મુખ્ય વિષયવસ્તુ
1 ઉમેરવો વિ. 10 ઉમેરવા
સલ 1 ઉમેરવો અને 10 ઉમેરવાના તફાવત વિશે વાત કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વિડીયો અટકાવીને ઝડપથી 27 વત્તા 1 શું છે, તે શોધો અને જો શક્ય હોઈ તો 27 વત્તા 10 શોધો બરાબર ,ચાલો આપણે સાથે વિચારીએ તો તમે આ કદાચ સરળતાથી કરી લીધું હશે તમે કહેશો, સારું હું એક ઉમેરું છું. તો 27 પછી તરત આવતી મોટી સંખ્યા છે જો મારી પાસે 1 વધારે હોય તો હું 28 પર પહોંચીશ પરંતુ આ મહાવરો કરવાનું કારણ છે તેની સ્થાનકિંમત વિશે વિચારવું તો અહીં 27 ની સંખ્યા છે અહી આપણી પાસે 2 એ દશકના સ્થાને છે, આ દશક નું સ્થાન છે. અહીં આપણી પાસે 7 એકમના સ્થાને છે આથી તમે 27 ને બે દશક અહીં મારી પાસે 10 ના બે સમૂહ છે, અને અહીં 7 એકમ છે, એ રીતે જોઈ શકો અને પછી એમાં એક ઉમેરું છું, જે આ અલગ એકમ છે એમાં તો પછી મારી પાસે શું રહેશે ? જુઓ, મારી પાસે 2 દશક તો 2 દશક તો રહેશે પરંતુ હવે મારી પાસે એકમ કેટલા છે ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 એકમ તો 8 એકમ. તો આ 28 થશે. કદાચ આ તમારા માટે આશ્ચર્યજનક નથી પરંતુ સ્થાનકિંમત વિશે વિચારવું ખુબ જરૂરી છે. તમે જયારે આગળ ગણિત ભણશો, ત્યારે આ ખુબ જ ઉપયોગી થશે. હવે આપણે આ જ વસ્તુ 27 વત્તા 10 સાથે કરીએ આપણે પહેલાં જ જોયું 27 એ બે દશક અને 7 એકમ છે અને હવે અહીં 10 , અહીં 1 એ એકમના સ્થાને નથી, આથી તે 1 દર્શાવતો નથી આમ, આપણી પાસે 1 દશક 1 દશક અને 0 એકમ છે. તો આપણી પાસે 10 ની સંખ્યાછે, 10 નો એક સમૂહ છે. જયારે તમે આ બંનેનો સરવાળો કરી છો, ત્યારે તમને શું મળશે ? જુઓ હવે તમને 1, 2, 3 દશક મળશે 3 દશક મળશે તમારી પાસે દશકના સ્થાને 3 હશે અને હજુ પણ તમારી પાસે 1, 2, 3, 4, 5, 6, 7 એકમ હશે. 7 એકમ ધ્યાન રાખો અહીં આપણે 1 ઉમેર્યો તો તમે એકમના સ્થાને એક વધ્યા અને અહીં તમે 10 ઉમેર્યા જે 1 દશક /10 છે તમે એકમના સ્થાને વધતા નથી. પરંતુ તમે દશકના સ્થાનમાં વધો છો.