If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:18

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણી પાસે લંબચોરસ પ્રિઝમ છે . જેનો આકાર માછલી ઘર અથવા ઈટ જેવો દેખાય છે અને જે આ ઘન એકમ વડે બનેલો છે . અને આ દરેક ઘન એકમ 1 /4 ફૂટ ગુણ્યાં 1 /4 ફૂટ ગુણ્યાં 1 /4 ફૂટ જેટલો છે . તેને આ રીતે જોઈએ તો તે દરેક લંબાઈ ,પહોળાઈ અને ઊંચાઈ1 /4 ફૂટછે . જે ઘન એકમ આવો દેખાય છે તે દરેક ના માપ લખીયે તો આ 1 /4 ફૂટ છે , આ 1 /4 ફૂટ છે , અને આ પણ 1 /4 ફૂટ છે જે તેની લંબાઈ ,પહોળાઈ અને ઊંચાઈ ના માપ છે . આ માપ પરથી આ આખા લંબચોરસ પ્રિઝમ નું ઘનફળ શુ થાય .? તે શોધવાનું છે જે ઘણી બધી રીતથી શોધી શકાય છે સૌપ્રથમ આપણે વિચારીયે કે દરેક ઘન એકમ નું ઘનફળ કેટલું થાય .અને વિચારો કે કેટલા ઘન એકમ અહીં સમાઈ શકે છે . તો ચાલો તે આપણે કરીયે . આ ઘન એકમ નું ઘનફળ v = 1 /4 ફૂટ ગુણ્યાં 1 /4 ફૂટ ગુણ્યાં 1 /4 ફૂટ બીજી રીતે પણ કરી શકાય . બરાબર 1 /4 ગુણ્યાં 1 /4 ગુણ્યાં 1 /4 ઘનફીટ અથવા ફિટનો ઘન જેને ફિટ ની ત્રણ ઘાટ ના સ્વરૂપ માં લખી શકાય છે , ઘન ફિટ 1 /4 ગુણ્યાં 1 /4 બરાબર 1 /16 ગુણ્યાં 1 /4 બરાબર 1 /64 . બરાબર 1 /64 ફિટ નો ઘન અથવા ઘન ફિટ આમ, આ દરેક ઘન એકમ ઘનફળ1 /64 થશે હવે વિચારો કે કેટલા ઘનએકમ અહીં શકે છે આપણે અહીં ફક્ત બે જ સ્તર જોઈ શકીયે છીએ . પ્રથમ સ્તર માં 1 ,2 ,૩ ,4 ,5 ,6 ,7 , 8 8 ઘન એકમ છે આમ આ પ્રથમ સ્ટાર માં કુલ 8 ઘન એકમ સમય શકે છે આ લંબચોરસનું સ્તર છે અને આ બીજું સ્તર છે જેમાં પણ 8 ઘન એકમ સમાય શકે છે આમ 8 વત્તા 8 બરાબર 16 . તેથી કુલ ઘનફળ બરાબર 16 ગુણ્યાં 1 /64 ઘનફીટ નો ઘન , ઘનફૂટ બરાબર 16 ના છેદ માં 64 ઘનફૂટ છેદ ઉડાડતા , આપણને મળશે 1 /4 ઘનફૂટ જે આપણું ઘનફળ છે . હવે બીજી પણ રીત છે કે જેથી ઘનફળ શોધી શકાય . આમ આપણને ઘનફળ મળ્યું 1/4 ઘનફૂટ આ ઘનફળ હવે બીજી પણ રીત શોધી શકાય .છે આપણે લંબાઈ ,પહોળાઈ અને ઊંચાઈ ના માપ પરથી તે શોધી શકીએ છીએ . અહીં પહોળાઈ 2 ગુણિયાં 1 /4 બરાબર 1 /2 ફૂટ છે ઊંચાઈ 2 ગુન્યાં 1 /4 બરાબર 1 /2 ફૂટ છે . અને છેલ્લે લંબાઈ ,4 ગુણ્યાં 1 /4 ફૂટ 4 /4 બરાબર 1 ફૂટ છે . આમ, ઘન ફળ શોધવા માટે લંબાઈ , પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરવો પડશે તેથી ઘનફળ શોધીયે લંબાઈ ગુણિયાં પહોળાઈ ગુણિયાં ઉંચાઈ બરાબર લંબાઈ અહીં 1 ફૂટ છે તેથી અહીં એક ગુણિયાં પહોળાઈ1 /2 ફૂટ છે . ગુણિયાં ફરીથી 1 /2 છે . અહીં ટપકું એ દસાઉંસ ચિન્હ નથી પરંતુ ગુણાંકર દર્શાવાની એક રીત છે . જેને આપણે x વડે દર્સાવીયે છીએ 1 ગુણ્યાં 1 /2 શું થાય જે થશે 1 /4 આ બધાજ એકમ ફૂટ, ફૂટ , ફૂટ માં હોવાથી ફૂટ ગુણ્યાં ફૂટ ગુણ્યાં ફૂટ બરાબર ફિટ ની 3 ઘાત અથવા ઘનફિટ 1 /4 ઘનફૂટ કોઈ પણ રીતે જવાબ સરખો જ મળે છે