If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબાઈ માપવી (cm, m)

સલ પદાર્થોને માપપટ્ટી વડે માપે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કયો વિકલ્પ લંબચોરસની યોગ્ય રીતે માપેલી લંબાઈ બતાવે છે? તો અહીં આપણી પાસે જાંબલી લંબચોરસ છે અને હવે તેની લંબાઈનું માપન કઈ રીતે થાય છે? તે જોઈએ,અહીં આપણે 1 સેન્ટીમીટર મૂક્યું ત્યારબાદ બીજો 1 સેન્ટીમીટર મૂક્યું અને પછી ત્રીજું 1 સેન્ટીમીટર મૂક્યું, તેઓ કહે છે કે 3 માપપટ્ટી લંબચોરસની દરેક બાજુ માપે છે, આ યોગ્ય છે, કારણ કે લંબચોરસની શરૂઆતથી અહીં આ ભાગ સુધીની લંબાઈ 1 સેન્ટીમીટર છે પછી આ ભાગથી આ ભાગ સુધીની લંબાઈ ફરી1 સેન્ટીમીટર છે, અને અહીંથી જમણીબાજુના આ છેડા સુધીની લંબાઇ 1 સેન્ટીમીટર છે માટે આપણે કહી શકીએ કે આ લંબચોરસ 3 સેન્ટીમીટર લાબું છે.1, 2 અને 3,તેથી મને લાગે છે કે લંબચોરસનું માપન યોગ્ય રીતે થયું છે પરંતુ હવે બાકીના બે વિકલ્પ લંબચોરસની યોગ્ય રીતે માપેલી લંબાઈ બતાવતા નથી તેની ખાતરી કરી લઈએ,અહીં પણ તમારી પાસે 1 સેન્ટીમીટર છે અને આ પણ 1 સેન્ટીમીટર છે પરંતુ તમે આ બંનેની વચ્ચે થોડી જગ્યા છોડી રહ્યા છો,તમે આ પ્રમાણે જગ્યા છોડી શકો નહીં કારણ કે અહીં આ અંતર શું છે? તે પણ તમે માપવા માંગો છો,તમે જોઈ શકો છો કે જે જગ્યાએ લંબચોરસનો છેડો છે તેની જમણીબાજુએ આ માપપટ્ટી પૂરી થાય છે,તેથી આ રીતે માપી શકાય નહીં અને જો આપણે આ વિકલ્પને જોઈએ તો અહીં આ માપપટ્ટી લંબચોરસની પૂરી લંબાઈ સુધી જતી નથી, આટલી જગ્યા બાકી રહે છે, તમારે આ આખી જ લંબાઈનું માપન કરવાનું છે, તમારે આ લંબચોરસથી જ શરૂઆત કરવાની છે,જે આપણે અહીં કરી છે પરંતુ પછી કોઈ જગ્યા છોડવાની નથી,તે માપપટ્ટીને ઓવરલેપ કરવાની નથી માટે અહી આ પણ સાચો નથી,કયો વિકલ્પ રબરની યોગ્ય રીતે માપેલી લંબાઈ બતાવે છે? જો તમે અહીં આને જુઓ તો અહીં બે માપપટ્ટી વચ્ચે જગ્યા દેખાય છે,તમે અહીં લંબચોરસની આ ધારથી બહારની તરફ જઈ રહ્યા છો, તેથી તે યોગ્ય રીતે માપન કરતું નથી,અહીં બે માપપટ્ટી રબરની લંબાઈનું માપન કરે છે,બે માપપટ્ટીને તરત જ એક પછી એક મૂકવામાં આવી છે, તેની શરૂઆત લંબચોરસની ડાબીબાજુની ધારથી થાય છે અને તે લંબચોરસની જમણીબાજુની ધાર સુધી જાય છે