If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

8 + 7 નો સરવાળો

સલ દસનો એક સમૂહ બનાવીને 8 + 7 ઉમેરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો વિચારવાનો પ્રયત્ન કરીએ કે 8 + 7 બરાબર શું થાય અને આપણે આ રીતે પણ કરી શકીએ 8 ટામેટાં લઈએ અને 7 બ્લૂબેરી ઉમેરીએ પછી વિચારીએ, "તમારી પાસે કુલ કેટલા ફળો છે" તમે વિડીયો અટકાવો અને જાતે કરવાનો પ્રયત્ન કરો હું માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે ચાલો એ વિશે થોડું વિચારીએ હું અહીં ટામેટાં ઉમેરતી જાઉં છું જ્યાં સુધી દસનો એક સમૂહ પૂરો નહિ થાય અને પછી જોઈશ કે પછી મારે કેટલા ઉમેરવા પડે, જેથી 7 થાય તો ચાલો અહીં 1 ટામેટું, 2 ટામેટાં, 3 ટામેટાં 4 ટામેટાં, 5 ટામેટાં, 6 ટામેટાં, 7 ટામેટાં, અને 8 ટામેટાં, હવે આ 8 ટામેટામાં હું 7 બ્લૂબેરી ઉમેરું છું તો અહીં 1, 2, ... અને અહીં હું અટકું છું કારણ કે અહીં 10 નો એક સમૂહ બને છે જુઓ અહીં મેં માત્ર 2 બ્લૂબેરી ઉમેરી છે મારે હજુ થોડી બ્લૂબેરી ઉમેરવાની છે પરંતુ માત્ર બે બ્લૂબેરી ઉમેરવાથી અહીં 10 નો એક સમૂહ બને છે આથી મારી પાસે 10 ફળો છે જેને હું આ રીતે દર્શાવી શકું મને ખબર છે, અહીં મારી પાસે 10 નો એક સમૂહ છે આથી મારી પાસે 10 નો 1 સમૂહ છે અહીં આ બે અંકની સંખ્યા છે. જ્યાં ડાબી બાજુનો અંક એ 1 છે પરંતુ હજુ બ્લૂબેરી ઉમેરવાના બાકી છે મેં 2 બ્લૂબેરી ઉમેરી છે હવે આગળ ત્રીજી ઉમેરું છું 3 બ્લૂબેરી, 4 બ્લૂબેરી 5 બ્લૂબેરી 6 બ્લૂબેરી અને 7 બ્લૂબેરી આમ, અહીં મારી પાસે 10 નો એક સમૂહ છે, આ 10 ના સમૂહને અહીં દર્શાવ્યો છે અને આ બે અંકની સંખ્યા છે, ડાબી બાજુનો અંક 1 છે, જે દશકનું સ્થાન છે જે દસનો એક સમૂહ દર્શાવે છે અને હજુ મારી પાસે કેટલા છે ? મારી પાસે અહીં બીજા આ 5 ફળો છે 5 આમ અહીં 5 છે આથી અહીં 1 દશક અને 5 એકમ છે તો 8 + 7 શું થાય ? 15 થાય 15 શું છે ? 15 એ 1 દશક વતા 5 એકમ છે બીજી રીતે વિચારીએ તો એક દશક એ 10 છે અને 5 એકમ એ 5 છે આમ 8 + 7 બરાબર 15 એ આ વિડિયોનો મુખ્ય મુદ્દો હતો. પરંતુ આપણે આ આંકડાઓ શું દર્શાવે છે, એ વિશે પણ વિચારીએ 15 એ 1 દશક વત્તા 5 એકમ દર્શાવે છે અથવા તો 10 વત્તા 5