If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યા રેખા પર ઉમેરી અને બાદ કરી રહ્યા છીએ

સલ સંખ્યારેખાનો ઉપયોગ કરીને 585 અને 368 જેવી સંખ્યાઓ ઉમેરે અને બાદ કરે છે. આ પ્રશ્નોમાં બધી 1000 કરતા નાની સંખ્યાઓનો ઉપયોગ થયો છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કઈ સંખ્યારેખા 361 વતા 544 દર્શાવે છે ? ચાલો જોઈએ , બધીજ સંખ્યા 361 થી શરૂ થાય છે . આપણે 544 ઉમેરીએ આ 400 ઉમેરે છે,પછી 50 અને પછી 4 ઉમેરીએ છે . આમ , તે 454 ઉમેરે છે , 544 નહિ હવે આ સંખ્યારેખા 500 ઉમેરે છે , પછી 40 અને પછી 4 , આમ ,આ 361 માં 544 ઉમેરે છે , અને તે 905 થાય છે , જે અહીં જોઈ શકાય છે . આ અર્થપૂણ છે , તમે 500 ઉમેર્યા , 861 મળ્યા , પછી 40 ઉમેર્યા તો 901 મળ્યા અને પછી 4 ઉમેર્યા તો 905 આમ આ વિકલ્પ યૌગ્ય છે . આ રેખા પર 500 બદલે 50 ઉમેર્યા છે , જે યૌગ્ય નથી . કારણ કે આપણે 5 સો , 4 દશક અને 4 એકમ ઉમેરવાના છે . ચાલો વધુ ઉદાહરણ જોઈએ . આપેલી સંખ્યા દ્વારા નીચેનામાંથી ક્યાં કોયડાનો ઉકેલ મેળવી શકાય ? ચાલો જોઈએ આપણે 718 શરૂ કરીએ અને પછી 200 ઉમેરીએ અને પછી 40 ઉમેરીએ તો 958 મળે આમ , આ 718 વતા 240 છે અહીં આ વિકલ્પ યૌગ્ય છે આ મજેદાર છે . ચાલો આગળ વધીએ કઈ સંખ્યારેખા 585 - 368 દર્શાવે છે ? ચાલો જોઈએ , આ બે છેલ્લી સંખ્યારેખા 585 થી શરૂ થાય છે , આપણા કોયડા માં પણ શરૂઆત 585 થી જ છે અને આ 558 થી શરૂ થાય છે , અહીં આંકડાઓ ઉલટસુલટ છે , આમ , આ અર્થપૂણ નથી . પરંતુ આપણે આ બે વિકલ્પ જોઈએ . આપણે 300 , 6 દશક અને 8 એકમ બાદ કરવા છે . આ બંનેમાં ૩ સો બાદ કર્યા છે , પછી આપણે 6 દશક બાદ કરવા છે , 6 દશક અને પછી 8 એકમ , અહીં છે અહીં આંકડાઓ ફેરફાર છે .. 6 દશક અને 8 એકમ બદલે , 8 દશક અને 6 એકમ છે , જે ઉલટું છે , આમ આ , 386 ની બાદબાકી કરે છે , જે આપણા કોયડામાં નથી . આમ , આ ત્રીજા વિકલ્પ યૌગ્ય છે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ . આપેલી સંખ્યા રેખા દ્વારા નીચેમાંથી ક્યાં કોયડા ઉકેલ મેળવી શકાય ? આપણે 935 થી શરૂ કરીને પછી 400 બાદ કરીએ છીએ , અને પછી 20 બાદ કરીએ છીએ આ 935 - 420 છે . આમ , આ વિકલ્પ યૌગ્ય છે .