મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:25

સપાટીનું ક્ષેત્રફળ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં અનાજના એક બોક્સનું પૃષ્ઠફળ શોધવાનું છે. અને તે શોધવાની ઘણી બધી રીતો છે. પ્રથમ રીત મુજબ આપણે બાજુઓ પરથી પૃષ્ઠફળ શોધવાનું છે. અને તેના પરથી વિચારવાનું છે કે, જે બાજુઓ આપણે નથી જોઈ શકતાં તે બાજુઓનું પૃષ્ઠફળ કેટલું થાય અને પછી તેમનો સરવાળો કરવાનોછે. ચાલો તો તે આપણે શરૂ કરીએ. બોક્ષની સામેની બાજુએ તેની ઊંચાઈ 20 સેન્ટિમીટરઅને પહોળાઈ 10 સેન્ટિમીટર છે. આ એક લંબચોરસ છે. તેનું ક્ષેત્રફળ શોધવા માટે,  20 સેન્ટિમીટર ગુણ્યાં 10 સેન્ટિમીટર કરવું પડે. જે 200 સેન્ટીમીટરનો વર્ગ તેથી હું અહીં સેમી નો વર્ગ લખીશ તેથી આગળના ભાગનું ક્ષેત્રફળ 200 મળે છે. હવે બીજી બાજુનું ક્ષેત્રફળ પણ આગળના ભાગનાં ક્ષેત્રફળ જેટલું જ થાય. જે આનો પાછળ નો ભાગ છે જે આપણે અહીં જોઈ સકતા નથીં તેથી વધુ 200 સેન્ટિમીટરનો વર્ગ જે પાછળના ભાગનું ક્ષેત્રફળ છે તોચાલો બોક્સના ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધીએ. ઉપરના ભાગ માટે બોક્ષ ત્રણ સેન્ટિમીટર ઊંડાઈ ધરાવે છે.  તેથી અહીં આ માપ ત્રણ સેન્ટિમીટર થશે એટલે કે તે 3 સેન્ટિમીટર ઊંડું છે અને 10 સેન્ટિમીટર પહોળું છે. તેથી ઉપરના ભાગનું ક્ષેત્રફળ 10 સેન્ટિમીટર ગુણ્યાં 3 સેન્ટિમીટર થાય. તેના બરાબર 30 સેન્ટીમીટરનો વર્ગ થાય. તેથી બોક્સના ઉપરના ભાગનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટરનો વર્ગ  હવે બોક્સના નીચેના ભાગનું ક્ષેત્રફળ તેના જેટલું જ થાય. તે ભાગ આપણે જોઈ શકતા નથી તેથી વધુ 30 સેન્ટીમીટરનો વર્ગ હજુ આપણી પાસે બોક્સની બીજી બે બાજુ પણ બાકી છે. કારણ કે આ બોક્સની કુલ છ બાજુઓ છે. અહીં બોક્સ ભાગ 20 સેન્ટિમીટર જેટલો ઊંચો છે તેથી આ માપ 20 સેન્ટિમીટર જેટલું થશે અને ત્રણ સેન્ટિમીટર ઊંડાઈ ધરાવે છે આ 20 સેન્ટિમીટર છે. તેથી ત્રણ સેન્ટિમીટર ગુણ્યાં 20 સેન્ટિમીટર બરાબર 60 સેન્ટીમીટરનો વર્ગ તેથી આનું ક્ષેત્રફળ 60 સેન્ટિમીટર નો વર્ગ થશે આ બાજુ અને આ બાજુ સમાન હોવાથી તેમનું ક્ષેત્રફળ પણ સમાન થશે તેથી 60 સેન્ટીમીટરનો વર્ગ આ બાજુનું ક્ષેત્રફળ અને વધુ 60 સેન્ટીમીટરનો વર્ગ એ એની સામેની અનુરૂપ બાજુનું ક્ષેત્રફળ જે આપણે વિરુદ્ધ બાજુ જે આપણે જોઈ શકતા નથી હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણે કુલ પૃષ્ઠફળ મળશે આ શૂન્ય આ અઢાર થશે તેથી 8 વદ્દી 1, બે ને બે ચાર ને એક પાંચ 580 ચોરસ સેન્ટીમીટરનો અથવા સેમી નો વર્ગ