મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 1
Course: ધોરણ 1 > Unit 2
Lesson 2: 20 સુધીનો સરવાળો7 + 6 નો સરવાળો
સલ સંખ્યારેખાનો ઉપયોગ કરીને 7 + 6 ઉમેરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો વિચારીએ 7 + 6 શું છે ? હું ઈચ્છીશ કે તમે વિડીયો અટકાવો અને જાતે વિચારવાનો પ્રયત્ન કરો. હું માનુ છું કે તમે વિચારી લીધું હશે ચાલો આપણે સાથે કરીએ આપણે સાત વસ્તુઓ લઈએ અને વધુ છ વસ્તુઓ લઈએ પછી વિચારીએ કે આપણી પાસે કુલ કેટલી વસ્તુઓ છે ઉદાહરણ હું અહીં સાત ટામેટા લઉં છું તો આ એક ટામેટું, આ બે ટામેટુ, ત્રણ ટામેટાં, ચાર ટામેટાં પાંચ ટામેટાં, છ ટામેટાં અને સાત ટામેટાં અને અહીં આપણે બીજી છ વસ્તુ ઉમેરીએ ચાલો બ્લુબેરી ઉમેરીએ અને આપણે ફળોના કુલ જથ્થાની કાળજી રાખીએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ હવે મારી પાસે કુલ કેટલાં ફાળો છે ? મેં સાતથી શરૂ કર્યું હતું, તો આ સાત છે. જો હું આગળ ગણવાનું ચાલુ રાખું છું, તો અહીં 8, 9, 10, 11, 12 ,13 આમ, મારી પાસે અહીં કુલ 13 ફળો છે, કુલ 13 ફળો આપણે આ સંખ્યારેખા ઉપર પણ કરી શકીએ ચાલો આપણે સંખ્યારેખા દોરીએ આપણે એવા રંગનો ઉપયોગ કરીશું, જે હાજી સુધી નથી કર્યો. હું અહીં આ સંખ્યારેખા દોરું છું હું સાતના અંકથી સંખ્યારેખાની શરૂઆત કરી શકું અને એમાં હું બીજા છ ઉમેરી રહી છું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ આપણે આગળ વધીએ 8 ,9,10,11,12,13 તમે આગળ પણ વધી શકો છો આ અનંત સુધી વિસ્તરેલું છે સાત વત્તા છ - તમે કલ્પના કરો કે, સાત થી શરૂ કરો છો અને સંખ્યારેખા પર છ ડગ આગળ વધો છો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ આ રીતે પણ આપણને 13 મળે છે બીજી રીતે વિચારીએ તો આપણે સાતથી શરૂ કર્યું અને 10 મેળવવા ત્રણ ઉમેર્યા અને પછી આપણે બીજા ત્રણ ઉમેર્યા જેથી આપણને 13 મળે આપણે ખરેખર યાદ રાખીએ 13 નો અંક શું દર્શાવે છે 13 ના અંકમાં આ એ ડાબી બાજુ છે, જે દશકનું સ્થાન છે આથી તે એક દશક દર્શાવે છે આમ, 10 વત્તા ત્રણ એકમ તમે અહીં જોઈ શકો છો, એકમ તમે અહીં જોઈ શકો છો કે હું જયારે ફળો ઉમેરું છું, ત્યારે આપણને અહીં 10 નો એક સમૂહ મળે છે આપણે 10 મેળવવા માટે આ સાતની અંદર ત્રણ ઉમેર્યા છે, અને અહીં આપણી પાસે બીજા ત્રણ બાકી રહે છે. આમ, સાત વત્તા છ એ 10 વત્તા 3 જેટલું છે. તો 13 બરાબર એક દશક એટલે 10 અને વત્તા ત્રણ એકમ બરાબર 13