મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 1
Course: ધોરણ 1 > Unit 2
Lesson 7: "વધુ" અને "ઓછાં" પ્રકારના વ્યવહારિક પ્રશ્નોસરખામણીનો વ્યવહારિક પ્રશ્ન: લખોટીઓ
સલ 2 સંખ્યાઓને સરખાવીને વ્યવહારિક પ્રશ્નો ઉકેલે છે. આ પ્રશ્નોમાં 10 કે તેનાથી નાની સંખ્યાઓનો ઉપયોગ થયો છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં તેઓ આપણને જણાવે છે કે, એલેક્ષ પાસે નવ લખોટી છે, એમિલિ પાસે પાંચ લખોટી છે પછી આપણને પૂછ્યું છે કે, એલેક્ષ પાસે એમિલિ કરતાં કેટલી લખોટી વધારે છે ? તો વિડીયો અટકાવો અને જુઓ કે તમે શોધી શકો છો. ચાલો, આપણે સાથે મળીને કરીએ. ચાલો આપણે દોરીએ એલેક્ષ પાસે નવ લખોટી છે. તો આપણે તેની નવ લખોટી દોરીએ. એક, બે, ત્રણ,ચાર, પાંચ, છ,સાત, આઠ, નવ. અને એમિલિ પાસે પાંચ લખોટી છે. એક, બે, ત્રણ,ચાર, પાંચ. એલેક્ષ પાસે એમિલિ કરતાં કેટલી લખોટી વધારે છે ? તમે અહીં આ ચિત્રમાં જોઈ શકો છો. અહીં સુધી એલેક્ષ અને એમિલિ પાસે સરખી જ સંખ્યા છે અને પછી એલેક્ષ પાસે આપણે અહીં જોઈ શકીએ છીએ એની પાસે એક, બે, ત્રણ, ચાર લખોટીઓ છે. હવે આ આપણે બીજી કઈ રીતે કરી શક્યા હોત ? જુઓ, એલેક્ષ પાસે નવ લખોટીઓ છે અને એમિલિ પાસે જેટલી લખોટી છે, એ સંખ્યા બાદ કરીએ તો એટલી લખોટી એલેક્ષ પાસે વધારે છે તો તમે કહી શકો નવ ઓછા પાંચ બરાબર ચાર,ચાર લખોટીઓ એલેક્ષ પાસે એમિલિ કરતાં આટલી લખોટીઓ વધારે છે. ચાલો આવું જ બીજું ઉદાહરણ જોઈએ નોવ ને બે પત્ર મોકલવા હતા એક વજનમાં ભારે પત્ર ભારે વજનવાળા પત્ર પર આઠ સ્ટેમ્પસ હતા. હલકા વજનવાળા પત્રપર પાંચ સ્ટેમ્પસ ઓછી હતી તો હલકાં વજનવાળા પત્રને કેટલી સ્ટેમ્પસ હશે ? ફરીથી વિડીયો અટકાવો અને જાતે પ્રયત્ન કરી જુઓ અહીં આપણને જે કહેવાયું છે, તે ઉપયોગી માહિતી છે. આપણને જે પણ માહિતી આપીછે , તે બહુ જરૂરી છે તે લખીએ ભારે વજનવાળા પત્ર પર આઠ સ્ટેમ્પસ હતી હલકાં વજનવાળા પત્ર પર પાંચ સ્ટેમ્પસ ઓછી છે તો હલકાં વજનવાળા પત્રને કેટલી સ્ટેમ્પસ છે, તે આપણે જાણીએ છીએ તરત જ નહિ ખરેખર તેઓ આ જ પૂછી રહ્યા છે. હલકાં વજનવાળા પત્રપર કેટલી સ્ટેમ્પસ હતી ? પાંચ ઓછી પરંતુ શેનાથી પાંચ ઓછી ? આઠ સ્ટેમ્પસ કરતાં પાંચ ઓછી. અને આપણે લખી શકીએ... જો આપણી પાસે આઠ સ્ટેમ્પસ છે અને આપણને એનાથી પાંચ ઓછી જોઈએ છે તો એ આઠ ઓછા પાંચ થશે આ આઠ કરતાં પાંચ ઓછી છે, જે બરાબર ત્રણ થશે. હલકાં પત્ર પર ત્રણ સ્ટેમ્પસ હતી. આને આપણે જુદી રીતે પણ વિચારી શકીએ, ભારે પત્ર પર આઠ સ્ટેમ્પસ છે અહીં આપણે આઠ સ્ટેમ્પસ દોરીએ. એક, બે, ત્રણ, ચાર,પાંચ, છ, સાત, આઠ હલકાં વજનવાળા પત્ર પર પાંચ સ્ટેમ્પસ ઓછી હતી આપણે એક, બે, ત્રણ
> ચાર, પાંચ લઇ લઈએ તો તમારી પાસે અહીં ત્રણ સ્ટેમ્પસ બાકી રહે છે હલકાં પત્ર પર આટલી સ્ટેમ્પસ હતી.