મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 6
Lesson 3: લંબાઈનો અંદાજ મેળવોલંબાઈનો અંદાજ મેળવવો
કોઈ એક પદાર્થની લંબાઈ આપેલ હોય ત્યારે સલ બીજા પદાર્થની લંબાઈનો અંદાજ મેળવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો આપણે લંબાઈનો અંદાજ કાઢવાનો મહાવરો કરીએ. તો આ રેખા ની લંબાઈ એક ઇંચછે. તો આ જે અંતર છે, તે એક ઇંચ છે. આ રમકડાંની ગાડીની લંબાઈ કેટલી હશે ? જુઓ આ એક રેખા છે જે એક ઇંચ બરાબર છે તો આપણે જોઈએ કે આ કારની લંબાઈ માપવા, આપણને આવી કેટલી રેખાઓ જોઈશે. તો હું અહીં અંદાજે આવી બીજી રેખા દોરું છું, આ અંદાજ છે એકદમ ચોક્કસ નથી, આમ, આ બે ઇંચ થશે આ એક ઇંચ, આ બે ઇંચ અને પછી આ ત્રણ ઇંચ અને આ ચાર ઇંચ તો એમ કહી શકાય કે આ રમકડાંની ગાડીની લંબાઈ ચાર ઇંચ જેટલી હશે. ચાલો આપણે આવું બીજું ઉદાહરણ જોઈએ. લંબાઈનો અંદાજ કાઢીએ મારી પાસે સૂર્યમુખીફૂલના બે ચિત્ર છે. અને આ પ્રથમ સૂર્યમુખી 40 સેન્ટિમીટર ઊંચું છે. આ બીજું સૂર્યમુખી કેટલું ઊંચું હશે ? ચાલો વિચારીએ આ પ્રથમ સૂર્યમુખી આ 40 સેન્ટિમીટર જેટલું ઉંચુ છે આ બીજું સૂર્યમુખી કેટલું ઊંચું હશે ? ચાલો વિચારીએ આ,આ આખું અંતર એ 40 સેન્ટિમીટર છે. અને આ સૂર્યમુખી, એની ઊંચાઇ જુઓ હું અહીં એક તૂટક રેખા દોરું છું તો તે આ ઉંચા સૂર્યમુખી કરતાં અડધી ઊંચાઈનું દેખાય છે. તો 40 ના અડધા શું થશે ? જુઓ 40 એ ચાર દશક છે. અને ચાર દશકના અડધા બે દશક થશે. તો આ 20 સેન્ટિમીટર જેટલું ઉંચુ હશે, અન્ય રીતે વિચારીએ, તો આ આખી વસ્તુ 40 સેન્ટિમીટર હોય, તો એનથી અડધા એનથી અડધા 20 સેન્ટિમીટર થશે. તો આ 10 સેન્ટિમીટર હું અહીં લખું છું, આ 10 સેન્ટિમીટર. આ 20 સેન્ટિમીટર. પછી આ 30 સેન્ટિમીટર થશે. અને આ 40 સેન્ટિમીટર થશે. આપણે જોયું કે સૂર્યમુખી 40 સેન્ટિમીટર ઊંચું છે. અને આ તેનાથી અડધું છે, તે 20 સેન્ટિમીટર ઊંચું હશે.