If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પરાવર્તનનું અવલોકન

પરાવર્તનની પાયાની બાબતોનું અવલોકન કરો, અને ત્યારબાદ થોડા પરાવર્તન કરો.

પરાવર્તન શું છે?

પ્રતિબિંબ એ એક પ્રકારનું રૂપાંતર છે જે આકૃતિના દરેક બિંદુને લે છે અને એક રેખા પરથી પરાવર્તિત કરે છે.
આ પરાવર્તન ABC ને પરાવર્તન રેખા પરથી ભૂરા ત્રિકોણ સાથે સાંકળે છે.
પરિણામે નવી આકૃતિ મળે છે, જેને પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબ એ મૂળ આકૃતિને એકરૂપ છે.
વિવિધ પ્રકારના રૂપાંતર વિશે જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.

પરાવર્તિત કરવું

પરાવર્તનની રેખા સામાન્ય રીતે y=mx+b સ્વરૂપમાં આપેલ હોય છે.
શરૂઆતની આકૃતિમાં દરેક બિંદુ એ પ્રતિબિંબના અનુરૂપ બિંદુની જેમ પરાવર્તનની રેખાથી સમાન લંબ અંતરે છે.
ઉદાહરણ:
રેખા y=x પર PQ ને પરાવર્તિત કરો.
સૌપ્રથમ, આપણે પરાવર્તનની રેખા y=x શોધીએ. ઢાળ 1 છે અને y અંતઃખંડ 0 છે.
PQ બનાવતા બિંદુઓ જયારે રેખા y=x પરથી પરાવર્તિત થાય, ત્યારે તેઓ રેખાની લંબ દિશામાં આગળ વધે છે અને રેખાની બીજી બાજુએ સમાન અંતરે દેખાય છે.
જુઓ કે રેખા y=x પરથી પરાવર્તનની બાબતમાં, દરેક બિંદુ (a,b) એ પ્રતિબિંબ બિંદુ (b,a) પર પરાવર્તિત થાય છે.
રેખા y=x પરથી થતું પરાવર્તન PQ ને નીચે આપેલ ભૂરી રેખા સાથે સાંકળે છે.
પરાવર્તન કઈ રીતે કરવું તે વિશે વધુ જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.

મહાવરો

પ્રશ્ન 1
રેખા y=x+1 પરથી થતા પરાવર્તન માટે MN નું પ્રતિબિંબ શોધવા "પરાવર્તન" ટૂલનો ઉપયોગ કરો.
Sorry, this part of the question is no longer available. 😅 Don't worry, you won't be graded on this part. Keep going!

આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? ચકાસો આ સ્વાધ્યાય.