મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 7
Lesson 1: ચિત્ર આલેખચિત્ર આલેખ
ચિત્ર આલેખ એ માહિતી પ્રદર્શિત કરવા માટે ઉપયોગમાં લેવાતો આલેખ છે જે માહિતીને દર્શાવવા માટે છબીઓ અથવા પ્રતીકોનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, 5 બાસ્કેટબોલ ખેલાડીઓ દ્વારા થયેલા પોઇન્ટની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ, 2 પોઇન્ટ દર્શાવવા માટે બાસ્કેટબોલની છબીનો ઉપયોગ કરી શકે છે અને તે પછી તે દરેક 2 પોઇન્ટ માટે દરેક ખેલાડીના નામ પર બાસ્કેટબોલ પ્રદર્શિત કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણી પાસે એક ચિત્ર આલેખ છે અને એને ચિત્ર આલેખ કહેવાય છે કારણકે તેમાં માહિતી આપવા માટે ચિત્ર નો
ઉપયોગ થાય છે અહીં ઉંદર ના ચિત્રનો ઉપયોગ થાયછે અને કહેવાયુ છે કે આ એક ચિત્ર બરાબર એક ઉંદર જુઓ શીર્ષક છે ખેતર માં ઉંદર અને આ જણાવે છે કે ખેતરમાં જુદી જુદી જગ્યાએ કેટલા ઉંદરો છે અને તમે જુદી જુદી જગ્યા જોઈ શકો છો જ્યાં ઉંદરો છે આપણને ઘરમાં, આંગણમાં ,ગોચરમાં અને તબેલામાં ઉંદર જોવા મળી શકે અને આ ઉંદર ના ચિત્રોની હરોળ દ્વારા જાણી શકાય કે દરેક જગ્યાએ કેટલા ઉંદરો હશે ઉદાહરણતરીકે ઘરમાં જુઓ અહીં એક ઉંદર બરાબર એક ચિત્ર તો આ 1+1+1+1 અથવા 4 આ 4 ઉંદરો છે ઘરમાં 4 ઉંદરો છે હું અહીં લખું છું ઘરમાં 4 ઉંદરો છે હવે આંગણામાં કેટલા ઉંદરો છે જુઓ એજ રીતે 1 2 3 4 5 6 આમ આ 6 ઉંદરો છે તો આંગણામાં 6 ઉંદરો છે તો આંગણામાં 6 ઉંદરો છે ગોચરમાં કેટલા છે જુઓઅહીં આપણે જોઈ શકીએ છીએ ગોચરમાં 3 ઉંદરો છે કારણકે દરેક ચિત્ર બરાબર એક ઉંદર છે જેણે આ ચિત્ર ગ્રાફ બનાવ્યો છે તે આને જુદી જુદી રીતે જુદી જુદી સંખ્યા માટે બનાવી શક્યો હોત પરંતુ અહી દરેક ચિત્ર માટે અહીં એક ગોચરમાં 3 ઉંદરો છે અહીં 3 ઉંદર છે અને છેલ્લે આપણે થોડું આમ જઈએ અને છેલ્લે તબેલામાં 2 ઉંદરો છે તબેલામાં 2 ઉંદરો છે હવે જો કોઈ પૂછે કે કુલ કેટલા ઉંદરો છે તો તમે આ બધાનો સરવાળો કરી શકો 4+6 બરાબર 10 વત્તા 3 બરાબર 13 વત્તા 2 બરાબર 15 તો ખેતરમાં કુલ 15 ઉંદરો છે ફરીથી ધ્યાન આપો ચિત્રગ્રાફ એ માત્ર માહિતી દર્શાવવાની એક રીત છે અને આ એમ દર્શાવે છે ખેતરના દરેક ભાગમાં કેટલા ઉંદરો છે કોઈ પૂછે આંગણામાં કેટલા ઉંદરો છે તો તમે કહેશો એ 6 છે જુઓ કોઈ પૂછે કે ગોચર અને તબેલા માં થઇ ને કુલ કેટલા ઉંદરો છે જુઓ 3 ગોચર માં અને 2 તબેલામાં બરાબર 5 થશે અહીંપૂછ્યું છે ખેતરમાં કુલ કેટલા ઉંદરો છે તો આ બધી જગ્યાઓ છે ઉંદરો જોવા મળેછે તો તો 4+6+3+2 અથવા 15 છે