મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
સમાંતર રેખાખંડ દોરવો
સેલ આપેલ બિંદુ સાથે સમાંતર રેખાખંડ દોરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
બિંદુઓની કોઈ પણ જોડને રેખાખંડ દ્વારા જોડી શકાય છે તે સાચું છે કાળા ટપકાઓની બે જોડને એ રીતે જોડો જેથી બે સમાંતર રેખા ખંડણી રચના થાય તો આપણે અહીં આ બિંદુને અહીં જોડીશું તેમજ આ બિંદુને અહીં મુકીશું રેખાખંડ ના આ બિંદુને અહીં મુકીશું અને આ બિંદુને આ ટપકા પર મુકીશું હવે તેઓ એક બીજાને સમાંતર હોય તેવું લાગે છે હવે જો આપણે રેખાખંડને બીજી રીતે દોરીએ એટલે કે અહીં રેખાખંડના આ બિંદુને અહીં આ ટપકા પર દોરીએ અને આ રેખાખંડના આ બિંદુને આ ટપકા આગળ દોરીએ તો તેઓ એક બીજાને સમાંતર નથી જેમ જેમ તેઓ આગળ જશે તેમ તેમ તેઓ એક બીજાને છેડશે માટે આ સમાંતર રેખાખંડ નથી મેં તેને પહેલા જે પ્રમાણે દોર્યું હતું તે જ પ્રમાણે હું પાછું દોરીશ હું તેને આ પ્રમાણે દોરીશ અને હવે આ બે રેખાખંડ સમાંતર લાગે છે આમ અહીં આ રેખાખંડ છે કારણ કે તેને બે અંત્ય બિંદુઓ આવેલા છે અને આ રેખાખંડ કોઈ પણ દિશામાં આગળ વધતો નથી જો અહીં કિરણ હોત તો તેને એક અંત્ય બિંદુ હોય છે અને તે એક પરિમાણમાં આગળ વધે છે જો તે રેખા હોય તો તેને એક પણ અંત્ય બિંદુ હોતા નથી અને તે બંને પરિમાણમાં આગળ વધે છે તો હવે આપણે આપણા જવાબને ચકાસીએ હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કિરણને એ રીતે ખસેડો જેથી બિંદુ A પર અંત્ય બિંદુ આવે અહીં આ આપણું કિરણ છે કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે જે આ છે અને તે બિંદુ A પર આવવું જોઈએ આ પ્રમાણે અને તે અન્ય કાળા ટપકાઓ પૈકી એક માંથી પસાર થાય તેમજ લીલા રેખાખંડને સમાંતર થાય તમે જોઈ શકો કે આ કિરણ અહીં આ ટપકા માંથી પસાર થાય છે અને તે આ લીલા રેખાખંડને સમાંતર છે અને અન્ય કાળા ટપકાઓ પૈકી એક માંથી પસાર થાય તેમજ તે લીલા રેખાખંડને સમાંતર થાય જો હું તેને આ ટપકા માંથી પસાર કરું આ પ્રમાણે તો તે આ લીલા રેખાખંડને સમાંતર નથી તેવી જ રીતે જો હું તેને આ પ્રમાણે દોરું તો તે અહીં પણ આ લીલા રેખાખંડને સમાનાંતર નથી હવે જો આપણે તને આ બિંદુ માંથી પસાર કરીએ કંઈક આ પ્રમાણે તો તે આ લીલા રેખાખંડને સમાંતર થાય છે અહીં આ કિરણ છે માટે તે ફક્ત એક જ પરિમાણમાં આગળ વધે આપણે આપણો જવાબ ચકાસીએ