If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2-અંકની સંખ્યાઓના સરવાળાની રીત

સલ 2-અંકની સંખ્યાઓ ઉમેરવા માટે વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જુદી જુદી રીતે સંખ્યાઓનો સરવાળો કરવાના થોડા ઉદાહરણો આપણે ખાન એકેડમી માંથી જોઈએ આ જણાવે છે કે નીચેના માંથી કોઈ રચના પસંદ કરો કે જે 78 + 9 ઉમેરવા માટે ઉપયોગી હોય લાગુ પડતું દરેક પસંદ કરો અહીં પ્રથમ વિકલ્પ 77 + 10 છે જુઓ આ અર્થ પૂણ છે તો અહીં 78 ને બદલે તેનાથી એક સંખ્યા ઓછી 77 લખી છે અને 9 ને બદલે તેનાથી એક સંખ્યા વધારે એટલે કે 10 લખ્યા છે આમ આ અર્થ પૂણ છે જો તમે 78 માંથી 1 લઇ લો છો અને તે એક 9 માં ઉમેરો છો તો તમને જ સરખી જ સંખ્યા મળે છે તમને જ 78 + 9 જેટલી જ સંખ્યા મળશે આમ તર્ક ની દ્રષ્ટિ એ આ સાચું છે તમે હવે 77 + સરસ 10 નો આંકડો અહીં ઉમેરો છો આમ તમારા દસક માં 1 નો વધારો થશે આથી તે 87 થશે આ આના કરતા ગણતરી કરવામાં સરળ છે હવે જુઓ અહીં શું કયું છે 7 અને 8 નો સરવાળો તો હું શા માટે 7 દશક અને 8 એકમ નો સરવાળો કરું અહીં 7 ને 7 એકમ તરીકે લેવામાં આવ્યા છે જે અર્થ પૂણ નથી આથી હું આ પ્રથમ વિકલ્પ જ પસંદ જ કરીશ ચાલો વધુ થોડા ઉદાહરણો જોઈએ નીચેના માંથી કોઈ રચના પસંદ કરો જે 35 + 15 ઉમેરવા માટે ઉપયોગી હોય લાગુ પડતું દરેક પસંદ કરો પ્રથમ વિકલ્પ 35 + 5 નો સરવાળો કરો પછી 10 ઉમેરો આમ તેમણે 15 ને 5 અને 10 માં વિભાજીત કર્યાં છે, જે યોગ્ય છે 15 એ 5 + 10 છે અને આ સરળ યુક્તિ છે કારણ કે આ દ્વારા 40 મેળવી શક્યું છે આપણે મનમાં કરી શકીએ કે 35 + 5 40 અને પછી 10 ઉમેરીએ તો આપણને 50 મળશે આમ આ ઉપયોગી છે હવે અહીં જો શું થાય છે 30 + 20 આમ અહી 35 ને બદલે 30 લખ્યા છે જે 5 ઓછા છે અને પછી બીજી સંખ્યા માં 15 ના 5 વધાર્યા છે આમ 35 માંથી 5 લઇ લીધા તો 30 મળે તમે 15 માં 5 ઉમેરો છો તો 20 મળે છે આમ આ પણ અર્થ પૂણ અને સરળ છે કારણ કે 30 + 20 જે 3 દશક + 2 દશક છે જેને બરાબર 5 દશક અથવા 50 થશે વધુ એક કરીએ નીચેના માંથી કોઈ રચના પસંદ કરો કે જે 41+52 ઉમેરવા માટે ઉપયોગી હોય લાગુ પડતું દરેક પસંદ કરો 40 + 52 નો સરવાળો કરો પછી 1 ઉમેરો ચાલો જોઈએ તો આપણને 41 માંથી 1 લઇ લઈએ છીએ જે વિશે પાછળ થી જોઈશું અને 52 માં કોઈ ફેરફાર નથી તો 41 + 52 એ 40 + 52 + 1 જેટલું જ છે આમ માત્ર આપણે આ 1 એ પાછળ થી ઉમેરીએ છીએ અને આ સરળ લાગે છે એનું કારણ એ છે કે તમે પ્રથમ તમે દસક ના સ્થાન વિશે વિચારો છો 40 + 52 એ 92 છે અને પછી 1 ઉમેરો તો 93 છે ચાલો આના વિશે જોઈએ 43 + 50 જુઓ તમે અહીંથી 2 લઇ લીધા અને અહીં 2 ઉમેર્યા જેની કિંમત સરખી જ થાય છે અહીં આપણને 93 મળે છે અને આ ઉપયોગી છે કારણ કે 52 એ સરસ પૂર્ણાંક સંખ્યા 50 માં ફેરવે છે તે અહીંથી 2 લઇ લે છે અને 41 માં ઉમેરે છે, જે 43 થાય છે