મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 1
Course: ધોરણ 1 > Unit 2
Lesson 9: 2-અંકની સંખ્યાઓ સાથેના સરવાળાનો પરિચય- સમૂહ બનાવ્યા વિના 2-અંકની સંખ્યા ઉમેરવી 1
- સમૂહ બનાવ્યા વિના 2-અંકની સંખ્યા ઉમેરવી
- 2-અંકની ચાર સંખ્યાઓ ઉમેરો
- 2-અંકની સંખ્યાનું વિભાજન કરીને સરવાળાના પ્રશ્નો
- 2-અંકની સંખ્યાનું વિભાજન કરીને સરવાળાના પ્રશ્નો
- 1-અંકની સંખ્યા ઉમેરવા સમૂહ બનાવવો
- 10 નો એક સમૂહ બનાવીને ઉમેરવું
- 1-અંકની સંખ્યા ઉમેરીએ ત્યારે સમૂહ બનાવવા
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
10 નો એક સમૂહ બનાવીને ઉમેરવું
સલ 5 ને 2 અને 3 માં વિભાજિત કરીને 5+68 ઉમેરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
હું તમને સંખ્યા ઉમેરવાની રીત દર્શાવવા માંગું છું અથવા ક્યારેક હું સંખ્યા ઉમેરું ત્યારે હું મનમાં ગણતરી કરું છું તો એમ કહીએ કે મારે 68 માં 5 ઉમેરવા છે અને એમાટે આપણે બીજી રીતો જોઈ ચુક્યા છીએ હું આ વિડીયો માં જે દર્શાવું છું તે એક માત્ર રીત નથી પરંતુ તમે મનમાં કરો તે ઉપયોગી છે જુઓ જયારે હું 68 ની સંખ્યા જોઉં છું ત્યારે હું માત્ર તેમાં 2 ઉમેરું તો મને 70 મળે તો આપણે આ 5 ને 2 અને 3 માં વિભાજીત કેમ ન કરીએ તો આપણને શું
મળશે જુઓ હું 5 ને 3 + 2 માં વિભાજીત કરુંછું અને આને 3 અને 2 વચ્ચે વિભાજીત કરવાનું કારણ એ છે કે મારી પાસે અહીં આ 2 છે જે 68 માં ઉમેરવાના છે 5 એ 3+2 છે અને તેમાં હું 68 ઉમેરું છું 68 અને ફરીથી ધ્યાન આપો કે આ 2 મે કેમ લઇ લીધા કારણકે મારી પાસે 70 મેળવવા માટે 68 માં કેટલા ઉમેરવાના છે તો હવે હું એને આ રીતે લખી શકુ 3 + 2 + 68 હવે હું 2 ને 68 માં ઉમેરું તો 2 + 68 એ 70 છે અને હજુ આપણી પાસે અહીં 3 છે આમ આપણી પાસે 3 + 70 છે જે 73 ને બરાબર છે 73 હવે કદાચ એમ લાગે કે આ થોડી લાંબી રીત છે પરંતુ આ માત્ર એક વિચારવાની રીત છે તમે મન માં વિચારો 5 + 68 જુઓ હું 68 માં 2 ઉમેરું તો 70 મળે અને 5 એ 3 + 2 છે મે 2 , 68 માં ઉમેર્યા જેથી 70 મળે છે અને હવે 3 બાકી રહે છે તો આમ આ 73 થશે બીજી રીતે સંખ્યા રેખા રીતે પણ વિચારી શકાય અહી આપણે એક સંખ્યા રેખા દોરીએ અને તેના પર હું આવી નિશાનીઓ બતાઉ છું અહીં અમુક નિશાનીઓ સંખ્યારેખા પર દર્શાવી રહ્યા છીએ જુઓ આ આપણી સંખ્યારેખા અને એમ માનીલો કે અહી આપણા 68 છે તો 70 અહી મળશે અને આપણે હવે તેમાં 5 ઉમેરીશું જુઓ આપણે પહેલા 2 ઉમેરીએ જેથી 70 મળે છે આમ અહી +2 આવુજ અહી આપણે 70 મેળવવા માટે કર્યું હતું અને પછી 5 ઉમેરવા માટે વધુ 3 ઉમેરીએ આમ આપણે વધુ 3 ઉમેરવા પડશે આથી આ 70 + 3 જે 73 છે આશા રાખુ છું કે આ તમને રસપ્રદ લાગ્યું હશે