મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
સમાંતર અને લંબ રેખા પરિચય
સમાંતર રેખાઓ ક્યારેય છેદતી નથી, અને લંબ રેખાઓ 90 અંશના ખૂણે છેદે છે. સમાંતર અને લંબ રેખાઓ કેવી રીતે ઓળખવી તે જાણો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો આપણે બે બાબત વિશે વિચારીએ કે જે આપણે આખા ભૂમિતિમાં બધે જ જોઈશું અને ખરેખર ગણિતમાં પણ પ્રથમ બાબત એ લંબ છે સામાન્ય રીતે લોકો લંબ વિશે ચર્ચા કરતાં હોય છે. લંબ રેખાઓ લંબ રેખાઓ અને સમાંતર રેખાઓ સમાંતર રેખાઓ તેથી લંબ રેખાઓ એ એવી બે રેખાઓ છે જે કાટખૂણે છેદે છે હું શું કેહવા માગું છું, તે સમજીએ. ચાલો આ એક રેખા છે અને આ બીજી રેખા છે. આપણે કહીશું કે આ રેખાઓ જો કાટખૂણે છેદતી હશે, તો તેઓ લંબ રેખાઓ હશે તેઓ ખરેખર કાટખૂણે છેદે છે આ બાબત મુજબ તેઓ કાટખૂણે છેદે છે અને આ ખૂણાઓ, આ બે રેખાઓની વચ્ચે રચાય છે જે 90 અંશના છે જો આ પૈકી એક પણ ખૂણો 90 અંશનો હોય તો બાકીનાં બધા જ ખૂણાઓ 90 અંશના થાય. તેથી જો આ ખૂણો 90 અંશનો થાય, તો આ બંને રેખાઓ લંબ રેખાઓ થાય . જો આ ખૂણો 90 અંશ નો હોય આ ખૂણો પણ 90 અંશનો, આ ખૂણો પણ 90 અંશનો અને આ ખૂણો પણ 90 અંશનો જ થાય એટલે કે કોઈ પણ એક ખૂણો 90 અંશનો હશે, તો બાકીનાં બધા જ ખૂણા 90 અંશના થશે. અને તેથી આ રેખાઓ લંબ રેખાઓ છે હવે જો આપણી પાસે બે રેખાઓ દ્વિપરિમાણીય સમતલમાં હોય જેમકે કોઈ કાગળ કે પડદા પરની રેખાઓ કે જે, ક્યારેય એકબીજાને છેદતી નથી અને સરખા અંતર પર જ રહે છે તો તેઓ સમાંતર રેખાઓ થાય. ચાલો, આપણી પાસે આ એક રેખા છે અને આ બીજી રેખા છે આપણે અહીં તેને આ રીતે દોરી છે જે ક્યારેય એકબીજાને છેડતી નથી અને બંને એક જ સરખી દિશામાં આગળ વધે છે પરંતુ તેઓ એકબીજાથી થોડી અલગ છે એટલે કે છૂટી છે તેથી આ રેખાઓ સમાંતર રેખાઓ છે હવે જો આપણી પાસે બે રેખાઓ હોય અને તેઓ છેદતી હોય પરંતુ કાટખૂણે છેદતી ન હોય, તો ચાલો, મારી પાસે આ એક રેખા છે અને આ બીજી રેખા છે જે સ્પષ્ટરૂપે કાટખૂણે છેદતી નથી તેથી આપણે કહી શકીએ કે, આ રેખાઓ લંબ પણ નથી અને સમાંતર પણ નથી આ રેખાઓ ફક્ત એકબીજાને છેદે છે.