માટે આ વિકલ્પ સાચો છે,જો આપણે ત્રીજો વિકલ્પ જોઈએ તો અહીં માપપટ્ટી આ લંબચોરસની આખી લંબાઈનું માપન કરતી નથી તે ફક્ત અહીં સુધી જ જાય છે, બે માપપટ્ટી રબર માપે છે અને ઓવરલેપ થાય છે,માપપટ્ટી પારદર્શક છે માટે તમે અહીં આ ભાગમાં તેને ઓવરલેપ થયેલી જોઈ શકો અને તે પણ માપનની યોગ્ય રીત નથી માટે સાચો વિકલ્પ આ થશે,વધુ એક ઉદાહરણ જોઈએ,બેંકના ફ્લોરની લંબાઈ મીટરમાં કેટલી છે? તો અહીં આ બેંકનું ચિત્ર લાગી રહ્યું છે,માપ લેવા માટે માપપટ્ટીને ખસેડો,તો હવે તમે અહીં આ માપપટ્ટી પર ક્લિક કરીને તેને આ પ્રમાણે ખસેડી શકો,યાદ રાખો કે, આપણે કંઈક આ પ્રમાણે કરવા માંગતા નથી,આ ખોટી રીતે માપન થશે પરંતુ આપણે બેંકની ધારથી જ માપન કરવાની ઈચ્છા રાખીએ છીએ,કંઇક આ પ્રમાણે, તો હવે આ લંબાઈ કેટલી છે?તમે જોઈ શકો કે અહીં આ બેંક 4 મીટર આગળ પૂરી થાય છે તેથી તે 4 મીટર લાંબી છે, જવાબ ચકાસીએ,ચિત્રની પહોળાઈ સેન્ટીમીટરમાં શું છે?માપ લેવા માટે માપપટ્ટીને ખસેડો,ફરીથી,તમે કંઈકે આ પ્રમાણે કરવા નથી માંગતા, ચિત્રની શરૂઆત પહેલાં જ તમે માપપટ્ટી મુકવા નથી માંગતા કે તમે કંઈક આ પ્રમાણે પણ નથી કરવા માંગતા,તમે પાછળથી શરૂઆત કરવા નથી માંગતા,જ્યાંથી આ ચિત્રની શરૂઆત થાય છે,આપણે માપપટ્ટીને પણ ત્યાંથી જ મૂકીશું,કંઈક આ પ્રમાણે અને હવે તમે જોઈ શકો કે આ ચિત્રની પહોળાઈ 5 સેમી છે,5 સેન્ટીમીટર, વધુ એક ઉદાહરણ જોઈએ,કૂકીઝની ટ્રે ની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી છે? લંબાઈ એટલે સૌથી લાંબુ પરિમાણ,જો તમને લંબાઈ અને પહોળાઈ આપવામાં આવી હોય તો કૂકીઝ ટ્રે ની સૌથી લાંબીબાજુ આ થશે,તમે અહીં આ બાજુનું માપન કરવા નથી માંગતા કારણકે અહીં આ બાજુ એ તેની લંબાઈ થશે નહિ પરંતુ આ બાજુ તેની પહોળાઈ થશે. લોકો જ્યારે લંબાઈ કહે ત્યારે તેનો અર્થ સૌથી લાંબુ પરિમાણ થાય માટે આપણે અહીં આ ઉપરની બાજુ અથવા આ નીચેની બાજુનું માપન કરવા માંગીએ છીએ તો હવે આપણે તે લંબાઈનું માપન કરીએ,ફરીથી,આપણે અહીં ખૂબ જ આગળથી કે પાછળથી શરૂઆત નથી કરવા માંગતા,આપણે આ કૂકીના ટ્રે ની ધારથી શરૂઆત કરવા માંગીએ છીએ,કંઈક આ પ્રમાણે,કઈંક આ રીતે, હવે તમે જોઈ શકો કે આ ટ્રે ની લંબાઈ લગભગ 8 સેન્ટીમીટર છે, 8 સેન્ટીમીટર , જવાબ ચકાસીએ.