If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

5 + 3 + 6 નો સરવાળો

સલ બે રીતે 5 + 3 + 6 ઉમેરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે ત્રણ અલગ અલગ આકારો છે . આપણી પાસે સ્ટાર , ચોરસ અને ત્રિકોણ છે . હવે આપણી પાસે દરેક આકાર અલગ સંખ્યામાં છે . તો અહીં આપણી પાસે પાંચ સ્ટાર , ત્રણ ચોરસ અને છ ત્રિકોણ છે . જે અહીં બધા દેખાતા નથી પરંતુ આપણી પાસે કુલ કેટલા આકારો છે , તે દર્શાવે છે . આમ , આપણી પાસે પાંચ સ્ટાર , ત્રણ ચોરસ અને છ ત્રિકોણ છે . આપણી પાસે કુલ કેટલા આકારો છે ? તમે કહેશો કે ,મારે આ સંખ્યાઓ ઉમેરવી જોઈએ કારણેકે મારો કુલ અકારોની સંખ્યા શોધવી છે . અને હું કહીશ કે તમે સાચા છો ચાલો આપણે આ સંખ્યાઓનો સરવાળો કરીએ આપણે 5 વત્તા 3 વત્તા 6 કરીએ . તો શું થશે ? જુઓ, પાંચ વત્તા ત્રણ કેટલા છે , પાંચ સ્ટાર વત્તા વત્તા ત્રણ ચોરસ જુઓ પાંચ વત્તા ત્રણ બરાબર આઠ છે , તો આ આઠ છે અને હજુ આપણે છ ઉમેરવાના છે . તો વત્તા છ હવે આઠ વત્તા છ કેટલા થાય ? તમે કદાચ જાણતા હશો અથવા કદાચ નહિ પણ જાણતા હોવ તમે આ ગણતરી કરી શકો , જાણકારી મેળવવી એ સારી વાત છે આથી જો તમે નહીં જાણતા હોવ તો મનમાં ગણતરી કરી લો આઠ વતા છ એ 14 આઠ વતા છ છ બરાબર 14 ,તો પાંચ વતા ત્રણ વતા છ બરાબર પણ 14 છે . હવે કદાચ તમને એવો પ્રશ્નન થઇ શકે , જે ક્રમમાં મેં કર્યું , એ જ ક્રમમાં કરવું જોઈએ ? ચાલો આપણે બીજી રીતે પ્રયત્ન કરીએ. આપણે ફરીથી કરીએ ચાલો પાંચ વતા ત્રણ વતા છ કરીએ આપણે પહેલા પાંચ માં ત્રણ ઉમેરવાને બદલે , પહેલા ત્રણ અને છ નો સરવાળો કરીએ , તો ત્રણ વતા છ કેટલા થાય ? આ નવ થશે . પાંચ વતા નવ જુઓ ફરીથી , તમે જાણતા હો તો , આ 14 છે. અને જો તમે નહિ જાણતા હો તો મનમાં ફરીથી આ ગણતરી યાદ રાખો . પાંચ વતા નવ બરાબર 14 છે અને આપણે વિશ્વાસ ન હોય તો , થોડા પથ્થર લો પાંચ પથ્થર અને બીજા નવ પથ્થર તમે જોશો કે જયારે તેનો સરવાળો કરો છો , ત્યારે તમને 14 મળે છે આ યાદ રાખવું જરૂરી છે . તમે આને બીજી રીતે પણ કરી શકો તમે પહેલા પાંચ અને છ નો સરવાળો કરો તમને 11 મળશે અને ત્રણ ઉમેરો તો 14 મળશે . કોઈ પણ રીતે , તમારી પાસે 14 આકારો છે .