ પર બનાવી જોઈએ તમે અહીં જોઈ શકો કે તેનો x યામ 7 છે અને y યામ 4 છે x યામ 7 અને y યામ 4 છે જવાબ ચકાસીએ વધુ એક ઉદા જોઈએ બીજલ 10 કિમિ દોડમાં ભાગ લેવા માટે ઉત્સાહી છે દોડ આયોજકોએ દોડવાનો રસ્તો યામ સમતલ પર દર્શવયો છે પ્રારંભિક બિંદુ 4 ,1 છે અંતિમ બિંદુ 4 ,11 છે અને બીજલના પરિવારે 4 ,4 પાર ઉભા રહેવાનો નક્કી કર્યો છે યામ સમતલ પર પ્રારંભિક બિંદુ અંતિમ બિંદુ અને બીજલનો પરિવાર જ્યાં ઉભો છે તે જગ્યા દર્શાવો અહીં પ્રારંભીક બિંદુ 4 ,1 છે તેથી આપણે તેથી x યામ 4 છે અને y યામ 1 છે કંઈક આ પ્રમાણે અંતિમ બિંદુ 4 ,11 છે x યામ 4 છે અને y યામ 11 છે આ પ્રમાણે અને બીજલનો પરિવાર 4 ,4 પર ઉભો રહ્યો છે તેથી બિંદુ 4 ,4 અહીં આવે હવે તેઓ આપણને પૂછે છે કે બીજલ દોડમાં ક્યાં હશે જયારે તે તેના પરિવાર પાસે પહોંચશે તમે અહીં જોઈ શકો કે દોડમાં પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 અને 10 એકમ છે જયારે બીજલનો પરિવાર 1 ,2 અને 3 એકમ આગળ ઉભો છે તેથી બીજલ જયારે તેના પરિવાર પાસે પહોંચે ત્યારે તે દોડમાં અડધા રસ્તા કરતા ઓછા અંતરે હશે આશા છે કે તમને સમજાઈ ગયું હશે.