મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 3
Lesson 3: આકૃતિ વડે100 સુધીની સંખ્યાની બાદબાકી કરવી- સ્થાન કિંમતનો ઉપયોગ કરીને 1 બાદ કરવો
- સ્થાન કિંમતનો ઉપયોગ કરીને 10 બાદ કરવા
- સમૂહ બનાવ્યા વિના બે-અંકની સંખ્યા બાદ કરવી
- સમૂહ બનાવીને 1-અંકની સંખ્યા બાદ કરવી
- સ્થાનકિંમતના બ્લોકનો ઉપયોગ કરી 100 સુધીની સંખ્યાની બાદબાકી કરવી
- સંખ્યારેખા વડે સરવાળા અને બાદબાકી
- સંખ્યારેખાના ઉપયોગથી 100 સુધીના અંકની બાદબાકી
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સમૂહ બનાવીને 1-અંકની સંખ્યા બાદ કરવી
સલ 35-8 બાદ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણી પાસે 35 ની સંખ્યા છે, જે 3 દશક છે, કારણ કે ત્રણ એ દશકના સ્થાને છે, આ ત્રણ દશક છે, અને 5 એ એકમના સ્થાને છે આમ, આ એકમનું સ્થાન છે આપણે એને જાંબલી રંગ થી જ દરશાવી છે આ એકમ નું સ્થાન છે અને આપણે જોઈ શકીએ છીએ, 5 દર્શાવેલા છે, અહીં 5 એકમ તો 35 એ 3 દશક અને 5 એકમ જેટલું જ છે. 3 દશક અને 5 એકમ હવે આપણે આ વીડિયોમાં 35 માંથી 8 બાદ કરવા છે 35 ઓછા 8 શું છે,તમે વિડિઓ અટકાવીને તે શોધવાનો પ્રયત્ન કરો ચાલો આપણે એ વિશે વિચારીએ આપણી પાસે 5 એકમ છે, અને આપણે એમાંથી 8 એકમ લઇ લેવા છે. જુઓ આપણને ખબર નથી કે જો આપણી પાસે 5 જ એકમ હોય તો 8 એકમ કેવી રીતે લેવા. આપણે 5 લઇ શકીએ, પરંતુ પછી કોઈ એકમ બાકી રહેતા નથી, તો 8 એકમ કેવી રીતે લઇ શકાય ? જુઓ, અહીં જ સમૂહ બનાવવા અગત્યના છે, કારણ કે આપણી પાસે માત્ર 5 ખાનાં નથી. પરંતુ 35 ખાનાં છે. અહીં દસ ખાનાંના 3 સમૂહ છે અને પછી 5 એકમ છે તો આપણે આમાંથી દસનો એક સમૂહ લઇ લઈએ તો શું થાય, હમણાં તે દશકના સ્થાને છે આમ, આપણે અહીંથી દસનો આ એક સમૂહ છે એને લઇ લઈએ અને તેને દશકના સ્થાનને બદલે, એકમના સ્થાને મૂકીએ તો... ચાલો તેને ત્યાં મૂકીએ અને એક દશક એ 10 એકમ બરાબર છે તો એકામ ના સ્થાને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 , 10 તો અહીં શું થયું ? મેં અહીંથી એક દશક લઇ લીધો હવે મારી પાસે બે દશક છે, અહીં મારી પાસે બે દશક છે, અને આ દસને મેં એકમના સ્થાને મૂક્યા. મારી પહેલેથી જ 5 એકમ હતા, અને પછી આ બીજા 10 એકમ, જે મેં દશકના સ્થાનમાંથી લીધા. આથી 5 વત્તા 10 બરાબર 15 થશે, તો હવે મારી પાસે 15 એકમ છે. અને એમાંથી હું 8 લઇ શકું. જો હું 8 લઇ લઉ છું, 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 લઇ લીધા પછી મારી પાસે શું બાકી રહે છે ? મારી પાસે બે દશક બાકી રહે છે અને કેટલા એકમ ? 1, 2,3, 4, 5, 6, 7 અહીં 7 એકમ છે. અહીં 7 એકમ છે. હવે જો મારે આ બધું નહીં દોરવું હોય તો શું તમે કહેશો ; મારી પાસે 3 દશક અને 5 એકમ છે, જેની સાથે આપણે શરૂઆત કરી હતી. પરંતુ એમાંથી મેં એક દશક લઇ લીધો એક દશક લઇ લીધા પછી હવે મારી પાસે 2 દશક છે, મેં એક દશક લઇને એકમના સ્થાને મુક્યો આમ અહીં આ દશક છે તો 5 એકમ વત્તા બીજા 10 એકમ મળીને 15 એકમ થાય અહીં 15 એકમ છે. તમે કહેશો કે 15 એકમ ઓછા 8 એકમ બરાબર 7 એકમ છે. જે આપણે અહીં જોઈ શકીએ છીએ, 1, 2, 3, 4, 5, 6, 7 તો બાદબાકી કર્યા પછી, આપણી પાસે 7 એકમ છે અને દશકના સ્થાને 2 દશક છે. આમ 2 દશક, 7 એકમ 27.