જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: 3 અંકની સંખ્યાની બાદબાકી (દશક લેવો)

971-659 ને બાદ કરવા સમૂહ (દશક લેવો) અને સ્થાન કિંમતનો ઉપયોગ કરતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે 971 માંથી 659 બાદ કરવાનો પ્રયત્ન કરીએ. અને જેવું તમે આ કરવાનું શરુ કરો છો, તમને એક સમસ્યા નડશે.  તમે એકમના સ્થાને જુઓ, તો થશે હું 1 માંથી 9 કેવી રીતે બાદ કરી શકું ? અને એનો જવાબ સમૂહ બનાવીને મેળવી શકાય અહીં બીજા સ્થાનેથી કિંમત લઈને તે એકમના સ્થાને મૂકી શકાય. તેને વધુ સારી રીતે સમજવા, તેનું વિસ્તરણ કરું છું.  તો આ નવ એ સો ના સ્થાને છે, તેથી તે 900 દર્શાવે છે અને પછી આ 7 એ દશક ના સ્થાને છે તેથી તે 70 દર્શાવે છે અને આ 1 એ એકમ ના સ્થાને છે આથી તે માત્ર 1 એકમ દર્શાવે છે અને પછી નીચે આ 6 એ 600 દર્શાવે છે. અને પછી આ 5 એ 5 દશક એટલે કે 50 દર્શાવે છે અને આ 9 જુઓ તે માત્ર 9 એકમ અથવા 9 દર્શાવે છે.  અને એમાંથી આ બાદ કરીએ છીએ, 600 , આપણે 600 વત્તા 50 વત્તા 9 બાદ કરીએ છીએ, અન્ય રીતે વિચારીએ તો આપણે 600 બાદ કરીએ છીએ, 50 બાદ કરીએ છીએ અને 9 બાદ કરીએ છીએ. તો ચાલો આપણે તે અહીં કરીએ આ આના જેટલી જ કિંમત છે, અને આપેલ સમસ્યા પણ એ જ છે  નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી કેવી રીતે કરી શકાય ? અને એનો ઉકેલ બીજા સ્થાનમાંથી કોઈ કિંમત લેવામાં છે. અને એ માટે સૌથી સરળ સ્થાન છે જુઓ અહીં 70 છે.  તો આપણે તેમાંથી 10 લઈએ, તો ત્યાં 60 બાકી રહે છે અને એ 10 એકમના સ્થાને મૂકીએ જો હવે તમે 10 અને 1 નો સરવાળો કરી તો શું મળશે ? તે 11 થશે.  ધ્યાન આપો મેં સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. 971 એ 900 વત્તા 60 વત્તા 11 જેટલી જ કિંમત છે. આ હજુ પણ 971 જ છે. અને હવે આપણે 11 ઓછા 9 ની બાદબાકી કરી શકીએ 11 ઓછા 9 બરાબર 2 60 ઓછા 50 બરાબર 10  અને 900 ઓછા 600 બરાબર 300 આમ, આ બદબાકીનું પરિણામ 300 વત્તા 10 વત્તા 2 છે,જે 312 છે.  હવે આવું જ અહીં કરીએ, પરંતુ આપણે તે વિસ્તરણ કર્યા વગર કરીશું સરખી જ સમસ્યા 1 માંથી 9 બાદ કેવી રીતે કરી શકીએ ? જુઓ દશકના સ્થાનેથી એક 10 લઈએ અને સમૂહ બનાવીએ. તો અહીંથી એક દશક લીધો આથી હવે દશકના સ્થાને માત્ર 6 દશક બાકી રહ્યા. અને તે 10 આપણે એકમના સ્થાનને આપ્યા આથી તે 10 વત્તા 1 બરાબર 11 થયા હવે બાદબાકી થઇ શકશે. 11 ઓછા 9 બરાબર 2 6 ઓછા 5 બરાબર 1 9 ઓછા 6 બરાબર 3 તો 312 મળે છે.