If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

યામ સમતલ: બિંદુઓનું આલેખન કરવું

સલમાન ક્રમ્યુક્ત જોડનું આલેખન કરે છે, જેમકે યામ સમતલ પર ચરણ 1 માં (8, 10). સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને અહી કહેવામાં આવ્યું છે કે બિંદુ 3 ,4 નું નિરૂપણ કરો અહી આ ક્રમ્યુક્ત જોડમાં જે પ્રથમ સંખ્યા છે તે x યામ દર્શાવે છે તે આપણને જણાવે છે કે આપણે x દિશામાં કેટલા એકમ ખસવાનું છે આ સંખ્યા ધન 3 છે તેથી આપણે x દિશામાં જમણી બાજુ 3 એકમ ખાસીશું હવે આ ક્રમ યુક્ત જોડમાં જે બીજી સંખ્યા છે તે y યામ છે આપણે y દિશામાં કેટલા એકમ ખસવું જોઈએ તે આપણને દર્શાવે છે તે અહી ધન 4 છે આ સંખ્યા ધન હોવાથી આપણે ઉપરની દિશામાં જઈશું આપણે ઉપરની દિશામાં 4 એકમ જઈએ તમે આ બિંદુનું નિરૂપણ બીજી રીતે પણ કરી શકો અહી તેનો y યામ 4 છે તેથી આપણે ઉગમ બિંદુથી ઉપરની દિશામાં ચાર એકમ જઈશું અને પછી તેનો x યામ ત્રણ છે એટલે કે આપણે આ સ્થાનથી જમણી બાજુએ 3 એકમ જઈશું તમે અહી જોઈ શકો કે હું જમણી દિશામાં ત્રણ એકમ ખસી 1 ,2 ,3 અને પછી ઉપરની તરફ ચાર એકમ 1 , 2, 3, 4 તમે કદાચ ત્રણ એકમ ઉપરની બાજુ અને 4 એકમ જમણી બાજુ ખસવા માંગો જેનાથી તમને આ બિંદુ મળી શકે પરંતુ તેનો અર્થ એ થશે કે તમે તમારા x યામ અને y યામને મિશ્ર કરી દિશા છે તમે તેમાં મૂંઝવણ અનુભવો છો આ ત્રણ આપણને દર્શાવે છે કે આપણે સમ્ક્ષિતિજ દિશામાં કેટલું ખસવું જોઈએ અને 4 આપણને દર્શાવે છે કે આપણે શીરોલંબ દિશામાં કેટલું ખસવું જોઈએ હવે આપણે જવાબ ચકાસીએ બીજા કટલાક ઉદાહરણ જોઈશું બિંદુ 1 ,5 નું નિરૂપણ કરો ફરીથી ક્રમ યુક્ત જોડમાં પહેલી સંખ્યા x યામ દર્શાવે છે આપણે સમ્ક્ષિતિજ દિશામાં કેટલું ખસવું જોઈએ તે બતાવે અહી આ સંખ્યા ધન છે તેથી આપણે ઉગામ બિંદુથી જમણી બાજુ એક એકમ ખાસીશું ક્રમ યુક્ત જોડમાં બીજી સંખ્યા y યામ દર્શાવે શીરોલંબ દિશામાં કેટલુ ખસવું જોઈએ તે દર્શાવે અહી આ સંખ્યા ધન છે તેથી આપણે ઉપરની દિશામાં 5 એકમ જઈશું બિંદુ 1 ,5 આ થાય જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ બિંદુ 9 ,6 નું નિરૂપણ કરો 9 દર્શાવે છે કે આપણે સમક્ષિતિજ દિશામાં 9 એકમ જમણી બાજુ જઈશું અને આ 6 y યામ છે તે દર્શાવે છે કે આપણે ઉપરની દિશામાં 6 એકમ જઈએ 1 ,2 ,3,4,5,6 અહી x યામ કયો છે અને y યામ કયો છે અથવા સમક્ષિતિજ દિશામાં કેટલું ખસવાનું છે અને શીરોલંબ દિશામાં કેટલું ખસવાનું છે તે સમજવું ઘણું અગત્યનું છે અહી મારો y યામ 6 છે તેથી હું ઉગામ બિંદુથી ઉપરની દિશામાં 6 એકમ જઈશ અને પછી એક x યામ 9 છે તેથી હું જમણી દિશામાં 9 એકમ જઈશ જેનાથી મને આ જ સમાન બિંદુ મળે અહી આ યામ સમતલમાં ચોક્કસ એક બિંદુ દર્શાવે છે