If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબાઈ માપવી: સોનાની મૂર્તિ

કોઈ પદાર્થને લંબાઈના સમાન એકમો વડે માપો જે તેને કોઈ તફાવત કે પુનરાવર્તન વિના આવરી લે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નમસ્કાર યુવરાજ હું તમારી શું મદદ કરી શકું ઓ મને મારા પિતાજીના મસ્તકની સોનાનું પ્રતિમા બનાવાનું કામ સોપ્યું છે પરંતુ મને ખબર નથી કે આ પ્રતિમા યોગ્ય કદની છે કે કેમ તો સાચું કદ કેટલું હશે જુઓ આપણા રાજ્યમાં માપન માટેની એક પરંપરા ગત પધ્ધતિ છે જેમાં આ ભૂરા ચોરસ દ્વારા માપી શકાય છે હા મને તે ખબર છે અને હું પણ આ ભૂરા ચોરસ દ્વારાજ માપન કરું છું અને કાયદાપ્રમાણે આપણા રાજ્યની દરેક સોનેરી પ્રતિમા આ ચાર ભૂરા ચોરસ જેટલીજ ઉંચી હોવી જોઈએ હા તે યોગ્ય કાયદો લાગે છે તો સમસ્યા શું છે જુઓ મને એ ખાતરી નથી કે આ સોનેરી પ્રતિમા ચાર ભૂરા ચોરસ જેટલીજ ઉંચી છે કે કેમ થોડી ધીરજ રાખો આપણે તેને ચકાસી લઈએ મારી પાસે કેટલાક ભૂરા ચોરસ છે આપણે તેને આ સોનેરી પ્રતિમાની બાજુમાં મુકીયે અને જોઈએ કે તે ચાર ભૂરા ચોરસ જેટલીજ ઉંચી છે કે કેમ વાહ અદભુત તો યુવરાજ આપણે એ શરુ કરીયે તમે તેને એક પર એક અહીં કેમ નથી મુકતા ઓકે ઓકે હું તે કરું છું તો એક બે અને ત્રણ ભૂરા ચોરસ ઓહો હવે શું થશે આ તો માત્ર ત્રણ ભૂરા ચોરસ જેટલીજ ઉંચી છે તેની ઉંચાઈ પૂરતી નથી હવે હું શું કરીશ અરેરે શાંતિ રાખો તમારે આમ ડરવાની જરૂર નથી કારણકે મેં તે જોયું તમે જે રીતે આ ચોરસ એક ઉપર એક મુક્યા છે તે આશ્ચર્ય પમાડનારું છે તમે આ ભૂરા ચોરસ હવામાં ઉપરથી મુક્યા છે હા તે ભૂરા ચોરસ ઉપરજ તો મુકવાના છે બરાબર તે વ્યવસ્થિતજ મુકવાના છે તમારે એ ચોક્સસાઈ રાખવાની જરૂર છે કે વચ્ચે ક્યાંયે ખાલી જગ્યા નઈ રહેતી હોય તમે ફરીથી પ્રયત્ન કેમ નથી કરતા આપણે આ ભૂરા ચોરસ અહીંથી લઇ લઈએ અને તમે ફરીથી પ્રયત્ન કરો ઓહ હવે સમજાયું હું હવે ફરીથી પ્રયત્ન કરું છું તો આ એક બે જુઓ મેં કોઈ ખાલી જગ્યા છોડી નથી હા હા પરંતુ જુઓ જુઓ મને આગળ વધવા દો વચ્ચે રોકો નહિ હા યુવરાજ આગળ કરતા રહો ત્રણ ચાર પાંચ ઓહ નો આ તો યોગ્ય નથી આ તો મોટી આફત છે તે ચારજ હોવા જોઈએ પાંચ ભૂરા ચોરસ નહિ અરે યુવરાજ ઘબરાઓ નહિ મને નથી લાગતું કે આ યોગ્ય છે કારણ કે તમે પ્રતિમા જ્યાંથી શરુ થાય છે ત્યાંથી શરુ નથી કર્યું પરંતુ તમે તેની નીચે થી શરુ કર્યું છે અને પ્રતિમાની ટોચ ઉપર આવીને પણ પૂરું નથી કર્યું તમે તેની ટોચથી પણ ઉપર સુધી ગયા છો આમ આ પ્રતિમા પાંચ ભૂરા ચોરસ જેટલી ઉંચી નથી ઓહ હું ખૂબજ મૂંઝવણમાં છું તમે મારા માટે તે કરી શકો જો તમે એ જાતે કરો તો વધુ સારું માત્ર એ ધ્યાન રાખો કે તમે આ પ્રતિમા જ્યાંથી શરુ થાય છે ત્યાંથી શરુ કરો અને તેની ટોચ સુધી માપો અને બીજું એ ધ્યાન રાખો કે વચ્ચે કોઈ ખાલી જગ્યા છોડવાની નથી હા મને સમજ પડી ગઈ હું આ છેલ્લો પ્રયત્ન કરું છું સરસ હંમેશા પૂરતા પ્રયત્નો કરવા જોઈએ તો હું શરુ કરું છું આ ટોચ છે હું અહીંથી ચોરસ ગોઠવાનાં શરુ કરીશ અને અહીં આ ટોચ સુધી આવીને હું બંદ કરીશ તો એક બે અને વચ્ચે કોઈ ખાઈ જગ્યા રાખવાની નથી આ બે ત્રણ અને ચાર આ એકદમ બરાબર છે તે બરાબર ચાર ભૂરા ચોરસ જેટલીજ ઉંચી છે મહેલમાં આ અદભુત શોભાવૃત્તિ કરશે તમારો ખૂબ ખૂબ આભાર યુવરાજ તમારી મદદ કરીને ખૂબ ખુશી થઇ