If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:40

ઘનફળનો વ્યવહારિક પ્રશ્ન: પાણીની ટાંકી

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક પાણીની ટાંકી બાર ફીટ ઉચી પાંચ ફીટ લાંબી અને નવ ફીટ પહોળી છે એક ઘન ધાતુનો ડબ્બો કેજે સાત ફીટ ઉચો ચાર ફીટ લાંબો અને આઠ ફીટ પહોળો છે તેને ટાંકીના તળીયે મુકવામાં આવ્યો છે ટાંકી પાણીથી ભરેલી છે ટાંકીમાં રહેલા પાણીનું ઘનફળ શું થાય અહી તે વિષે વિચારીએ મારી પાસે એક ટાંકી છે જેની ઉચાઇ બારફીટ છે અને તેની લંબાઈ પાંચફીટ છે અનેતેની પહોળાઈ નવફીટ છે ટાંકી કંઇક આવી દેખાવા જઈ રહી છે હું ટાંકીને દોરવાનો પ્રયત્ન કરી રહી છું ટાંકી કંઇક આવી દેખાશે આપણે અહી ટાંકીને પારદર્શક દોરીશું જેથી ટાંકીની અંદર રહેલું આપણને કંઈપણ આશાની થી દેખાઈ શકે તેથી આ મારી ટાંકી છે જેની ઉચાઇ બારફીટ છે બારફીટ જેની લંબાઈ પાંચફીટ છે પાંચફીટ અને જેની પહોળાઈ નવફીટ છે નવફીટ હવે તેઓ જણાવી રહ્યા છેકે એક ઘનધાતુનો ડબ્બો કે જે સાતફીટ ઉચો ચારફીટ લાંબો અને આઠફીટ પહોળો છે તેને ટાંકીના તળીએ મુકવામાં આવ્યો છે તેથી આ મારો ઘનધાતુનો ડબ્બો છે તે કંઇક આવો દેખાશે તેને પાણીના તેને પાણીની ટાંકીના તળીએ મુકવામાં આવેલો છે જેની ઉચાઇ સાતફીટ લંબાઈ ચારફીટ અને પહોળાઈ આઠફીટ છે તે ઘન છે તેથી તે કંઇક આવો દેખાશે તેને પાણીના તળીએ મુકવામાં આવેલો છે તે સાતફીટ ઉચો ચાર ફીટ લાંબો અને આઠફીટ પહોળો છે અને પછી હું તેની અંદરના ભાગને પાણીથી ભરી રહી છું માટેહું આભાગને આટાંકીને પાણીથી ભરી રહી છું તેધાતુના ડબ્બાના સિવાયના પુરા કદ જેટલું અહી ભરાઈ રહ્યું છે તે ધાતુના કદ જેટલું ભરાતું નથી કારણકે અહી ધાતુનો ડબ્બો નક્કર છે આમ આપણે તેને ધીરેધીરે ઉપરની તરફ ભરી રહ્યા છીએ તો જે ભાગ પાણીથી ભરાઈ રહ્યો છે તેનું ઘનફળ કેટલું થાય તે ઘનફળ ટાંકીના ઘનફળ ઓછા ધાતુના ડબ્બાના ઘનફળ બરાબર થશે તે ધાતુના ડબ્બાના ઘનફળમાં ભરાવું જોઈએ નહિ તો તે કેટલું થાય આપણે તેની ગણતરી કરીએ અહી ટાંકીનું ઘનફળ નવફીટ ગુણ્યા પાંચફીટ ગુણ્યા બારફીટ જેટલું થશે અહી આ ટાંકીનું ઘનફળ છે ટાંકીનું ઘનફળ ટાંકીનું ઘનફળ અને આઘનફળમાંથી આપણે ધાતુના ડબ્બાના ઘનફળને બાદ કરવા જઈ રહ્યા છીએ તો તે ઓછા ચારફીટ ગુણ્યા સાતફીટ ગુણ્યા આઠફીટ થશે તેથી આ ડબ્બાનું ઘનફળ થશે ઘન ધાતુના ડબ્બાનું ઘનફળ ઘનફળ જયારે તમે ટાંકીના ઘનફળ માંથી ડબ્બાના ઘનફળને બાદ કરો છો ત્યારે તમને ખરેખર ખબર પડે છેકે તેમાં કેટલું પાણી છે તો પાણીને મેં તેના બાકીના ભાગમાં ભરેલું બતાવ્યું છે પરંતુ એકવાર તે પૂરે પૂરું ભરવામાં આવે તો તે પાણી અહી ઉપરના ભાગ સુધી જાય અને આપણે તેને દરેક જગ્યાએ ભરાયેલું જોઈશું સિવાય કે આ ભૂરો ડબ્બો તો આપણે આ ઘનફળ કેટલું થાય તેની ગણતરી કરીએ પાંચ ગુણ્યા બાર બરાબર સાઈઠ થાય અને સાઈઠ ગુણ્યા નવ બરાબર પાંચસો ચાલીસ થાય અને પછી આ જે ભૂરો ડબ્બો છે આપણે તેને જોઈએ ચાર ગુણ્યા આઠ બરાબર બત્રીસ થાય અને બત્રીસ ગુણ્યા સાત બરાબર બસો દસ થાય વતા ચૌદ એટલેકે તે બરાબર બસો ચોવીસ થશે તોતે ઓછા બસો ચોવીસ થશે આપણે ફરીથી તે ગણી લઈએ જો આપણે બત્રીસ ગુણ્યા સાત કરીએ તો સાત દુ ચૌદ સાત તાલી એકવીસ ને એક બાવીસ તોતે બસો ચોવીસ જેટલું થશે પાંચસો ઓછા બસો બરાબર ત્રણસો થાય અને પછી ચાલીસ માંથી ચોવીસ બાદ કરવામાં આવે તો સોળ થાય તે ત્રણસો સોળ થશે અને ઘનફીટ એ અહી એકમ છે તેથી પાણીનું ઘનફળ તેથી ટાંકીમાં રહેલા પાણીનું ઘનફળ ત્રણસો સોળ ઘનફીટ જેટલું થશે