મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 3
Lesson 1: આકૃતિ વડે100 સુધીની સંખ્યાનો સરવાળો કરવો- સમૂહ બનાવ્યા વિના 2-અંકની સંખ્યા ઉમેરવી
- એકમ ઉમેરીએ ત્યારે સ્થાન કિંમતની સમજ
- દશક ઉમેરીએ ત્યારે સ્થાન કિંમતની સમજ
- સમૂહ બનાવીને ઉમેરવું
- સ્થાનકિંમતના બ્લોકનો ઉપયોગ કરી 100 સુધીની સંખ્યાનો સરવાળો કરવો
- સંખ્યારેખા વડે સરવાળા અને બાદબાકી
- સંખ્યારેખાના ઉપયોગથી 100 સુધીના અંકનો સરવાળો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સમૂહ બનાવ્યા વિના 2-અંકની સંખ્યા ઉમેરવી
સલ સ્થાન કિંમત વિશે વિચારીને 23 + 45 ઉમેરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ ત્રુટક રેખાની ઉપર, મારી પાસે ચોક્કસ સંખ્યામાં ખાનાં છે. અને અહીં જોઈ શકીએ છીએ કે આ દરેક પીળા સ્તભમાં દસ ખાનાં છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને અહીં દસના બે સમૂહ છે આમ, મારી પાસે બે દશક છે બે દશક અને 1, 2, 3 એકમ છે. આટલા ખાનાં મારી પાસે રેખાની ઉપર છે અને રેખાની નીચે મારી પાસે 1, 2, 3, 4 દશક ચાર દશક છે અને મારી પાસે 1, 2, 3, 4, 5 પાંચ એકમ છે આમ, આ પ્રથમ સંખ્યાએ બે દશક અને 3 એકમ અથવા 23 છે બે દશક, ત્રણ એકમ, બીજી સંખ્યા ચાર દશક અને પાંચ એકમ છે. ચાર દશક અને પાંચ એકમ 45 હવે મારે સંખ્યા ઉમેરવી છે ચાલો આપણે સાથે કરીએ. આપણે આ રકમને આ રકમમાં 23 સાથે 45 ઉમેરીએ જુઓ, અહીં મારી પાસે ત્રણ એકમ છે, અને અહીં પાંચ એકમ છે જો તમે આ બંનેનો સરવાળો કરો છો તો તમને આઠ એકમ મળશે. તો તમને ચાલો આપણે ભૂરા રંગ થી કરીએ તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8 અહીં જુઓ તો આપણે અહીં 8 નો અંક લખી શકીએ આ પણ આઠ એકમ અને અહીં પણ આઠ એકમ હવે અહીં બે દશક વત્તા ચાર દશક છે. જુઓ આને બરાબર છ દશક થશે હું આને કોપી કરી અહીં મુકું છું આમ, મારી પાસે બે દશક છે. તો બે વત્તા ચાર બરાબર છ છે. ચાર છ તો મારી પાસે 1, 2, 3, 4, 5, 6 દશક છે 6 દશક છે અને આ જ રીતે ત્રણ વત્તા પાંચ બરાબર આઠ છે ત્રણ એકમ વત્તા પાંચ એકમ એ આઠ એકમ છે અને પછી દશકના સ્થાનનો સરવાળો કર્યો બે દશક વત્તા ચાર દશક બરાબર છ દશક તો મને 68 મળે છે.