મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
Course: ધોરણ 4 > Unit 1
Lesson 1: વધુ અંક ધરાવતી સંખ્યાઓનો સરવાળો કરવો3-અંકની સંખ્યાઓ ઉમેરવા સ્થાનકિંમતનો ઉપયોગ કરવો: ભાગ 2
536 + 398 નો સરવાળો કરવા માટે સમૂહ બનાવતા શીખો.
સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો આપણે સરવાળાનો કોયડો ઉકેલીએ પરંતુ આપણે આ સંખ્યાનું વિસ્તરણ કરીએ, જેથી આપણે સમજી શકીએ કે વદ્દી આવે ત્યારે શું થાય. તો 5 એ સો ના સ્થાને છે આથી તે 5 સો (500) દર્શાવે છે. અને 3 એ 3 દશક દર્શાવે છે કારણ કે તે દશક ના સ્થાને છે આથી તે 30 દર્શાવે છે. અને 6 , 6 એ એકમ દર્શાવે છે એવી જ રીતે આ 3 એ ત્રણ સો દર્શાવે છે આ 9 એ નવ દશક એટલે કે 90 દર્શાવે છે. અને આ 8 એ 8 એકમ (અથવા 8) દર્શાવે છે. હવે આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ. અને આપણે સૌથી પહેલા આ જમણી બાજુની હરોળથી શરુ કરીએ આ એકમની હરોળ છે. 6 + 8 આપણને ખબર છે તે બરાબર 14 છે, જે 10 + 4 જેટલું જ છે. ચાલો તે અહીં એકમની હરોળમાં લખીએ, જે 10 નો અવયવી નથી 4 ને અહીં મૂકીએ. અને આ બીજો ભાગ 10, જેને વદ્દી તરીકે અહીં દશકની હરોળમાં મૂકીએ જે દસ નો અવયવી છે અને એ ધ્યાન રાખીએ કે આ 10 આપણે ગુમાવતા નથી, પરંતુ અહીં દશકની હરોળમાં મૂકીએ છીએ હવે આ બધા દશકનો સરવાળો કરી લઈએ 10 + 30 + 90, જે આપણે કર્યું છે અહીં 130 છે. જુઓ એ ભાગ જે 100 નો અવયવી નથી, તેને દશકની હરોળમાં મૂકીએ તે ભાગ 30 છે. અને પછી જે 100 નો અવયવી છે તેને 100 ની હરોળમાં મૂકીએ. આથી અહીં 100 લખીએ ધ્યાન આપો આપણે માત્ર 1 વદ્દી લીધી છે પરંતુ વાસ્તવમાં આપણે તે 100 લીધા છે કારણ કે 1 ને સો ના સ્થાને લખ્યો છે. 10 +30 + 90 એ 100 + 30 છે. તો આ એ 100 + 30 બરાબર છે હવે આપણે સો નો સરવાળો કરીએ 100 + 500 + 300 આપણે અહીં કર્યું જ છે, તે 900 છે. આથી આપણે અહીં 900 લખીએ અને આ થઇ ગયું. આપણે જોયું કે 500 + 30 + 6 + 300 + 90 + 8 એ 900 + 30 + 4 બરાબર છે, જે 934 જેટલું છે. માનું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે જયારે વદ્દી લઈએ ત્યારે શું કરીએ 6 + 8 બરાબર 14 ચાર અહીં મુક્યા1 વદ્દી લીધી જે 10 દર્શાવે છે. જે અહીં 10 દર્શાવે છે પછી 10 + 30 + 90 બરાબર 130 છે. આથી તે 30 + 100 છે. પછી સો ના સ્થાનનો સરવાળો કરતાં આપણને 900 મળ્યા.