If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

10 ઉમેરીને ગણતરી

સલ 10 ઉમેરીને ગણતરી કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

40 થી શરૂ કરી દશ ની ગણતરી કરો . ખાલી જગ્યા પૂરો . તો આપણે દશક ગણવાનું છે. 40 થી શરૂઆત કરીએ . 40 એ ચાર દશક છે. જો આપણે તેમાં 10 ઉમેરીએતો તે , પાંચ દશક ,અથવા 50 થશે . હવે આપણે એમાં 10 ઉમેરીએ તો આપણે છ દશક અથવા 60 મળશે હવે જો એમાં 10 ઉમેરીએ તો આપણે સાત દશક અથવા 70 મળશે. પરંતુ આપણે તે ટાઈપ કરવાનું નથી , કારણકે એમણે તે અહીં પહેલેથી જ આપ્યું છે. ચાલો દશક ઉમેરવાનું ચાલુ રાખીએ આમ , જો આપણે 70 માં 10 ઉમેરીએ અથવા એક દશક ને સાત દશકમાં ઉમેરીએ તો આપણેને આઠ દશક અથવા 80 મળેશે . અને તેમાં 10 ઉમેરીએ તો તમને નવ દશક અથવા 90 મળેશે . અને આ થઇ ગયુ . ચાલો વધુ એક આવું ઉદાહરણ જોઈએ 656 થી શરૂ કરી દશકની ગણતરી કરો. ખાલી જગ્યા પૂરો . દર વખતે આપણે એક દશક ઉમેરવના છે. તો આ 656 , એ 6 સો , પાંચ દશક , અને છ એકમ છે. જુઓ ,હવે આપણે તેમાં 10 /દશક ઉમેરીએ . તો અહીં પાંચ દશકની જગ્યાએ આપણે છ દશક મળેશે આથી તે 666 થશે. છ સો , છ દશક , અને છ એકમ . ચાલો ફરી દશક ઉમેરીએ. અહીં આ છ દશક છે હવે આપણને સાત દશક મળે છે. આમ તે 676 થશે . હવે વધુ એક દશક ઉમેરીએ . જુએ હવે આપણે છ સો,આઠ દશક , અને છ એકમ અથવા 686 મળશે . વધુ એક દશક ઉમેરીએ , હવે આપણેને છ સો , આઠ દશકને બદલે નવ દશક , અને છ એકમ મળશે. એટલે કે 696 . હવે આગળ ખુબ જ રસપ્રદ છે . આપણે અહીં વધુ એક દશક ઉમેરવુ છે. પરંતુ કેવી રીતે , જો અહીં આપણે એક દશક ઉમેરીએ તો દશક ના સ્થાને શું મળશે? અન્ય રીતે વિચારીએ તો , છ સો અને નવ દશકને 69 દશક તરીકે લઇ શકો જો તમારી પાસે 69 દશક છે, અને તમે એક દશક ઉમેરો છો તો તમને 70 દશક મળશે આમ , તમને 70 દશક અને છ એકમ મળશે તો , 696 માં દશક ઉમેરો તો તમને 706 મળે છે. ફરીથી જુઓ , તમે આને 65 દશક અને 6 એકમ તરીકે લઇ શકો આથી 65 દશક , 66 દશક , 67 દશક , 68 દશક , 69 દશક અને 70 દશક 706